‘નમક હરામ’, ‘બદજાત’, ‘કમબખ્ત’ ‘ગવાર’, ‘જાહિલ’ અને ‘બદમાશ’ આ શબ્દો કોના માટે વપરાય?

    ૨૭-જુલાઇ-૨૦૧૮

 
 
 
સુહરાવર્દીના માર્ગે મુસ્લિમ નેતાઓ
 
દલિત-મુસ્લિમ ગઠબંધનનાં ભ્રામક સૂત્રો આપી ઓવૈસી જેવા મુસ્લિમ નેતા થોડાક સમય માટે સમાજને આડે રસ્તે દોરી જઈ પોતાની રાજનીતિ ચમકાવી શકે છે, પરંતુ વાત જ્યારે ઇસ્લામ ઉપર આવશે ત્યારે ‘દલિત’ કાફિર હશે અને ઓવૈસી જેવા નેતા ‘ઇસ્લામની શિખામણ’ અમલમાં લાવશે.
આજે વિઘટનકારી તત્ત્વ ભારતની જનતા ઉપર પોતાની રાજનીતિ ચમકાવવા માટે બેધારી તલવારનો ઉપયોગ કરી રહી છે. અસદુદ્દીન ઓવૈસી મુસલમાનોને ગેરમાર્ગે દોરી ‘દલિત-મુસ્લિમ એકતા’ના સોનેરી સપનાં જોઈ રહ્યા છે. એવામાં આ પ્રકારના દુષ્પ્રચાર પર આપણો ઇતિહાસ શું કહે છે, તેને દલિત અને ભારતીય મુસલમાનોની સામે સ્પષ્ટ ‚પથી રાખવો જ‚રી છે, જેથી તેઓ જાણી શકે કે વાસ્તવિકતા શું હતી, શું છે અને આગળ ભવિષ્યમાં કેવી રહેશે.
 
આજે ધર્મનિરપેક્ષ ભારતમાં ઓવૈસી દલિત-મુસ્લિમને એકજૂટ કરવાની ગરજથી વિષેલાં સૂત્રો ઉછાળી રહ્યા છે. જ્યારે ઇતિહાસ પોકારી-પોકારીને બોલી રહ્યો છે કે આ એ જ નારા છે જે ઝિણાએ ૧૯૪૭ પહેલાં લગાવ્યા હતા અને સર સૈયદ અહમદ ખાંની પણ કંઈક આવી જ વિચારસરણી હતી.
 
૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં હિન્દુઓ, મુસલમાનો અને તમામ જાતિઓએ મળીને જે સંઘર્ષ કર્યો હતો એનાથી અંગ્રેજોના પિઠ્ઠુ સર સૈયદ અહમદ ખાં પરેશાન થઈ ગયા હતા. ૧૮૫૭ના આ મહાન સંઘર્ષને આ મહાશયે ખોટો જ નથી બતાવ્યો પરંતુ જે રીતની ભાષા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા મુસલમાનો માટે વાપરી તે એ વાતને સાબિત કરે છે કે મુસ્લિમ સમાજની જાતિઓને સૈયદ અહમદ ખાંએ નીચ દેખાડ્યા. આ ક્રાંતિકારીઓને તેમણે માત્ર અવિવેકી, નગુણા જ ન કહ્યા પરંતુ તેમને ‘નમક હરામ’, ‘બદજાત’, ‘કમબખ્ત’ ‘ગવાર’, ‘જાહિલ’ અને ‘બદમાશ’ સુધી કહ્યું અને ખુદ એવું માની લીધું કે એમાંથી મોટાભાગના વણકર અને કસાઈ હતા.
 
સૈયદ અહમદ ખાંનો ઉદ્દેશ્ય એવું સાબિત કરતો હતો કે એમાં ઉચ્ચ વર્ગના કુલીન મુસલમાનોએ ભાગ લીધો ન હતો. માત્ર એ ‘બદમાશો’ અને ‘બદજાતો’નું કામ હતું. સૈયદ અહમદ ખાં અંગ્રેજો સાથે મળીને હિન્દુઓની વિરુદ્ધ એંગ્લો-મુસ્લિમ ગઠબંધન બનાવવા માગતા હતા. તેમના દ્વારા સ્થાપિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આજદિન સુધી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના માટે બંધારણીય નીતિની વિરુદ્ધ અનામતની કોઈ જોગવાઈ નથી. જ્યારે પણ આ અનામતની માગણી કરવામાં આવે છે ઓવૈસી જેવા નેતા એનો વિરોધ કરે છે, તો બીજી તરફ ‘દલિતો’ને મુસલમાનોની સાથે મિલાવી રાજનીતિ કરવા માટે પ્રેરિત કરે છે. આ કેવા મુખોટા છે તે તમે જ વિચારો. ઇસ્લામના અનુયાયીઓનું એવું માનવું છે કે તેમના ત્યાં કોઈ જાત-પાત નથી. સમાજશાસ્ત્રીઓએ એના ઉપર ઘણું બધું લખ્યું છે અને હું માત્ર એટલું જ નહીં કહું કે એમની કથની અને કરનીમાં બહુ મોટું અંતર છે.
 
જો આ કથની સાચી હોત તો સૈયદ અહમદ ખાં સ્વતંત્રતા માટે લડનારાઓને ‘બદમાશ’ ન કહેત. એટલું જ નહીં આઝાદ ભારતમાં પણ તેમણે સાંપ્રદાયિકતાના નામ પર મુસ્લિમ નેતૃત્વને સંભાળ્યું, તેમણે ક્યારેય શું ‘બદજાતો’ ઉપર ધ્યાન આપ્યું ? ઓવૈસીને મારો એવો સવાલ છે કે જ્યારે ભારતીય મુસલમાન ગરીબ છે, પીડિત છે, અશિક્ષિત છે, બેરોજગાર છે, તો એ ખુદ અને તેમનો પરિવાર આટલો ભણેલો-ગણેલો અને ધનવાન કેવી રીતે થઈ ગયો ?
 

 
 
શું આ સવાલ તેઓ ખુદને પૂછી શકશે ? શું આઝમ ખાન એનો જવાબ આપી શકશે ? જવાબ સ્પષ્ટ છે. પોતાના અને પોતાના કુટુંબને સંપન્ન અને મહત્ત્વપૂર્ણ બનાવવા માટે તેઓ મુસ્લિમોના પછાતપણાનો અવાજ ઉઠાવી અને વોટ લઈ તેમને પછાતપણામાં જ લદાઈ રાખવા માંગે છે.
 
ઓવૈસી એ જ કરી રહ્યા છે જે ઝિણા અને સુહરાવર્દીએ કર્યું હતું. આજે પણ પાકિસ્તાનમાં બલૂચ, પખ્તૂન, કાશ્મીરી મુસલમાન અને ગરીબ મુસલમાનોના કેવા હાલ છે ? લઘુમતીઓનું ઉત્પીડન થઈ રહ્યું છે. પછી તે હિન્દુ હોય, ઈસાઈ હોય કે શિયા હોય. તેઓ કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે ? એવામાં જે સમજે છે કે દલિતોનું ઉત્થાન આવા સાંપ્રદાયિક ઝેર ફેલાવનારાઓના હાથથી થઈ જશે, તેમણે ૮ ઑક્ટોબર, ૧૯૫૦ના રોજ દલિત નેતા જોગેન્દ્રનાથ મંડળ દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલીને લખેલો પત્ર જ‚ર વાંચવો જોઈએ. અનુ. જાતિના ૨૧ ધારાસભ્યોની સાથે ૧૯૪૩થી મંડળે બંગાળમાં મુસ્લિમ લીગને મદદ કરી હતી, કારણ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે દલિતો અને મુસલમાનોની સ્થિતિ એક જેવી છે.
 
૧૯૪૬માં મુખ્યમંત્રી સુહરાવર્દીએ પોતાના મંત્રીમંડળમાં માત્ર એક જ અનુસૂચિત જાતિના મંત્રી બનાવ્યા હતા, જોગેન્દ્રનાથ મંડળ. પરંતુ જે વખતે નોઆખલીમાં રમખાણો થયાં એમાં અનેક અનુસૂચિત જાતિઓના લોકોને મારી નાખવામાં આવ્યા અને સેંકડોને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા, પરંતુ મંડળ તો પણ એવો વિશ્ર્વાસ કરતા રહ્યા કે મુસ્લિમ લીગ સાથે સહયોગ દલિતોના ઉત્થાનમાં સહાયક છે અને વિધાનસભામાં તેમણે મુસ્લિમ લીગની સરકારને અવિશ્ર્વાસ પ્રસ્તાવથી બચાવવામાં મદદ કરી. મંડળ રમખાણો થવા છતાં પણ ઝિણાના ભક્ત બનેલા રહ્યા, કારણ કે ૧૧ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ઝિણાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘હિન્દુઓ અને મુસલમાનોની સાથે બરાબરનો વ્યવહાર થશે, કારણ કે તેઓ બધા હવે પાકિસ્તાની છે.’ વિભાજનના સમયે મંડળે બંગાળની અનુસૂચિત જાતિને ૭૦ લાખ લોકો સાથે પાકિસ્તાનમાં રહેવાની અપીલ કરી જે તેમણે માન્ય રાખી અને પાકિસ્તાન બન્યા બાદ મંડળને કાયદામંત્રી બનાવવામાં આવ્યા.
 
ખ્વાજા નજીમુદ્દીને પૂર્વ પાકિસ્તાનમાં અનુસૂચિત જાતિના બે મંત્રી બનાવવાની પણ ના પાડી દીધી અને લિયાકત અલી પણ મંડળની આ માંગ માટે આના-કાની કરતા રહ્યા. મંડળ લિયાકત અલી સાથે સતત અનુસૂચિત જાતિઓની સમસ્યાઓ અને તેમની સાથેના ભેદભાવની ચર્ચા કરતા રહ્યા. પોલીસ અને વહીવટીતંત્રની વિરુદ્ધ લેખિત ફરિયાદો પણ કરવામાં આવી, પરંતુ તેને સાંભળવામાં ન આવી.
 
મંડળે લખ્યું કે, ‘ફરીથી અનુસૂચિત જાતિના લોકોની ઉપર અત્યાચાર કરવામાં આવ્યા અને આ અત્યાચારોએ મને વ્યથિત કરી દીધો. સ્થાનિક મુસલમાનો અને પોલીસવાળાએ તેમને માર્યા. લૂંટ્યા અને ગર્ભવતી સ્ત્રીઓ સુધ્ધાંને નથી છોડી. આ પ્રકારની બીજી ઘટના બારીસાલ જિલ્લામાં બની. ત્યાં પણ હિન્દુઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા.’ જોગેન્દ્રનાથ મંડળે પોતાના પત્રમાં પૂર્વ પાકિસ્તાનમાં દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારોનો સતત હવાલો આપ્યો. મંડળ પાછા ભારતમાં આવી ગયા અને પોતાનું રાજીનામું મોકલી આપ્યું.
 
વર્તમાન સંજોગોમાં અનુસૂચિત જાતિના લોકો અને ગરીબ મુસલમાનોએ એવા નેતાઓની વાતોથી ભટકવું ન જોઈએ, જેઓ વર્ષોથી સમાજનું શોષણ કરી ખુદ સમૃદ્ધ થતા રહ્યા છે. એવામાં તેમણે જોગેન્દ્રનાથ મંડળના પત્રને ધ્યાનથી વાંચવો જોઈએ અને એની સાથેસાથે આજના મુસ્લિમ દેશોમાં ગરીબ, લઘુમતી અને પછાતોની શું સ્થિતિ છે, તેના ઉપર મંથન કરી રાજકીય નિર્ણય લેવો જોઈએ.
 
***
 
- પ્રો. કપિલ કુમાર 
(સાભાર : પાંચજન્ય, તા. ૧૫ જુલાઈ, ૨૦૧૮)