વિશ્વ પ્રસિદ્ધ મિથિલા ચિત્રકલાને પ્રોત્સાહન આપવા રેલવેએ એક સરસ કામ કર્યું છે…

    ૨૭-ઓગસ્ટ-૨૦૧૮ 

વિશ્વ પ્રસિદ્ધ મિથિલા ચિત્રકલાને પ્રોત્સાહન આપવાની ભારતીય રેલવેની એક સુંદર પહેલ. બિહારના દરભંગાથી નવી દિલ્હી જનારીબિહાર સંપર્ક ક્રાંતિ”ના ડબ્બાઓને મિથિલા ચિત્રકલાથી સજાવાયા છે. આવું પહેલીવાર બન્યું છે કે રલવેના ડબ્બાઓને મિથિલા પેન્દ્ટીંગથી સજાવાયા હોય, આ પહેલથી કલાનો પ્રચાર-પ્રસાર થશે. આ પાછળનો હેતુ એ જ છે કે લુપ્ત થતી આ કલાને બચાવી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવી.


 

આ ટ્રેઈનના ૯ ડબ્બાને આ રીતે સજાવવામાં આવ્યા છે. આ રેલવેના ડબ્બાને ૫૦ જેટલી મહિલાઓએ સજાવ્યા છે અને એ પણ ૩૦ દિવસમાં.


 
 

જો કે હાલ માત્ર નવ ડબ્બા જ મિથિલા પેન્ટીંગથી સજાવાયા છે પણ આગામી સમયમાં આખી ટ્રેઇનને આ રીતે સજાવવામાં આવશે. ભારતીય રેલેવેનું કહેવું છે કે મિથિલા કલાની કલાત્મક બાબત ખૂબ ઝડપથી અન્ય ટ્રેઇન પર પણ જોવા મળશે…


 
 

આ કલાને મધુબની ચિત્રકલા પણ કહેવાય છે. આ બિહાર, દરભંગા, મધુબની તથા નેપાળના કેટલાક વિસ્તારની પ્રમુખ ચિત્રકલા છે. રંગોલીના રૂપે શરૂ થયેલી આ કલા ધીરે ધીરે કાપડ, દિવાલ, કાગળ પર પહોંચી. શરૂઆતમાં આ કામ મહિલાઓ જ કરતી પછી તે કલા પૂરૂષો શીખ્યા. લોકો આ કલા શીખવા માટે આગળા આવ્યા છે.


 
 

 

#MithilaPaintings #BiharSamparkKranti