ટ્રમ્પ - ઉત્તર કોરિયા - સંધિના સૂચક સંકેતો

    ૩૦-જૂન-૨૦૧૮   


 

ગત અઠવાડિયે વિશ્ર્વભરમાં ટ્રમ્પ-કિમ જોંગ ઉન સમીટ ખૂબ ચર્ચામાં રહી. અમેરિકા - ઉત્તર-દક્ષિણ કોરિયા અને ચાઈનાના ચતુષ્કોણે વાર્તાલાપ અને નિર્ણયોમાંથી ઘણું મેળવવાનું હતું. પ્રાથમિક દૃષ્ટિએ જોતાં, સાઉથ કોરિયા - અમેરિકાની War Exercise (વોર એક્સરસાઈઝ) ટ્રમ્પ દ્વારા બંધ કરવાનું એલાન, ઉત્તર કોરિયાનું સંપૂર્ણ પરમાણુ નિ:શસ્ત્રીકરણ કરવાનું વચન અને સામૂહિક જાહેરાતોએ વિશ્ર્વને નિરાંતનો શ્ર્વાસ અને વિશ્ર્વશાંતિ તરફ એક ડગલું આગળ વધવાનો અહેસાસ કરાવ્યો. ઉતાવળે ચીનની આર્થિક પ્રતિબંધો દૂર કરવાની માગણી અને સાઉથ-કોરિયા, અમેરિકાનુંખૂબ મુશ્કેલ ટાસ્ક હોવા છતાં ભૂતકાળ ભૂલીને ભવિષ્યની તકો તરફ ધ્યાન આપીશુંતથા ટ્રમ્પની ઉત્તરોત્તર આર્થિક પ્રતિબંધો, અન્ય શરતોને આધીન ઘટાડાશે તેવી હૈયાધારણથી હવે નોર્થ-સાઉથ કોરિયા ૭૦ વર્ષની લડાઈ ભૂલીને એક થવાના પ્રયાસ હકારાત્મક વાતાવરણમાં આગળ વધારશે તેવું પ્રતીત જરૂર થાય.

ટ્રમ્પના સહિયારા સૈનિકી પ્રશિક્ષણનો ખર્ચો બચાવવાની જેમ, અમેરિકન બંધકોને મહિના પહેલાં ઉત્તર કોરિયામાંથી પાઠ મેળવવાની સફળતા અને કિમ જોંગને તેની ભાષામાં તૈયાર કરેલ દસ્તાવેજી ચિત્ર જે હોલીવુડ ફિલ્મ વન મેન, વન ચાઈના પરથી બનાવી - બે માનવ, બે નેતાઓ અને એક ભવિષ્ય સમીટ પૂરી થવાના અડધો કલાક પહેલાં રજૂ કરી, સરમુખત્યાર દેશનું ભવિષ્ય કેવું સોનેરી હોઈ શકે ? તેનો અહેસાસ કિમ જોંગની ટીમ માટે અદ્ભુત હતો , પરંતુ તેના એકાદ-બે દિવસ પહેલાં ૬૭મી શિખર પરિષદમાં કેનેડામાં ટ્રમ્પનું વર્તન અશોભનીય અને અણછાજતું હતું. ફ્રેંચ પ્રેસિડેન્ટના મતેઆંતરરાષ્ટ્રીય સહયોગ ગુસ્સો અને અઘટિત ટિપ્પણીઓ દ્વારા થોપી શકાય નહીં.’ "અમેરિકા પ્રથમ તે દેશમાં જરૂર હોઈ શકે પરંતુ તેના આધારે આત્યંતિક રાષ્ટ્રવાદની જોહુકમી અન્ય રાષ્ટ્રોના વડાઓને, અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓમાં પીછેહઠ કરીને, ડરાવીને કોઈ ફાયદા મેળવી શકાય નહીં. NATOનો પાંચમા ભાગનો ખર્ચ, નેશનલ ઇન્કમ ફોર્મ્યુલાના આધારે અમેરિકા ભોગવતું હોવા છતાં, અન્ય સહયોગી રાષ્ટ્રોએ ખર્ચ વધુ આપવો જોઈએ અને અન્ય આર્થિક વ્યવહારોમાં રાષ્ટ્રો લાભ ખાટી જાય છે જેથી તેમની અમેરિકામાં થતી નિકાસ પર વધુ વેરા લગાડવાની ધમકી આખરે તો અમેરિકાને નુકસાન કરે તથા વૈશ્ર્વિક આર્થિક સંકટો વધતાં જાય તેની સમજ શાસનકર્તાએ કેળવવી રહી. G-7નાં થોડાંક ચિત્રો જોતાં ગ્રામ પંચાયતમાં અંદરોઅંદર લડાઈ કે પછી પ્રમુખની સામે બધા સભ્યો એક થઈને લડતા નજરે પડે છે. જે દેશ, કેનેડાની મહેમાનનવાજી માણી તેના પ્રધાનમંત્રી વિશે પણ ટ્વીટર ઉપરનું એલફેલ લખાણ પ્રમુખના હોદ્દાને ઝાંખપ લગાડે તેવું જરૂર હતું.

ગેરકાનૂની પ્રવાસીઓ વિશેની કડકાઈ પણ વિશ્ર્વને ચોંકાવનારી સાબિત થઈ. મેક્સિકો તરફથી ઘૂસણખોરી કરી અમેરિકામાં સ્થાયી થવા મથતા પરિવારોને સબક શીખવવા, ૨૩૦૦થી વધુ બાળકોને તેમનાં મા-બાપથી છૂટાં પાડી સ્થાનિક કેમ્પસમાં રખાયાં. થી ૧૦ વર્ષની ઉંમરનાં બાળકોને અલગ રાખવા પર સમગ્ર દેશમાં થયેલ હોબાળાના પગલે, વહીવટી અધ્યાદેશથી તેમને મા-બાપ સાથે રાખી, કાયદાકીય કાર્યવાહી કરવા ઉપર હુકમો તો અપાયા પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકાર સમિતિમાંથી અમેરિકા નીકળી ગયું. તેના પ્રતિનિધિએ કહ્યું, પીછેહઠ નથી પરંતુ માનવ અધિકારના સંરક્ષણ માટેની આગોતરી પ્રક્રિયા છે. તેમના મતે અન્ય રાષ્ટ્રોનાં જૂઠાણાં, અન્યાય તથા ગુન્હાઓ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ચલાવાય છે. શું અમેરિકાએ યુ.એન.ના પ્રતિનિધિઓને સમજાવવાની તેની તાકાત ખોઈ કાઢી છે ?

ગ્લોબલ વોર્મિંગ મુદ્દે પણ પેરિસ સમજૂતીમાંથી પીછેહઠના કારણે હવે રાષ્ટ્રીય કક્ષાએ નહીં તો રાજ્ય કક્ષાએ, શહેરી વિસ્તારોમાં તથા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્ર્વિક નહીં તો સ્થાનિક ચળવળો શરૂ થઈ છે. NASAના અધ્યક્ષ બ્રોડેન્સ્ટાઈન દ્વારા જળવાયુ પરિવર્તન અંગેનું વક્તવ્ય, "આપણે તેના માટે જવાબદાર છીએ તથા પ્રો. સ્ટીફન હોકિંગના મતે પગલું ટાળી શકાય તેવા પર્યાવરણીય નુકસાનને ઘટાડવામાં નિષ્ફળ રહેશે તેવો અભિપ્રાય બધું પ્રમુખની મુત્સદ્દીગીરીની ઊણપ દર્શાવે છે. આર્થિક રીતે અગ્રેસર હોવાથી તેના દરેક આંતરરાષ્ટ્રીય નિર્ણયોની સારી-માઠી અસર વિશ્ર્વનાં અનેક રાષ્ટ્રોને ભોગવવી પડે છે. કિમ જોંગ સાથેની સમજૂતીથી, વ્યોનયાંગ દ્વારા પરમાણુ શસ્ત્રો પાકિસ્તાન આપતું અટકશે તે ભારતના ફાયદામાં પરંતુ જળ-વાયુ પરિવર્તન, વ્યાપાર યુદ્ધ અમેરિકામાં આયાત થતા માલમાં જકાતનો વધારો કે H1B Visaમાં દર વર્ષે નવા નિયમો દ્વારા સખતાઈ તે ભારતને નુકસાનકર્તા છે .