આ છે સાચા હીરો : આજે કચ્છમાં આ કમાન્ડરના કારણે અનેક લોકોના જીવ બચી ગયા

    ૦૫-જૂન-૨૦૧૮ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે સવારે એક મોટી ઘટના ઘટી ગઈ. આજે સવારે એરફોર્સનું ફાઇટર જગુઆર પ્લેન જામનગરથી ટ્રેઇનિંગ માટે ઉડયા બાદ કચ્છના મુન્દ્રા બેરાજા ગામ સીમાડામાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલોટ સંજય ચૌહાન શહીદ થયા છે. સંજય ચૌહાન વાયુસેનામાં એર કમાન્ડર હતા.

 

 

તમને એમ લાગશે પ્લેન ક્રેશમાં શહીદી કેમ?, પાયલોટ આપતકાલીન સ્થિતિમાં અગમચેત થઈ આરામથી ઇમરજન્સી એક્ઝિટ પેરાશૂટથી કરી શક્યા હોત, પણ ના ! તેમણે જોયું કે નજીકમાં ગામ વસેલા છે. મુન્દ્રા તાલુકાના બેરાજા અને રામાણિયા, ફાઇટર પ્લેન ખોટકાય ત્યારે સુસડાટ ગતિએ વગર નિયંત્રણમાં ક્યાંય પણ પડી શકે, જોકે તેમણે કંટ્રોલ કરતા સીમાડામાં ગયું અને દુઃખદ ઘટનામાં ૨૦ જેટલી ગાયના ભડથું થઈ મોત પામી,તેમ કદાચ સંજયજી પેરાશૂટથી નીકળી ગયા હોત તો ગાયની જગ્યાએ ગામલોકો હોત એમા જરા પણ નવાઈ નથી.

બે કિલોમીટર જેવા વિસ્તારમાં પ્લેનના ટુકડે ટુકડા પથરાયેલા હતા. તેમનું શરીર પણ ટુકડામાં વિખેરાઈ ગયું હતું. ભગવાનને તેમના દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના.