દીવની આ જેલમાં છે માત્ર એક કેદી, મળે છે હોટલમાંથી જમવાનું અને ઝટની સવલત

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮


 

દીવમાં એક એવી જેલ છે જેમાં માત્ર એક કેદી રહે છે. ૪૭૨ વર્ષ જૂની જેલમાં એક કેદી સિવાય અહીં કોઈ નથી. કેદીનું નામ છે દીપક કાંજી જેની ઉંમર છે ૩૦ વર્ષ. રિપોર્ટનું માનીએ તો ૩૦ વર્ષીય દીપકને ૪૦ લોકો માટે બનેલી જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેને કેટલીક સવલતો પણ આપવામાં આવે છે, જેમ કે ટીવી પર દૂરદર્શન અને કેટલીક આધ્યાત્મિક ચેનલો જોવાનું અને ગુજરાતી અખબાર અને પત્રિકાઓ. ઉપરાંત સાંજે ૪થી ૬ની વચ્ચે ગાર્ડ તેને ફરવા માટે લઈ જાય છે. દીપક એકમાત્ર કેદી છે જે જેલમાં બંધ છે. માટે તેના ખાવા-પીવાનો બંદોબસ્ત પણ જેલની પાસે આવેલી એક રેસ્ટોરાંમાંથી કરવામાં આવે છે. હાલમાં તો દીપક જેલમાં બંધ છે પરંતુ તેને કોઈ અન્ય જેલમાં મોકલવાની વાત ચાલી રહી છે. ત્યાર બાદ ઐતિહાસિક સ્થળને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને સોંપી દેવામાં આવશે.