જે. પી. દત્તાની ફિલ્મ પલટન નું ટ્રેલર તમારા રૂંવાડા ઊભા કરી દેશે

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮

 
યુદ્ધ આધારિત કથાનક વાળી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર જે.પી. દત્તા ભારતીય સૈન્ય જવાનોની અદમ્ય સાહસ અને પરાક્રમને વર્ણવતી વધુ એક ફિલ્મ પલટન લઈને આવ્યા છે. ફિલ્મની વાર્તા 1967ના નાથૂલા મિલિટ્રી સંઘર્ષ પર આધારીત છે.
 
ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સૂદ, ગુરમીત ચૌધરી, હર્ષવર્ધન રાણે, સિદ્ધાર્થ કપૂર, લવસિન્હા, ઇશા ગુપ્તા, સોનલ ચૌહાણ, દિપિકા કક્કડ અને મોનીગા ગિલ જોવા મળશે.
 
ફિલ્મના ટ્રેલરની શરૂઆત 1962નાં ઇન્ડો-ચાઈનીઝ યુદ્ધનાં ફૂટેજ સાથે થાય છે અને જલ્દી જ તે 1967માં પહોંચી જાય છે. જ્યાં ભારતે નાથુલા જીતવા માટે જોરદાર પ્રતિકાર કર્યો હતો. ફિલ્મમાં સૈન્યના પરિવારોની જલક પણ જોવા મળશે. ટ્રેલરની શરૂઆત પારવફૂલ ટેગ લાઈન સાથે થાય છે. “શહીદ કી મોત ગોલી લગનેસે નહીં હોતી, બલ્કિ તબ હોતી હૈ જબ ઉસે ભૂલા દિયા જાતા હૈ” ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલિઝ થવાની છે.
 
જુવો ટ્રેલર...