પ્રકરણ - ૧૫ : ‘ઇન્સ્પેક્ટર, સાલે કો ઇતના મારો કિ ઉસકી સાત પૂસ્તે ભી સાઈબર ક્રાઇમ કરનેકા નામ ના લે’

    ૨૯-ઓગસ્ટ-૨૦૧૮    

ગુલાલની કેબિનમાં સ્તબ્ધતા હતી. વાતો સાંભળીને એને એટલી તો ખબર પડી ગઈ હતી કે પેલા સાદા ડ્રેસમાં રહેલા રૂઆબદાર વ્યક્તિ ઇન્સ્પેક્ટર છે.

મલ્હારનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. મુંબઈના બોરીવલીના સાઈબર કાફેમાં બેસીને ચેટિંગ કરી રહ્યો હતો. . ઝાલાએ તરત મુંબઈના . દેશમુખને આખીયે વાત જણાવી દીધી હતી અને ગુલાલના કમ્પ્યુટરમાંથી લીધેલો મલ્હારનો ફોટો પણ વોટ્સએપ કરી દીધો હતો. દેશમુખ એમની ટીમ સાથે બોરીવલીનાનેટવર્ક ચેટવર્ક સાયબર કાફેપર પહોંચી પણ ગયા. બસ હવે મલ્હાર ઝડપાય એટલીવાર.

***

. ઝાલા મુંબઈથી ખુશખબર આવવાની રાહ જોઈ રહ્યા હતા. અંતરા ગુલાલની એકદમ પાસે આવીને બેસી ગઈ હતી. બીજા પણ બે વ્યક્તિ અંદર આવી ગયા હતા. . ઝાલાએ એમને શાબાશી આપી, ‘વેલ ડન, માય બોય! યુ આર ડુઇંગ ગ્રેટ જોબ!’ શાબાશીને પીઠ પર લાદી બંને ચાલ્યા ગયા.

ગુલાલની ધીરજ હવે ખૂટી હતી, એણે જોરથી પૂછ્યું, ‘હવે, કોઈ મને કહેશો કે બધું શું ચાલી રહ્યું છે ?’

હા, બેટા! તને તો કહેવું પડશે ને.’ ઇન્સ્પેક્ટરે હળવેકથી કહ્યું.’

તો કહેતા કેમ નથી?’

બધું તને અંતરા કહેશે. હું ફક્ત મારું નામ આપું! મારું નામ . શકિતસિંહ ઝાલા છે. હું શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પી. આઈ. છું. છેલ્લા મહિનાથી તારા કેસ પર કામ કરી રહ્યો છું.’

વ્હોટ? કોના કહેવાથી? આઈ એમ નોટ ફાઈલ્ડ એની કેસ!’ ગુલાલને ગુસ્સો ચડી રહ્યો હતો. . ઝાલાએ પહેલા નિખિલ અને પછી અંતરા તરફ નજર ઘુમાવતા કહ્યું, ‘તેં કેસ નથી કર્યો પણ નિખિલ અને અંતરાએ તો કર્યો છે ને ? જ્યારે મલ્હારે પહેલીવાર તને મેઈલ કરીને બ્લેકમેઈલ કરી હતી ત્યારે કેસ મારી પાસે આવી ગયો હતો.’

વ્હોટ?’ ગુલાલે નિખિલ વાયા અંતરા તરફ નજર ઘુમાવી અને એકદમ કરડાં અવાજે પૂછ્યું, ‘કોણે તમને કહ્યું હતું કેસ કરવાનું હંઅ? આઈ એમ ટેલિંગ યુ ધેટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ ઈન્વોલ્વડ પોલીસ ઈન ધીસ કેસ. ઓલ ધો યુ બોથ...!’

સોરી ગુલાલ!’ અંતરાએ એના ગુસ્સાને ગળી જતાં કહ્યું, ‘..પણ કેસ કરવો પડે એમ હતો. એનો પહેલો મેઈલ આવ્યો ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે તું એકવાર પૈસા આપીશ તોય માણસ તારો પીછો નહીં છોડે. અને એવું થયું! જો એણે બીજીવાર પૈસા માગ્યા કે નહીં? હવે તું વિચાર કર, જો અમે પોલીસ કેસ ના કર્યો હોત તો અત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ આપણી સાથે ના હોત અને મલ્હાર ટ્રેસ ના થયો હોત. હવે થોડી વારમાં મલ્હાર પકડાઈ જવાનો છે. જો આવું ના થયું હોત તો તારે વખતે પણ પૈસા આપવા પડત અને પછી પણ આખી જિંદગી તને બ્લેકમેઈલ કરતો રહેત. ઝેરી સાપને ગમે તેટલું દૂધ પીવરાવો, કરડ્યા વગર ના રહે, સમજી ?’ અંતરા એકીશ્વાસે બધું બોલી ગઈ. ગુલાલ પાસે બોલવા જેવું કંઈ નહોતું. એના ગુસ્સા પર અંતરાએ તાર્કિક દલીલો ભરેલા ઠંડા પાણીની ડોલ રેડી દીધી હતી. અંતરાની એક એક વાત એને સાચી લાગી રહી હતી. માથું પકડીને નીચું મોં કરીને બેસી ગઈ. પછી એની તમામ વેદનાઓ આંખમાંથી ખરી પડી. અંતરા એની અધખુલ્લી પીઠ પર હાથ પસવારતી રહી અને ગુલાલ બોલતી રહી, ‘થેંક યુ અંતરા! સારું થયું તમે પોલીસકેસ કર્યો. નહીંતર શી ખબર શું શું થઈ જાત.’

થેંકસ તારે મને નથી કહેવાનું! નિખિલ સરને કહેવાનું છે. જ્યારથી તારી સાથે ઘટના ઘટી છે ત્યારથી એમણે ધરાઈને ખાધું પણ નથી. રાતદિવસ બસ મલ્હારને કેવી રીતે પકડાવવો એની દોડધામમાં રહે છે. સતત . ઝાલાના સંપર્કમાં રહીને એમણે આજે મલ્હારને પકડાવવામાં મદદ કરી છે.’ ગુલાલે નિખિલ સામે જોયું. ખૂણામાં ઊભો ઊભો મીઠું મીઠું સ્માઇલ આપી રહ્યો હતો. ગુલાલ કંઈ ના બોલી, સ્હેજ સ્મિત આપીને ઇન્સ્પેક્ટર સાહેબ સામે ફરી ગઈ. અત્યાર સુધીમાં એનું રડવાનું બંધ થઈ ગયું હતું. એણે કહ્યું, ‘થેંક યુ ઇન્સ્પેક્ટર ! આજે તમે બહુ મહેનત કરી છે.’

અરે આજે નહિ, છેલ્લા મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. અને ફક્ત થેંક યુ થી કામ નહીં ચાલે બેટા! બસ હમણાં પેલા નરાધમના પકડાઈ જવાના સમાચાર આવે એટલે આપણે સેલિબ્રેટ કરીએ.’

પાર્ટી તો બહુ જબરદસ્ત થશે અંકલ. પણ તો કહો બધું થયું કેવી રીતે? અંતરા, તને કેવી રીતે ખબર પડી કે મલ્હારે મારા પર મેસેજ મોકલ્યો છે ? તું કેવી રીતે અચાનક આવીને મારા પીસી પર બેસી ગઈ હતી? આઈ થિંક તમે લોકોએ મારું પીસી હેક કર્યું હશે. બટ, આઈ વોન્ટ ટુ નો એવરીથિંગ્સ! મને બધી વાત કર, મારે જાણવું છે.’

અંતરાએ . ઝાલા અને નિખિલ સામે જોયું, ‘વાત કરું ને સર ?’ એણે એક વાક્યમાં બે જણને પ્રશ્ર્ન પૂછી લીધો.

હાસ્તો, વળી! એને ખબર તો પડે ને કે મોજ કરતી હતી ત્યારે આપણે કેટલી મજૂરી કરી રહ્યાં હતા.’ . સાહેબે હા કહ્યું અને નિખિલે હકારમાં માથું હલાવ્યું.

અંતરા જાણે કોઈ વાર્તા કહેવા બેઠી હોય એમ કહેવા માંડી, ‘ગુલાલ, જે દિવસે મલ્હારે તને મેસેજ મોકલ્યો હતો દિવસે હું તો ખળભળી ગઈ હતી. તેં મને કહ્યું હતું કે કોઈને કહેવું નથી અને પોલીસ કેસ પણ કરવો નથી. પણ મને ખબર હતી કે રાક્ષસના પંજામાંથી તને છોડાવવી હશે તો પોલીસ કેસ તો કરવો પડશે. મેં સાંજે નિખિલ સરને વાત કરી. પણ વાત સાંભળી ધ્રૂજી ગયા. એકચ્યુઅલી એમને ખબર હતી કે મુંબઈમાં દસે-દસ દિવસ તું મલ્હાર સાથે ફરી છે. નિખિલ સર દસે-દસ દિવસ તારી પાછળ ફરતા હતા. તું મલ્હારના ફ્લેટમાં ગઈ ત્યારે પણ. આમા પીછો કરવાનો આશય નહોતો પણ તારી સુરક્ષાનો આશય હતો. એમને ખબર હતી કે મુંબઈ બહુ ખરાબ શહેર છે. ત્યાં ગુલાબના રૂપમાં કાંટા વધારે જોવા મળે છે.’

જોકે તારા સદનસીબે મુંબઈમાં કંઈ ના થયું અને તમે પાછાં આવી ગયાં. મલ્હારે તને બ્લેકમેઈલ કરી છે વાત મેં નિખિલ સરને કરી એટલે એમણે તાત્કાલિક ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબને વાત કરી. અમે કેસ ફાઈલ કર્યો અને બીજા દિવસે નિખિલ સર અને ઇન્સ્પેક્ટર સાહેબની ટુકડી મુંબઈ પહોંચી ગઈ. મલ્હારના ફ્લેટ પર તપાસ કરી. તો સ્વાભાવિક ત્યાં નહોતો. એટલે મકાન માલિકની તપાસ કરી . મકાન માલિકે એમ કહ્યું કે, મલ્હારનો ફોન આવ્યો હતો. એમ કહેતો હતો કે આજે આટલા વર્ષે એના માતા-પિતાનો પત્તો લાગ્યો છે એટલે એમને લેવા માટે પૂના જઈ રહ્યો છે. કદાચ પાછો આવે પણ ખરો અને ના પણ આવે. ઇન્સ્પેક્ટર સાહેબે આસપાસ તપાસ કરીને મલ્હારના ખાસ ફ્રેન્ડ કેશવ આમટેને પણ પકડી પાડ્યો. બિચારાને પણ મલ્હાર એનાં માતા-પિતાનું બહાનું બતાવીને ચાલ્યો ગયો હતો. કેશવને તો મલ્હારે મેઈલ કરીને કહ્યું હતું. અમે કેશવ અને મકાનમાલિક પર મહિનાથી નજર રાખીને બેઠા છીએ.

અમને એમ હતું કે થોડા દિવસમાં મલ્હાર પૈસા કયાં આપવા માટે મેઈલ કરશે. તું મને જાણ કરીશ અને અમે ભેગાં થઈને વખતે એને રંગે હાથે પકડી લઈશું. પણ સૌથી મોટો લોચો તે માર્યો. મલ્હારનો મેઈલ આવ્યો એની તેં અમને જાણ ના કરી.

અંતરા વચ્ચે શ્વાસ લેવા અટકી. ટિપોય પર પડેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભર્યો અને ફરીવાર બોલવાનું શરૂ કર્યું, ‘ગુલાલ, એક વાતની તારી માફી માગવાની છે કે મારી પાસે તારા મેઈલનો પાસવર્ડ હતો એનો મેં ઘણીવાર ઉપયોગ કર્યો છે. અને તને પૂછ્યા વગર કેટલીયે વાર તારા મેઈલ્સ પણ જોયા છે. પણ બધું માત્ર મલ્હારને પકડવા માટે . સિવાય કોઈ ખરાબ આશયથી નહીં...’

ડોન્ટ સે સોરી, મને તારા પર વિશ્વાસ છે એટલો મારી જાત પર પણ નથી. વાત આગળ ચલાવ.’ ગુલાલને વાતમાં રસ પડતો જતો હતો.

અંતરાએ આગળ ચલાવ્યુ, ‘મલ્હારે જે દિવસે તને પૈસા લઈને બોલાવી ત્યારે તેં મને વાત ના કરી. તું ગઈ પછી હું અને નિખિલ સર રોકાયાં હતાં. દિવસે સાડા સાત વાગે મેં અમસ્તું તારું મેઈલ ચેક કર્યું અને ભડકી ગઈ. મલ્હારે સાડા સાતે તને એક કરોડ રૂપિયા લઈને ગાંધીનગર - મહુડી હાઈવે પર બોલાવી હતી. હું હાંફળી-ફાંફળી નિખિલ સર પાસે ગઈ. નિખિલ સરે તરત . ઝાલા સાહેબને ફોન કર્યો. ઝાલા સાહેબ એમની ટુકડી સહિત ત્યાં પહોંચી ગયા.’ અંતરા ફરી અટકી. એમનો આખો પ્લાન ચોપટ થઈ ગયો હતો ત્યારે જેવી હતાશા થઈ હતી એવી હતાશા સાથે બોલી, ‘પણ ઇન્સ્પેક્ટર સાહેબ ગાંધીનગર - મહુડી હાઈવે પહોંચ્યા ત્યારે બધું ખતમ થઈ ગયું હતું. તું ત્યાં નહોતી. તારો ફોન પણ નહોતો લાગતો, લોકેશન ટ્રેસ કર્યું પણ ગાંધીનગરથી તારો ફોન બંધ હતો. અને મેઈલમાં પણ કોઈ માહિતી નહોતી. ઝાલાસાહેબે, નિખિલ સરને ફોન કર્યો કે ગુલાલ અહીંથી પૈસા લઈને નીકળી ગઈ છે. ત્યારે અમે બંને પડી ભાંગ્યાં હતાં.’

ઓહ, માય ગોડ! તમારે મને જાણ તો કરવી હતી..’ ગુલાલે વસવસો પ્રકટ કર્યો.

જાણ કરી હોત તો તું સાથ આપત ખરી?’ અંતરાએ પ્રશ્ર્ન કર્યો પછી જવાબ લીધા વીના આગળ ચાલુ રાખ્યું :

દિવસ પછી અમે નક્કી કર્યું કે તારા મેઈલનું સતત ઓબ્ઝર્વેશન કરવું. ઝાલા સાહેબે બે કોમ્પ્યૂટર એક્સપર્ટસ નિખિલની કેબિનમાં બેસાડી દીધા. તારું ડેસ્ક ટોપ પણ સેરીંગ કરીને મારા કમ્પ્યુટર સાથે જોડી દીધું છે. પણ પછી આજે મહિના સુધી મલ્હારે કોઈ મેસેજ કે મેઈલ કર્યો નહીં. હું આખો દિવસ તારા ડેસ્ક ટોપથી લઈ ફેઈસબૂક, ટ્વિટર, મેઈલ બધાંનું ધ્યાન રાખું છું. તું મોબાઈલ પર ચેટિંગ, લેપટોપ પર ચેટિંગ કરે કે ઘરના પી.સી. પર, બધું મારા ધ્યાનમાં છે. આજે પણ હું તારું ડેસ્કટોપ મારા પી.સી પર ઓપન કરીને બેઠી હતી ત્યાંજ તારા ચેટિંગ સેશનમાં મલ્હારનો મેસેજ જોયો. તને સમજાવતા અને મલ્હાર સાથે ચેટિંગ ચાલુ રાખવાનું કહેતાં વાર લાગત એટલે તને ઉભી કરીને હું બેસી ગઈ. ત્યાં બીજા રૂમમાં મિ. જજ્ઞેશ અને મિ. લલિત મલ્હારનું લોકેશન ટ્રેસ કરી રહ્યા હતા. . ઝાલા સાહેબ પણ આવી ગયા, નિખિલ સર પણ આવી ગયા અને પછી જે થયું તો બધી તને ખબર છે. મલ્હારને મેં ચેટિંગમાં ઉલ્ઝાવી રાખ્યો અને એનું લોકેશન ટ્રેસ થઈ ગયું. બસ હવે થોડી વારમાં મુંબઈથી ફોન આવે એટલે ધી એન્ડ. તું આખી જિંદગી માટે છૂટી.’

ઓહ માય ગોડ! તમે મારા માટે આટલું બધું કર્યું. ફેન્ડઝ, કયા શબ્દોમાં તમારો આભાર માનું ? ગુલાલ બધાં સામે આભારની દૃષ્ટીએ તાકી રહી.અંતરાને તો એણે બાથ ભીડી લીધી હતી. દૂર ઉભેલો નિખિલ થોડો કોચવાઈ રહ્યો હતો. મનમાં ને મનમાં બોલી રહ્યો હતો, ‘ગુલાલ, મને તો બાથમાં લે યાર! તને ખબર છે તારી સાથે આવું થયું એમાં હું કેટલો હર્ટ થયો છું.’ પણ બાથમાં સમાવવાની તો વાત ક્યાં રહી, ગુલાલનું ધ્યાન પણ એના તરફ નહોતું.

ગુલાલ અંતરા પાસે બેઠી હતી. નિખિલ ગુલાલની ચેર પાસે ઊભો હતો અને . ઝાલા સાહેબ પણ એમની મોટી કાયાને સોફામાં સમાવીને બેઠા હતા. બધાં મલ્હારની ધરપકડના સમાચાર સાંભળવા અને પાર્ટી કરવા થનગની રહ્યાં હતાં.

આખરે ઝાલા સાહેબનો મોબાઈલ રણક્યો અને બધાએ ખુશખબર સાંભળવા કાન સરવા કર્યા. . ઝાલાસાહેબ પણ એટલા આતુર હતા, કોલ રિસીવ કરીને તરત એમણે ઉત્સાહમાં કહી નાંખ્યું, ‘યસ, . દેશમુખ! પકડા ગયા ના સાલા ! સાલે કો ઇતના મારો કિ ઉસકી સાત પૂસ્તે ભી સાઈબર ક્રાઇમ કરનેકા નામ ના લે.’

પણ સામેથી એકદમ ઠંડો બરફના ટુકડા જેવો અવાજ . ઝાલાના કાનમાં ઠલવાયો, ‘સોરી, . ઝાલા! વો બહુત શાતિર દિમાગ નિકલા. હમારે વહાં પહુંચને સે પહેલે હી ભાગ ગયા. ઉસને સાયબર કાફેમેં જો આઈ.ડી પ્રૂફ ઝેરોક્ષ દી હૈ વો ભી જાલી હૈ. આઈ એમ વેરી સોરી.લેકિન મેં આપકો વચન દેતા હૂં કી અલગી બાર....’

પણ . ઝાલાને અત્યારે કોઈ વચન કે બચનમાં રસ નહોતો. એમણેઈટ્સ ઓકેકહીને સેલ કટ કરી નાંખ્યો અને બોલ્યા, ‘સોરી, દોસ્તો! ગુનેગાર વખતે પણ છટકી ગયો. અને બહાર નીકળી ગયા. આખાયે ઓરડામાં સન્નાટો હતો. નિખિલ, અંતરા અને ગુલાલ ત્રણેનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ત્રણેના મનમાં હવે પ્રશ્ર્નો ઘુમરાઈ રહ્યા હતા, ‘શું મલ્હાર ફરીવાર અંતરાને બ્લેકમેઈલ કરશે કે પછી પોલીસ કેસ કર્યો છે એવી ખબર પડતાં ગુસ્સે થઈને વિડિયો વાઈરલ કરી દેશે?

ક્રમશ: