ભારતીય ફૂટબોલ ટીમને આવો સપોર્ટ ક્યાંય નહિ મળ્યો હોય…..

    ૦૫-જૂન-૨૦૧૮ભારતીય ફૂટબોલ જગતમાં ક્યારેય ન બન્યું હોય એવું કાલે મુંબઈમાં બન્યું. વાત રોમાચિંત કરી દે તેવી છે. વાત જાણે એમ છે કે મુંબઈ ખાતે ૧ જૂન થી ૧૦ જૂન સુધી ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કપમાં ભારત, ન્યુઝીલેંડ, કેન્યા અને ચાઇનીઝ તાઇપેઈ(તાઈવાન) આમ ચાર ટીમે ભાગ લીધો છે. અત્યાર સુધીમાં ૩ મેચ રમાઈ છે જેમાં ભારતની ટીમે બન્ને મેચ જીતી લીધી છે. ગઈ કાલે ભારત અને કેન્યા વચ્ચે મેચ હતી જેમાં ૩-૦ થી ભારતીય ટીમની જીત થઈ છે….

 

આ તો થઇ થોડી આ કપની વાત પણ કાલે મુંબઈમાં મુંબઈગરોએ જે કર્યું તે આખા દેશે કરવાની જરૂર છે. હવે થયું એવું કે ભારતીય ટીમનો કેપ્ટન છે સુનિલ છેત્રી. તેણે આ મેચ પહેલા ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો અને મુંબઈના લોકોને અપીલ કરી કે અમને ગાળો આપો, અમારી આલોચના કરો પણ અમારી મેચ જોવા તો આવો! બસ છેત્રીની આ અપીલ લોકોને ટચ કરી ગઈ. મેચ જોવા આખું સ્ટેડીયમ લોકોથી ભરાઈ ગયું. સુનિલ છેત્રીની પણ આ ૧૦૦મો મેચ હતી. તેણે પણ મેચમાં બે જોરદાર ગોલ કર્યા. સ્ટેડિયમમાં ઉપસ્થિત ભીડના અવાજ વચ્ચે ભારતીય ટીમે ૩-૦ થી મેચ જીતી લીધી…

 
જુવો દર્શકોનું ચિયર્સ.... 
 
 
 

મેચ પછી સ્ટેડિયમાં ઉજવણી થઈ. કેપ્ટન સુનિલ છેત્રીએ ટીમ સાથે હાથ જોડીને આખા સ્ટેડિયમમાં ચક્કર લગાવ્યું અને લોકોનો આભાર માન્યો. સુનિલ છેત્રી માટે આ મેચ યાદગાર રહી જશે. પણ અહિં ખયાલ એ આવે છે કે જે મુંબઈગરોએ કર્યુ એ દેશમાં ભારતીયો ન કરી શકે. કરી જ શકે ને….