મંગળવારે ઇગ્લેન્ડ સામેની ટી૨૦ મેચમાં ધોની,કોહલી, કુલદીપ એન કે.રાઉલના અનોખ રેકોર્ડ બન્યા…

    ૦૪-જુલાઇ-૨૦૧૮ટીમ ઈન્ડીયાએ ઇગ્લેન્ડના પ્રવાસની શરૂઆતમાં જ શાનદાર જીત મેળવી છે. મંગળવારે રમાયેલી પહેલી ટી૨૦ મેચમાં ભારતે ઇગ્લેન્ડને ૮ વિકેટે હરાવ્યું છે. તમને જાણાવી દઇએ કે ભારત – ઇગ્લેન્ડ વચ્ચે આ પ્રવાસ દરમિયાન ૩ ટી૨૦, ૩ વન-ડે અને ૫ ટેસ્ટ મેચ રમાવાની છે. ૩ ટી૨૦ મેચમાંથી ભારતે પહેલી મેચ જીતી લીધી છે.


 
 

# આ મેચ આમતો સાધારણ હતી પણ આ મેચમાં ભારતના એક સાથે અનેક ખેલાડીઓએ સિદ્ધી મેળવી છે. મેચમાં સદી ફરકારનાર કે. રાઉલે સૌથી ઓછી મેચમાં ૫૦૦ (૧૩) રન બનાવવાની સિદ્ધી નોંધાવી છે. આ મેચમાં પણ તેણે માત્ર ૫૪ બોલમાં ૧૦૧ અણનમ રન બાનાવ્યા હતા. આ રાઉલની બીજી ટી૨૦ મેચની સદી હતી.

# એજ રીતે કેપ્ટન વિરાટા કોહલી પણ આ મેચ દરમિયાન આતંરતાષ્ટ્રીય ટી૨૦ મેચમાં સૌથી ઝડપી ૨૦૦૦ રન બનાવનાર ખેલાડીની સિદ્ધી મેળાવી છે. તેણે ૬૦મી મેચમાં પોતાના ૨૦૦૦ રન પૂરા કર્યા હતા.જે એક રેકોર્ડ છે.


 
 

# ડાબોડી ફીરકી બોલર કુલદીપ યાદવનો પણ આ દિવસ હતો. તેણે માત્ર ૨૪ રન આપી ૫ વિકેટ લીધી. જે હવે તેનો બેસ્ટ સ્કોર છે. બે બોલમાં બે ખેલાડીને શૂન્ય પર સ્ટંપિગ આઉટ કરનારો તે પહેલો આતંરષ્ટ્રીય ટી૨૦ બોલર બન્યો છે.


 
 

# હવે વાત ધોનીની. તેનો પણ આ મેચમાં અનોખો રેકોર્ડ થયો છે. ટી૨૦ મેચમાં સૌથી વધુ સ્ટપિંગ કરનાર વિકેટ કીપરની યાદીમાં મહેન્દ્રસિંહ ધોની હવે પહેલા સ્થાને આવી ગયો છે. આ મેચમાં તેણે સળંગ બે સ્ટપિંગ કરી મોટી ઉપલબ્ધિ મેળવી છે.