અહંકારના આકાશમાં કદી સૂર્ય નથી ઊગતો

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૮   

 
પોતાનો જીવ લેવાનું કાવતરું કરનાર સિનાને દંડ આપવાના વિચારમાં સીઝર ઓગસ્ટસ સ્તબ્ધ બેઠો હતો. ત્યાં રાણી લિવિયા આવી. ચિંતાનું કારણ જાણી તે બોલી, મહારાજ, રોગ ઉપર એક ઔષધની કારી ન ફાવે ત્યારે ઘણીવાર તેથી ઊલટા જ ગુણનું ઔષધ અજમાવાય છે, એવી રીતે શિક્ષાથી કાવતરાનો અંત નથી આવતો તો ક્ષમાનો આશરો લઈ જુઓ અને ખરેખર સીઝરે અહંકારને કોરાણે મૂકી ક્ષમા આપવાથી સિના તેનો આજીવન મિત્ર બની રહ્યો.
 
આ ‘પ્રસંગપરાગ’ને મસ્તકના પુસ્તકમાં આજીવન સાચવી રાખવા જેવી છે. સમગ્ર વિશ્ર્વમાં બધા વ્હાલથી કામ થયાં છે, વેરથી તો બગડ્યાં જ છે. વિનમ્રતા સામે અહંકાર પાણી બતાવી શકતું નથી. બલ્કે પાણી ભરે છે. ગર્વ કિયો સોઈ નર હાર્યો. સુખ, સંપત્તિ, પુત્ર, સેના, સહાયકો, જયજયકાર, વિજય, બળ, બુદ્ધિ અને બડાઈના દસ મસ્તકધારી રાજા રાવણનું પણ અભિમાન ટક્યું નથી, તો આપણું શું ગજું, ગજવું અને ગાજવું ! જિંદગીનું સોનેરી સૂત્ર છે કે ખુશ રહેવું અને સૌને ખુશ રાખવા. રસ્તા પરના ભિખારીના કોઈ દુશ્મન હોતા નથી અને સમૃદ્ધ લોકોના કારણ વગરના દુશ્મન હોય છે. તમે ચાલીને જતા હો ત્યાં સુધી લોકોને કોઈ વાંધો હોતો નથી, પણ જેવા કારમાં બેસવાનું શ‚ કરો કે લોકોના પ્રશ્ર્નો શ‚ થાય છે. આપણે મોજમાં રહીએ છીએ લોકોને એ જ તકલીફ છે. ગરીબાઈનાં ગીત ગાઈએ તો વાંધો નથી, જેવું મોજનું મુક્તક છેડો કે વિવેચન શરૂ કરે છે.  सबसे बडा रोग क्या कहेंगे लोग ।  આવા ઓટલા અધ્યક્ષ અને ચોરાના ચેરમેન માટે એક જ સૂત્ર હોય ‘ઇગ્નોરાય નમ:’. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ તમારી ઈર્ષા કરનારા લોકોની સંખ્યા વધતી જશે. ત્યારે આ મંત્ર મનોમન બોલી લેવો.
 
ભોલેનાથ ત્રણ વ્યક્તિના મસ્તકનો શિરચ્છેદ કરે છે. બ્રહ્માને પોતાના સર્જનનો અહમ્ આવે છે ત્યારે એનું મસ્તક કાપે છે. દક્ષને અભિમાન આવે છે ત્યારે એનું શિર હણે છે. ગણેશજીમાં દ્વારપાળનો અહમ આવે છે ત્યારે માથું હણે છે. પછી શિવને ખ્યાલ આવે છે કે ‘મે ગર્વમાં ખોટું કર્યું’ તો ઘડીનો પણ વિલંભ કર્યા વગર પુન: મસ્તક સ્થાપન કરે છે. આ સહજ સ્વીકારને કારણે જ મહાદેવને દેવાધિદેવ કહીએ છીએ. કદાચ ક્યારેક આપણે ભૂલથી મદનું મદ્યપાન કરી લઈએ તો પણ એને સુધારી લેવી જોઈએ. જેટલો માણસ નાનો એટલો એનો અહમ્ મોટો. જેટલો માણસ મોટો એટલો એનો અહમ્ નાનો. ઇગોને ગો કહેવામાં જ મજા છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે ગુસ્સો લક્ષ્મીનો, આશા ધીરજનો, ઘડપણ ‚પનો, ઈર્ષા આચરણનો, ખરાબ સંગત ચારિત્રનો, કામ શરમનો, મૃત્યુ પ્રાણીનો અને અહંકાર બધી જ વસ્તુનો નાશ કરે છે. ૧૪૫ વર્ષ પુરાણું કવીશ્ર્વર દલપતરામ કૃત નાટક ‘મિથ્યાભિમાન’ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. નિર્વાણષટકમાં શંકરાચાર્ય કહે છે કે
‘मनौबुद्धिद्धय अहड्कार चितानी नहम, न च श्रोत्रः जिहवे न च ध्राण नेत्र,  न च व्योम भूमिर न तेजो न वायु, चिदानन्द रुपाः शिवोहं शिवोहं |'
 
અહંકારનો લોપ થાય ત્યારે જ ઓમ્નો ઉદ્ભવ થાય છે. સુખની જમણી બાજુ શાંતિ બેઠી હોય તો એ ‚ડું લાગે અને ડાબી બાજુ અહમ બેઠો હોય તો સુખ પણ સંતાપ બની જાય છે. એકવાર તલગાજરડાથી હું પદયાત્રામાં નીકળ્યો. મને એકાંત માણવાની ઇચ્છા થઈ એટલે મેં બધાને કહ્યું કે તમે આગળ ચાલો, હું પાછળ પાછળ આવું છું. એટલામાં એક ખેડૂતે આવીને મને કહ્યું કે ‘મોરારિબાપુ નીકળી ગયા ?’ મેં કહ્યું કે હું જ મોરારિબાપુ છું. એણે જવાબ આપ્યો કે કાળી શાલ નાખી દો એટલે કંઈ મોરારિબાપુ ન બની જવાય. એક ક્ષણ માટે અહંકાર આવી ગયો પણ બીજી ક્ષણે નીકળી ગયો. એ યાદ આવ્યું કે આપણે તો વિનમ્રતાના વારસ બનવાનું છે અને નિરંજન ભગતથી નરસિંહ ભગત સુધીના ગાયક છીએ. ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે’ એ જ આપણું જીવનસૂત્ર.
 
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી