વાંદરાએ દેશી બોમ્બ ભરેલી પોલિથિનની થેલી ફેંકી : ધડાકો થતાં ત્રણને ઈજા

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૮


 

ઉત્તર પ્રદેશના ફતેપુરામાં એક વાંદરાએ આતંક મચાવ્યો હતો. વાંદરાએ દેશી બોમ્બ ભરેલી એક કોથળી ફેંકતાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાને પગલે એક બાળક સહિત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્લાસ્ટિકની થેલીમાં એવા પ્રકારનો બોમ્બ હતો જે કોઈ વસ્તુ સામે અથડાવાથી વિસ્ફોટ થાય.

અહેવાલો મુજબ ૬૦ વર્ષના ગુલાબ ગુપ્તા અને તેમનો પાંચ વર્ષનો પૌત્ર સમ્રાટ ઘરની બહાર સ્કૂલ બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. સમયે વાંદરાએ દેશી બોમ્બ ભરેલી પોલિથિનની થેલી તેમના પર ફેંકી હતી. ધડાકા સાથે બોમ્બ ફાટતાં બંને દાદા-પૌત્ર અને રસ્તામાંથી પસાર થઈ રહેલ અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘવાયા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આજુબાજુવાળા દોડી આવ્યા હતા અને ત્રણેયને નજીકની હૉસ્પિટલે ખસેડી પોલીસને ઘટના વિશે જાણકારી આપી હતી.