કેરલથી એક ફોટો આવ્યો છે, આ ફોટા પાછળની કહાની એવી છે કે...

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૮

 
 
કેરલથી એક ફોટો આવ્યો છે. ચારે તરફ પાણીમાં ડૂબેલા કેરલના એક મકાનના ઘાબા પર ઘરવાળાઓએ મોટા અક્ષરે થેન્ક્સ લખ્યું છે. સોશિયલ મીડિયા પર હાલ આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટા પાછળની કહાની એવી છે કે કેરલ હાલ પૂરથી ગ્રસ્ત છે. જાન-માલનું નુકશાન અનેક ગણું થયું છે. આવા મુશ્કેલીના સમયે દેશની સેનાના જવાનો કેરલના લોકોની મદદે આવી છે. ૧૭ ઓગષ્ટના રોજ નૌસેનાના જવાનોએ આ ઘરના આજ ધાબા પરથી બે મહિલાનો જીવ બચાવ્યો હતો. આથી જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરવા સ્થાનિક લોકોએ આ જ ઘાબ પર સફેદ રંગથી THANKS લખી દીધુ હતું…