ગુરૂપૂર્ણિમાના દિવસથી રામકથાનું રજવાડું ‘સાધના’ ની વેબસાઈટ પર...

    ૨૩-જુલાઇ-૨૦૧૮

 
 
ગુરૂપૂર્ણિમાના દિવસથી રામકથાનું રજવાડું ‘સાધના’ ની વેબસાઈટ પર...
 
ગુરૂપૂર્ણિમાના પાવન  દિવસથી વિશ્વવંદનીય સંત શ્રી પૂ. મોરારિબાપુની કોલમ સાધનાના અંકમાં "માનસમર્મ"
નામે અને વેબસાઈટ પર "મોરારિબાપુ કલમે" શરૂ થઈ રહી છે. જેનું આલેખન સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરદ્વાર ગોસ્વામી કરશે...
પૂ. બાપુએ ૫૦૦થી વધુ કથાઓ ગુજરાતીમાં કરીને માતૃભાષાની બહુમૂલ્ય સેવા કરી છે. કથા દરમિયાન અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોનું વટવૃક્ષ વિસ્તરતું રહે છે. સંતશ્રી તુલસીદાસ પછી રામાયણને ઘેર ઘેર પહોંચાડવાનો શ્રેય બાપુને જ આપવો રહ્યો. હજારોની માનવ મેદનીને જીવન શિક્ષણના પાઠ ભણાવ્યા છે. કથા દરમિયાનના એ પ્રસંગ પારિજાત ‘સાધના’ના વાચકો હવે ઘેર બેઠા માણી શકશે. પૂજ્ય બાપુને રામકથાનું રજવાડું કહી કવયિત્રી રક્ષા શુક્લએ બાપુને પોંખ્યા છે. તેમની એ કવિતામાં તરબોળ થતાં આવતા અંકની રાહ જોઈએ...
 
રામકથાનું રજવાડું છે
રાજીપાની રમણા ‚ડી,
ત્રેવડનું ધસમસ ધાડું છે.
‘ત્રિભુવન’ કહેતા તીરથ પામે,
બેઉ હાથમાં બે લાડું છે.
ખૂણે ખાંચરે ફરતું રહેતું,
સત સંગત સમરથ ઝાડુ છે.
રામકથાનું રજવાડું છે.
- રક્ષા શુક્લ