ચાંલ્લો લગાવાને કારણે મુસ્લિમ વિદ્યાર્થિનીને મદ્રેસામાંથી કાઢી મુકાઈ

    ૧૨-જુલાઇ-૨૦૧૮

 
કેરલમાં મદ્રેસામાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિનીને એટલા માટે કાઢી મૂકવામાં આવી કારણ કે તેણે એક ટૂંકી ફિલ્મના શૂટિંગ દરમિયાન માથે ચંદનનો ચાંલ્લો કર્યો હતો. હિના નામની આ વિદ્યાર્થિનીના પિતા ઉમર મલયાલિને પોતાના ફેસબૂક એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી લખ્યું હતું કે, મારી દીકરીને માત્ર માથે ચાંલ્લો કરવાને લઈને મદ્રેસામાંથી કાઢી મૂકવામાં આવી છે. સારું થયું કે એ લોકોએ મારી દીકરીને પથ્થરથી મારી મારીને મારી નાખવાનું ફરમાન ન સંભળાવ્યું.