પ્રકરણ – ૧૦ : છ દિવસ તડપાવ્યા પછી મલ્હારે કરેલા મેઈલમાં શું હતું ?

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૮    

સવારે ગુલાલ અમદાવાદ એરપોર્ટ પર ઊતરી ત્યારે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. દસ દિવસ પહેલાં અહીંથી મુંબઈ ગયેલી ગુલાલ નામની છોકરી હવે સંપૂર્ણ સ્ત્રી બનીને પાછી આવી હતી. એરપોર્ટ પર ડ્રાઇવર ગાડી લઈને લેવા આવ્યો હતો. બેક સીટમાં બેઠેલી ગુલાલ વિચારી રહી હતી. પોતે હવે વર્જીન નથી રહી. પણ પછી એણે જાતે મન મનાવ્યું. તો શું થઈ ગયું, તિરાડ ક્યાં પછડાવાથી લાગેલી છે, તો કોઈના નાજુક પ્રેમભર્યા સ્પર્શથી થયેલો મીઠો લસરકો છે.

હોન્ડા સીટીના એફ.એમ રેડિયો પર એક સોંગ ચાલી રહ્યું હતું, ‘ સીધે સાદે સારા સૌદા... સીધા સીધા હોના જી... મૈંને તુકો પાના હૈ યા તુને મૈં કો ખોના જી...’

એને યાદ આવ્યુ. સોંગ મલ્હારનું પ્રિય સોંગ હતું. મુંબઈમાં એના હાથમાં હાથ નાંખીને ફરતી વખતે હંમેશાં સોંગ ગણગણ્યા કરતો હતો. એના મોબાઈલના ઈયર ફોનમાં હંમેશાં સોંગ સાંભળ્યા કરતો. એને કહેતોયે ખરો, ‘ગુલાલ, આપણી વચ્ચે થયેલો સંબંધ પણ એક સોદો છે. પ્રેમનો સોદો. જેમાં સ્વાર્થને સ્થાન નથી અને લાગણી છલોછલ છે. સોદો છે એકના સપના અને બીજાના અરમાનો લઈને ઊડવાનો સોદો, એકની પાંખો અને બીજાની આંખો લઈને ઇશ્કના આકાશમાં વિહરવાનો સોદો.

ગુલાલની આંખોને જાણે પાંખો આવી. મલ્હાર સાથે ગાળેલા મખમલી દિવસોની યાદના આકાશમાં ઊડવા લાગી અને કાન એકકાન થઈ લવલી સોદેબાજીના સોંગને ઝીલતા રહ્યા. અને ગુલાલ ઘરે પહોંચી.

***

મોમ, મારે તને એક વાત કરવી છે.’ ગુલાલે દિવસે એની મમ્મી કૌશલ્યાબહેનને વાત કરી!

હા, બોલને બેટા, કોઈ દિવસ નહીં ને આજે કેમ પૂછવું પડ્યું ?’

પૂછવું પડે એમ છે. તારી પરવાનગી લેવાની છે.’

કોઈના પ્રેમમાં છો? લગ્ન કરવાં છે? જમાનાના ખાધેલ કૌશલ્યાબહેને માથા પરથી સરકી આવેલા સફેદ સાડલાને સરખો કરતાં સીધો પ્રશ્ર્ન કર્યો. થોડીવાર તો ગુલાલ ઓઝપાઈ ગઈ. પછી હળવેકથી બોલી, ‘હા, મમ્મી! મુંબઈમાં હું એક છોકરાને મળી હતી. આમ તો ઘણા સમયથી અમે સોશિયલ મીડિયામાં કનેક્ટેડ હતાં. ફ્રેન્ડ હતાં પણ મળી પહેલીવાર..’

છોકરાનું નામ શું છે? કેવો છે, શું કરે છે?’

એનું નામ મલ્હાર છે. અનાથ છે અને ગરીબ છે. પણ મોમ, હું એને ખૂબ પ્રેમ કરું છું. અનાથ હોવાથી કંઈ...’

કૌશલ્યાબહેને એને અધવચ્ચે અટકાવી, ‘મેં તને ક્યાં કંઈ કહ્યું ! તું બચાવ ના કર. ગરીબ અને અનાથ હોવું કંઈ ગુનો નથી. અસંસ્કારી હોવું ગુનો છે. છતાં તું એને અહીં બોલાવી લે પછી બધી વાત...’

થેંક્સ મોમ... ગુલાલ એને ભેટી પડી…’

***

ગુલાલ ઓફિસમાં બેઠી હતી. સામે અંતરા બેઠી હતી. મલ્હાર સાથેની મુલાકાતોનું દસે-દસ દિવસનું સરવૈયું એણે અંતરા સામે રજુ કરી દીધું, ‘અંતરા, અમારી વચ્ચે કોઈ પરદો નથી રહ્યો !

અંતરા થોડીવાર મૂંઝાઈ પછી બોલી, ‘કોઈ વાંધો નહીં, મને ખબર છે તું ખરેખર એના પ્રેમમાં છે, લગ્ન એની સાથે કરવાની છે એટલે કોઈ વાંધો નથી. આવું તો આજકાલ ચાલ્યા કરે છે.’

મેં મમ્મીને પણ વાત કરી દીધી છે. એમણે મલ્હારને મળવા બોલાવ્યો છે.’

સરસ, તો ઉતાવળ રાખજે. બહુ રાહ ના જોઈશ. તેં એને અહીં આવવાનું કહ્યું કે નહીં ?’

પ્રોબ્લેમ છે યાર! ગઈ કાલે અમદાવાદ ઊતરી તરત એને ફોન કર્યો હતો. સ્વીચ ઓફ હતો. પછી આખો દિવસ કેટલીયે વાર ટ્રાય કરી પણ સેલ સ્વીચ ઓફ બતાવે છે.’

તો મેઈલ કરી દે! બની શકે મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય.’ અંતરાએ ભાવનગરવાળા શેઠ બ્રધરના કાયમ ચૂર્ણ જેવો જૂનો અને જાણીતો રસ્તો બતાવ્યો.

અરે મેઈલ પણ દસ-બાર કરી જોયા. એકેયનો જવાબ નથી. ફેસબૂક વોલ પર પણ મેસેજ છોડ્યો છે પણ શી ખબર ભાઈસાહેબ ક્યાં ગુમ થઈ ગયા છે. જમીન નીગલ ગઈ યા આસમાન ખા ગયા ? મને તો ચિંતા થાય છે.’

ચિંતા તો અંતરાને પણ થઈ. એની આંખ ફરી, એને કંઈક અજુગતું લાગ્યું પણ એણે ગુલાલને ડરાવી નહીં. આશ્વાસન આપ્યું, ‘તને પીધા પછીનો નશો ચડ્યો હશે ભાઈસાહેબને... હજુ ભાનમાં નહીં આવ્યો હોય..’

પણ ગુલાલ મજાકના મુડમાં નહોતી, ‘અંતરા, આઈ એમ રીઅલી વરીડ! એની સાથે આટલી સરળતાથી સૂઈ ગઈ એટલે મારા વિશે કંઈ આડુંઅવળું તો નહીં વિચારતો હોય ને? ક્યાંક મને જેવી તેવી છોકરી તો નહીં સમજી બેઠો હોય ને?’

ના, ના, એવું કંઈ ના હોય! બની શકે એને ખરેખર કોઈ કામ આવી ગયું હોય!’

ગોડ કરે તું સાચી હોય!’ ગુલાલે છાતી પર હાથ મુકી આંખ બંધ કરીને ઉપર જોતાં કહ્યું. અંતરાએ એવું કશું તો ના કર્યુ પણ મનમાં જરૂર બોલી, ‘ગુલાલ, હું પણ ઈચ્છુ કે હું સાચી હોઉં !’

***

ચાર દિવસ થઈ ગયા હતા. ગુલાલે મલ્હારને ઢગલાબંધ મેઈલ્સ કર્યા હતા, અસંખ્યવાર એનો ફોન ટ્રાય કર્યો હતો. પણ કોઈ રીતે એનો કોન્ટેક્ટ નહોતો થતો. એની ચિંતા વધતી જતી હતી. ફક્ત પ્રેમ કર્યો હોત તો વાંધો નહોતો, પણ અહીં તો મલ્હારના ફલેટ પર એની જાત મુકીને આવી હતી. પચ્ચીસ પચ્ચીસ વર્ષથી સાચવી રાખેલી એની વર્જીનિટી, મરી ગયેલા બાપની હજુયે જીવતી ઈજ્જત અને લાશ થઈને જીવતી માનો વિશ્વાસ મુકીને આવી હતી.

ગુલાલ એના બેડરૂમમાં બેઠી બેઠી લેપટોપ પર મલ્હારના ફોટોગ્રાફસ જોઈ રહી હતી. શી ખબર દર્દની દીવાસળી ચાંપીને કયાં ગુમ થઈ ગયો હતો ? સળગી રહી હતી, એનું ખાવાનું હરામ થઈ ગયું હતું. એને ક્યાંય ચેન નહોતું પડતું. રાતનો એક વાગવા આવ્યો હતો. કોઈ દિવસ નહીં ને આજે એની મમ્મી એના બેડરૂમમાં આવ્યાં, ગુલાલે ફટાફટ મલ્હારના ફોટાને મિનીમાઈઝ કરી દીધો. સ્ક્રિન પર કાનુડાની તસવીર ઝળહળી ઊઠી.

બેટા, તું આવી ત્યારથી બદલાઈ ગઈ છે. કાંઈ ચિંતામાં છે?’

ના, મોમ! કોઈ ચિંતા નથી.’ ગુલાલે આંખ ચોરી.

પેલો છોકરો શું નામ કહ્યું હતું એનું ? હા.... મલ્હાર! એની સાથે કાંઈ વાંધો પડ્યો છે ?’ કૌશલ્યાબહેન સફેદ સાડીનો છેડો સંકોરતાં પૂછ્યું. એમના ઉજ્જડ કપાળ પર વખતે ચિંતાનાં વાદળો છવાયેલાં હતાં. ગુલાલ એમને વધારે ચિંતા કરાવવા નહોતી માગતી. એણે તરત ફેઈસ પર હાસ્ય લાવીને મજાક કરી, ‘ના, મોમ, કોઈ ટેન્શન નથી. લવમાં ઊંઘ ના આવે તો તને ખબર હશે. મને પણ એવું થયું છે, જા તું જઈને સૂઈ જાએણે મોમ સાથેની શાબ્દિક છૂટછાટનો ઉપયોગ કર્યો. મમ્મી સાચું માની ગયાં, એમણે પણ મજાક કરી, ‘આવી રીતે ઉજાગરા કર્યા વગર એને અહીં બોલાવી લે ને એટલે ફટાફટ તમને આશીર્વાદ આપી દઉં.’

.કે મોમ !’ ગુલાલે લાંબું સ્મિત આપ્યું. કૌશલ્યાબહેન અદૃશ્ય થતાં સ્મિત પણ અદૃશ્ય થઈ ગયું. ગુલાલ ઓશીકામાં મોં છુપાવીને છાનું પણ ધોધમાર રડી પડી.

***

છઠ્ઠો દિવસ. ગુલાલ એના જી-મેઈલના ઈનબોક્સ પર આંખો પાથરીને બેઠી હતી. મલ્હારનો કોન્ટેકટ હજુ નહોતો થયો. ત્યાંજ એની નજર ચમકી. ઈનબોક્સમાં એક -મેઈલનો વધારો થયો હતો. એણે ફટાફટ મેઈલ પર ક્લિક કરી. મલ્હારનો મેઈલ હતો. એના જીવમાં જીવ આવ્યો. શ્વાસ વગર મૂંઝાતા માણસને જાણે ઓક્સિજનનો બાટલો મળી ગયો હોય અને જે ઝડપથી હવાને ફેફસાંમાં ભરવા લાગે ઝડપથી મેઈલ વાંચવા લાગી.

એક એક શબ્દ એસીડ બનીને એની આંખમાં રેડાવા લાગ્યો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. ખુરશી સમેત ધ્રૂજવા લાગી. એણે તરત ઇન્ટરકોમ પર કોલ કર્યો, ‘અંતરા, કમ ઈન ઈમિડિએટલી.’ ગુલાલના અવાજ પરથી લાગતું હતું કે કંઈક અજુગતું બની ગયું છે. દોડીને અંદર ગઈ. ગુલાલ ટેબલ પર માથું મુકીને રડી રહી હતી,

વોટ હેપન્ડ ગુલાલ? વાય આર યુ ક્રાઇંગ?’ અંતરાએ એનું માથું પોતાની છાતીસરસું ચાંપી લીધું. ગુલાલ કંઈ ના બોલી. અંતરાનું ધ્યાન કોમ્પ્યૂટર સ્ક્રીન પર ગયું. મલ્હારનો મેઈલ ઓપન હતો, અંતરા શબ્દો પર નજર ફેરવવા લાગી,

હાય ગુલાલ, હાઉ આર યુ?

પહેલાં તો સોરી કે આજે - દિવસથી હું તને કોઈ મેઈલ ના કરી શક્યો. મને ખબર છે કે તું મને યાદ કરી કરીને અડધી થઈ ગઈ હોઈશ. ફરી વાર સોરી! યાર, તારી સાથેના દસ દિવસ મને પણ ઊંઘવા દેતા નથી. એક એક દિવસ, એક એક કલાક, એક એક ક્ષણ મને યાદ છે.

પણ સૌથી વધું શું યાદ છે કહું ? તારી સાથે છેલ્લા દિવસે માણેલી ક્ષણો. મારા ફ્લેટના અંધારિયા ખંડમાં ઝળહળી ઊઠેલું તારું અજવાળું મને એટલું તો ભાવી ગયું કે એની યાદગીરી માટે મેં એને કેમેરામાં કંડારી લીધું. એક-એક ક્ષણ હું રોજ જોઉં છું. કદાચ તને પણ જોવી ગમશે. સાથે હું એની વિડિયો ફાઈલ પર મોકલું છું. જોઈ લેજે! તને પણ નહીં ખબર હોય કે તું અનાવૃત્ત કેટલી સુંદર લાગે છે. એમાંય આંખો મીંચીને સૂતી હોય ત્યારે તો માશાઅલ્લાહ...

અરે, હા યાર! કહેવાનું તો રહી ગયું કે વિડિયો ફક્ત તને અને મને ગમે એવો નથી. હું જો વિડિયો વાઈરલ કરી દઈશ તો આખી દુનિયાને ગમશે. મારી તો ઇચ્છા છે કે હું તારા અને મારા મિલનનો અદ્ભુત વિડિયો આખી દુનિયાને બતાવું! તારી ઇચ્છા ના હોય તો કહેજે.... હું નહીં મૂકું !

પણ યુ નો! દરેક ચીજની કંઈક કિંમત હોય છે. આની પણ છે. તું જો એવું ઇચ્છતી હોય કે વડિયો આખી દુનિયા ના જુએ તો તારે એક નાનકડી રકમ મને આપવી પડશે. માત્ર એક કરોડ રૂપિયા...

મને ખબર છે તારા માટે કરોડ રૂપિયા બહુ ઓછા છે. પણ વાંધો નહીં, તને પ્રેમ કર્યો છે એટલે આટલી ઓછી રકમથી ચલાવી લઈશ. નાનકડી રકમ ક્યાં અને કેવી રીતે પહોંચાડવાની છે હું તને પછી જણાવીશ. અને હા, પોલીસની વર્દી જોઈને મને પરસેવો છૂટી જાય છે હોં. વખતે હું કંઈ પણ ઊંધુંચત્તું કરી બેસું છું. કોઈનું અપહરણ કે ખૂન પણ.... હા... હા... હા…! સાલું મને તો વિલનની જેમ હસતાંય નથી આવડતું.

.કે. ચલ બાય ! ફિર મિલેંગે ચલતે ... ચલતે.....!

તારો એક રાતનો હસબન્ડ...

મલ્હાર

ક્રમશ: