હિમા દાસે ઈતિહાસ રચ્યોઃ ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની

    ૧૩-જુલાઇ-૨૦૧૮

 
ભારતીય હિમાએ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે સ્પ્રિન્ટર હિમા દાસે એક નવો ઈતિહાસ રચી દીધો છે. હિમા દાસે ફિનલેન્ડમાં યોજાયેલી આઈએએએફ વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુરૂવારે 400 મીટર ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તે ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ હતી.
હિમા દાસ હાલ ૧૮ વર્ષની જ છે. તેણે 51.46 સેકન્ડનો સમય લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યું. રોમાનિયાની એન્ડ્રીયા મિક્લોસે 52.07 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે અમેરિકાની ટેલર મેનસને 52.28 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ જીત સાથે જ હિમાને ભારતીયો અભિનંદન આપી રહ્યા છે…
 
હિમાની આ સફળતા પછી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ વીડિયો શેર કર્યો હતો... અને તેને અભિનંદન પાઠવ્યા હતા..