આ સામૂહિક બળાત્કારે સમગ્ર માનવજાતને હચમચાવી મૂકી છે...

    ૧૯-જુલાઇ-૨૦૧૮

 
 
 
આદિવાસી બાળાઓ પર સામૂહિક બળાત્કાર નકસલ ગેંગનું ષડયંત્ર
 
પાંચ આદિવાસી બાળાઓ પર આચરવામાં આવેલ ઘૃણાસ્પદ સામૂહિક બળાત્કાર અને સાંસદ કારિયા મુડાના ખુંટી સ્થિત નિવાસસ્થાનેથી કરવામાં આવેલ પોલીસ કર્મીઓના અપહરણ પથ્થરગઢી વિસ્તારમાં રહેલ ચર્ચ-નક્સલ ગેંગની ખતરનાક રણનીતિ છતી કરે છે.
 
ખુંટીના આર્કી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોચાંગ ગામમાં ૧૯મી જૂને, પાંચ આદિવાસી ક્ધયાઓ પર આચરવામાં આવેલા આઘાતજનક સામૂહિક બળાત્કારે સંપૂર્ણ માનવજાતને હલાવીને રાખી દીધેલ છે. ભોગ બનનાર બાળાઓનો ગુનો એટલો જ કે તેમણે શેરી નાટક દ્વારા માનવ તસ્કરી અને સ્થળાંતર જેવા વિષયો પર જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરેલ. રાષ્ટ્રવિરોધી ચર્ચ-નક્સલ પ્રવૃત્તિને આ પ્રવૃત્તિ તેમના સામ્રાજ્ય સામેનો પડકાર લાગી અને બાળાઓને એવી રીતે દંડી કે ભવિષ્યમાં અન્ય કોઈ બાળાઓ આ પ્રકારનું સાહસ ન કરે.
 
શેરીનાટકના કલાકારોને ‘દંડવાનું’ ષડયંત્ર એટલી ગણતરીપૂર્વક કરવામાં આવેલ કે કોઈને પણ તેની ગંધ સુધ્ધાં ન આવે. આશા કિરણ પ્લે ગ્રુપની આ બાળાઓ ૧૯ જૂનના રોજ કોચાંગ ગામમાં જ્યારે નાટક ભજવી રહી હતી ત્યારે આરસી મિશન દ્વારા સંચાલિત સ્ટોપમેન મેમોરિયલ મિડલ સ્કૂલ કે જે એકાદ કિલોમીટર ગાઢ જંગલમાં આવેલ છે ત્યાં આ જ નાટક ભજવવા માટે આમંત્રિત કરવામાં આવેલ. હજુ આ બાળાઓએ પોતાના નાટકને ભજવવાનું શરૂ કરેલું ત્યાં જ દસ મિનિટમાં છ વ્યક્તિઓ પોતાની મોટરસાયકલ પર ત્યાં આવી ચડી બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રેક્ષકગણ તરીકે ત્યાં ઉપસ્થિત હતા. જ્યારે ગુનેગારો બળજબરીપૂર્વક સાત બાળાઓને લઈ જઈ રહ્યા હતા ત્યારે ફાધર અલફાન્સો એઇન કે જેઓ ક્રિશ્ર્ચિયન મિશનરી શાળાના વડા છે તેમણે ગુનેગારોને સાધ્વીઓને (સાત બાળાઓમાંથી બે ક્રિશ્ર્ચિયન સાધ્વી હતી) મુક્ત કરવાનું કહેતાં જ ગુનેગારોએ સાધ્વીઓને મુક્ત કરી અને નાટ્યમંડળીની પાંચ બાળાઓ અને ત્રણ બાળકોને લઈને જતા રહ્યા.
 
ભોગ બનનાર બાળાઓ દ્વારા સેક્શન ૧૬૪ હેઠળ મળેલ બાતમી મુજબ તેમને એક કાર દ્વારા ગુનેગારોને ગાઢ જંગલમાં લઈ ગયા. પહેલાં તેમને માર મારવામાં આવ્યો પછી તેમને નગ્ન કરી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. આટલું પૂરતું ન હોય તેમ તેમની નગ્ન તસવીરો લેવામાં આવી. સૃષ્ટિ વિરુદ્ધનો ત્રાસ આપતી વેળાની ફિલ્મ જે ઘટના ડિસેમ્બર ૧૬ના રોજ દિલ્હી ખાતે નિર્ભયા સાથે ૨૦૧૨માં થયેલ. તેવી રીતે ત્રણ સહાયક નાટ્યકર્મીઓને પણ અમાનવીય રીતે અત્યાચાર આપવામાં આવેલ અને ત્યાર બાદ તેમને બળાત્કારીઓના પેશાબ પીવાની ફરજ પાડવામાં આવી. જ્યારે ગુનાનો ભોગ બનેલાઓને શાળાએ એકાદ કલાક પછી મૂકવા આવેલા. તેઓએ ફાધર અલફાન્સોને બનાવની વિગત આપેલ. ફાધરે તેમને આ બનાવની વિગત અન્ય કોઈને ન આપવા ધમકાવેલા અને કહેલું કે જો આમ નહીં કરે તો તેમના પરિવારજનોને મારી નાખવામાં આવશે. અલફાન્સોએ જૂન ૨૦ના રોજ ખુંટીની મુલાકાત પણ લીધેલ પરંતુ આ બનાવ અંગેની જાણ કોઈને નહોતી કરેલ. પોલીસને આ બનાવની જાણ જૂન ૨૦ની રાત્રે થાય છે. ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં જૂન ૨૧ના રોજ પોલીસ ગુનેગારોને ઓળખી કાઢે છે અને દાક્તરી પરીક્ષણ પછી કેસ નોંધે છે. પોલીસ ફાધર અલ્ફાન્સો અને તેમના સાધ્વીઓ પર પણ ગુનો નોંધે છે. પોલીસ બે ગુનેગારો અજુબ સાની અને આશિષ લોંગોની ધરપકડ કરે છે અને તેઓએ પોતાનો ગુનો સ્વીકારી લીધેલ છે. ભોગ બનેલાઓએ પણ તેમને ઓળખી કાઢ્યા છે અને પોલીસે અલ્ફાન્સોની તપાસ હાથ ધરી છે.
 
માધ્યમો તથા કથિત બુધ્ધિજીવીઓ મૌન કેમ?
 
બધા જ પીડિતો અનુસૂચિત જન જાતિના છે અને આમાંની એક તો કોચાંગ ગામની જ છે. સમગ્ર રાષ્ટ્રમાં એસ.સી.એસ.ટી. જાતિના લોકો સામે થતા અત્યાચારો સામે ઊઠી રહેલી ઉગ્ર પ્રતિક્રિયાઓ આ અમાનવીય બનાવની દરકાર લે એવું અપેક્ષિત છે. પરંતુ ટીઆરપી ભૂખી ટીવી ચેનલો દ્વારા જ નહીં પરંતુ પ્રગતિશીલ વિચારકોની ટોળીઓ તેમજ ભારત તોડો સેના દ્વારા કે જેઓ હંમેશા મીણબત્તીઓ તેમજ સૂત્ર-પાટિયાં સાથે સજ્જ હોય છે તેમનું આ વિષયના સંદર્ભમાં રાખવામાં આવેલ ભેદી મૌન એવું પ્રતિપાદિત કરે છે કે તેમના વિરોધો આરોપીના ધર્મ અને વિચારધારાને આધારે નક્કી થાય છે. આનાથી દયાજનક શું હોઈ શકે કે એવા ‘કલાકારો’ કે જેઓ હંમેશાં પોતાના ગળામાં હાય-હાયનાં સૂત્ર-પાટિયા સાથે ફોટો સેશન માટે હંમેશા તત્પર હોય. તેઓ પણ મૌન છે કે, જ્યારે ભોગ બનનાર પીડિતો તેમના જ વર્ગમાંથી આવે છે. તેઓ એવું જાણીને મૌન છે કે આ ગુનામાં નક્ષલ-ચર્ચની યુતિ સંડોવાયેલ છે.
 
ચર્ચ અને નક્ષલ ટોળી દ્વારા અપનાવવામાં આવેલ આ પ્રકારનો અમાનવીય અત્યાચારી માર્ગ પીડિતોના અવાજને ડામી હૃદય પર પ્રહાર કરવા માટે પર્યાપ્ત છે. કોચાંગ ગામનું જંગલ કે જ્યાં આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ છે એ નક્ષલવાદીઓ ‘પીપલ્સ લીબરેશન ફ્રંટ ઓફ ઇન્ડિયા’ (PLFI) અને ચર્ચનો ગઢ ગણવામાં આવે છે. આ વિસ્તાર અફીણની ખેતી માટે પણ કુખ્યાત છે. એક વર્ષથી આ વિસ્તાર પથ્થરગઢીના સમર્થકોના કબજામાં છે. પથ્થરગઢીનો નેતા જ્યોર્જ જોનાસ ફીડો આ ગુના પાછળનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે.
 
મતાંતરણ માટે ચર્ચ નકસલવાદીઓનો ઉપયોગ કરે છે
 
એવું કહેવાય છે કે ચર્ચ અને નક્ષલ ઘણા લાંબા અરસાથી ધર્મ પરિવર્તન અને માનવ તસ્કરીમાં એકબીજાના સરખા હિસ્સેદાર છે. તેઓ સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ખોટી રીતે ઉકસાવી અને ભડકાવવાનું કામ કરે છે. પથ્થરગઢી આંદોલનથી એ ખુલ્લું પડે છે. ખુંટી એ ઝારખંડનો એક એવો વિસ્તાર છે કે જ્યાં પથ્થરગઢીને લગતી સૌથી વધુ ઘટનાઓ નોંધવામાં આવેલ છે.
 
સામૂહિક બળાત્કારની ઘટના બાદ જે રીતે સાંસદ કારીયા મુંડાના અનિગઠા ચંડી સ્થિત નિવાસસ્થાનેથી ત્રણ પોલીસ કર્મચારીઓનાં અપહરણ અને તેમને સોંપવામાં આવેલ રાઈફલ્સની ચોરી પથ્થરગઢી સેનાની પ્રશાસન વિરુદ્ધ કરવામાં આવતી તૈયારીથી આપણને અવગત કરાવે છે. જૂન ૨૦થી આશરે ૧૦૦૦ સુરક્ષાકર્મી તેમજ પોલીસનો સ્ટાફ અપહૃત પોલીસ કર્મચારીઓની તપાસ કરી રહેલ છે, પરંતુ હજુ સુધી એટલે કે ૨૪ જૂન સુધી કે જ્યારે આ માહિતી તૈયાર થઈ રહેલ છે તેમની કોઈ ભાળ મળેલ નથી.
 
ફાધર અલફાન્સોને સામૂહિક બળાત્કારના કાવત્રાખોર અને ગુનેગારોને આશ્રયદાતા તરીકે પણ આલેખી શકાય. પીડિતોએ પોતાનાં નિવેદનોમાં તેમના નામનો ઉલ્લેખ કરેલો છે. પોલીસના અધિક મહાનિયામક શ્રી આર. કે. મલિકે પણ મીડિયાને જણાવેલ છે કે ફાધર અલફાન્સોએ જ નાટ્ય મંડળીને મિશનરી શાળામાં નાટક કરવાનું આમંત્રણ પાઠવેલ. જ્યારે ગુનેગારો આવેલ, બે સાધ્વીઓ (ક્રિશ્ર્ચિયન)ને મૂકી બાકીની પાંચ બાળાઓને બે કલાક માટે લઈ જવાની પરવાનગી આપેલ. ફાધરને દંડવાની જગ્યાએ ચર્ચ તેમનો બચાવ કરતાં એવું કહી રહ્યું છે કે ખ્રિસ્તીઓ પ્રત્યેની ક્ધિનાખોરીનો આ એક ભાગ છે. કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા (CBCI) કે જે ભારત ખાતેની રોમન કેથોલિક ચર્ચની સૌથી મોટી સંસ્થા માનવામાં આવે છે, જેમના દ્વારા ૨૪ જૂનના નિવેદનમાં કહેવામાં આવેલું કે ઝારખંડ સરકાર દ્વારા તેમને ‘નિશાન’ બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચા (JMM) દ્વારા પણ પોલીસ દ્વારા કરવામાં આવેલ ફાધર અલફાન્સોની ધરપકડ પર વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ છે.
 
આ ક્રૂર સામૂહિક બળાત્કાર અંગેના સમગ્ર રાષ્ટ્રવ્યાપી શોક વચ્ચે નેશનલ કમિશન ફોર વુમન (NCW)ની ત્રણ સભ્યોની ટીમે ૨૪ જૂનના રોજ પીડિતોના ખૂંટી ખાતે નિવેદનો લીધેલ. પીડિતોને ન્યાય, ગુનેગારોને કડક સજા અને પથ્થરગઢીની ચર્ચ અને નક્ષલ યુતિ સામે નક્કર પગલાંઓ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી હાથ ધરે એ સમયની માંગ છે. આદિવાસી વિસ્તારોમાં પથ્થરગઢીએ સમાંતર પ્રશાસન વ્યવસ્થાની સાથોસાથ પોતાની બેંક તેમજ શિક્ષણ-વ્યવસ્થા પણ પ્રસ્થાપિત કરેલ છે. પોલીસકર્મી સહિત બહારની કોઈપણ વ્યક્તિને અહીંનાં અનેક ગામોમાં પ્રવેશ નિષેધ છે. (વધુ માહિતી માટે Organiser ૨૦-મે-૨૦૧૮નો અંક જુઓ) સ્થાનિક લોકો માટે પણ એમનો સ્પષ્ટ સંદેશ છે. ‘અમારી સાથે જોડાઓ અથવા નાશ પામો.’ આ જ વસ્તુ સામૂહિક બળાત્કારની પીડિતાઓ સાથે બની. ચર્ચ-નક્ષલ ટોળી દ્વારા આચરવામાં આવતી આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અન્ય કોઈ રાજ્યોમાં પોતાનું માથું ઊંચકે એ પહેલાં મજબૂત હાથોથી કચડી નાખવી જોઈએ.