હવે આ સ્ટેશન મુગલરાય જંક્શનનથી નહિ પંડિત દીનદયાળાના નામથી ઓળખાશે

    ૦૫-જૂન-૨૦૧૮ 

ઉત્તરપ્રદેશમાં આવેલું મુગલરાય રેલવે જંકશનનું નામ બદલી તેનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાખવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ સરકારે એક નોટીફિકેશન બહાર પાડી આ સૂચના જાહેર કરી હતી. રેલવે મંત્રી પીયુષ ગોયલે પણ ટ્વીટરના માધ્યમથી કહ્યું કે નાગરિકોની માંગને ધ્યાનમામ રાખીને આ નામ બદલવામામ આવ્યું છે. તેમણે લખ્યું કે અંત્યોદય જેવો મહાન વિચાર આપનાર પંડિત દીનદયાળનું નામ આ જંક્શનને આપવામાં આવ્યું છે એ ખુશીની વાત છે.