પ્રકરણ – ૧૭ : મલ્હારનો પાસવર્ડ ગુલાલના કોમ્પ્યુટર પર આવી ગયો હતો, હવે મલ્હાર ગયો.

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૮    

રાતના સાડા નવ થયા હતા. ગુલાલ અને નિખિલ હોટેલ રજવાડુંના એક સ્પેશિયલ કપલ રૂમમાં બેઠાં હતાં. ટોચ પર સળગતા બલ્બનું આછું પીળું અજવાળું બંનેના ચહેરાને વધારે અજવાળી રહ્યું હતું. બે કલાકના લોંગ ડ્રાઇવ દરમિયાન મલ્હારની કોઈ વાત નહોતી નીકળી કે નહોતો નીકળ્યો વિષય. વેઇટર સીઝલર મૂકી ગયો. ગુલાલ નીચે જોઈને બોલી, ‘નિખિલ, તને આશ્ચર્ય થશે કે આજે સામે ચાલીને હું તને અહીં કેમ લઈ આવી ?’

હંઅ..’ નિખિલના મનમાં પતાસાં પડી રહ્યાં હતાં.

તારી માફી માગવા અને તને થેંક્સ કહેવા!’

આમાં થેંક્સ શું કહેવાનું, મલ્હાર તો છટકી ગયો.’ નિખિલે હકીકત બયાન કરી. ગુલાલે ટેબલ પર ફેલાયેલા નિખિલના હાથ પર એના બંને હાથ મૂકી દીધા. નિખિલની રોલેક્ષની રીસ્ટ વોચ પર ગુલાલની ગોલ્ડન બ્રેસલેટ ટકરાઈ. ગુલાલે એની આંખમાં આંખ પરોવી, ‘ભાડમાં જવા દે એને. ભલે છટકી ગયો. પણ તેં તો મને સાચા દિલથી મદદ કરી હતી ને! નિખિલ, મેં ઘણીવાર ગુસ્સામાં તારી સાથે ખરાબ વર્તન કર્યુ છે. મલ્હાર વખતે પણ તેં મને વોર્ન કરી હતી. પણ હું ના સમજી. મને માફ નહીં કરે યાર ?’

એમ કેમ બોલે છે યાર! મને ક્યારેય તારા પર ગુસ્સો આવ્યો નથી. અને કદીયે આવશે પણ નહીં, કારણ કે હું તો.....’ પછીના શબ્દોતને પ્રેમ કરું છુંનિખિલ ના બોલી શક્યો. કારણ કે એને ખબર હતી કે હજુ ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું હતું સીટ કન્ફર્મ નહોતી થઈ.

ના, તું જુઠ્ઠું બોલે છે. ગુસ્સો તો આવતો હોય. પ્લીઝ ફરગિવ મી. હું ખરેખર બહુ દિલગીર છું. અને એમાંય જ્યારે અંતરાએ તે દિવસે મને કહ્યું કે તેં મારા માટે આટલી બધી મહેનત કરી છે. ત્યારે તો હું બહું એક્સાઇટેડ થઈ ગઈ હતી. થતું હતું કે તને હગ કરીને થેંક્સ કહું પણ યુ નો, કેટલા બધા માણસો હાજર હતા ત્યાં...’ ગુલાલ અટકી. નિખિલ મનમાં બોલ્યો, ‘ત્યારે ના વળગી તો કંઈ નહીં અત્યારે તને કોણ રોકે છે? આવ, ગુલાલ આવ અને વળગી પડ મને. હું તરસી રહ્યો છું તને પામવા.’

અને જાણે ગુલાલે એની અડધી વાત સાંભળી લીધી હોય એમ ઊભી થઈને એની પાછળ ગઈ અને બંને હાથ એના ગળામાં પરોવીને એના ગાલ પર તસતસતું ચુંબન ચોડતાં બોલી, ‘થેંક યુ ફ્રેન્ડ! થેંક યુ વેરી મચ.’

ફ્રેન્ડ!’ શબ્દ નિખિલને થોડો વાગ્યો. પણ એને ખબર હતી કેફ્રેન્ડમાંથીફિયાન્સથવાનું મેનેજમેન્ટ તો ગોઠવી દેશે. બહુ અઘરું નથી. રાત્રે ઘરે ગયો ત્યારે એનાં મમ્મી પણ એને જોઈને આશ્ર્ચર્યમાં હતાં. હજુ એનું મહેકવાનું, ઊછળવાનું, અને ચહેકવાનું ચાલુ હતું. મમ્મીએ એને પૂછ્યું, ‘આજે ભાંગ પીને આવ્યો છે કે શું?’

ના, મમ્મી આજે તો હું એક બીજો નશો કરીને આવ્યો છું.’

દા‚રૂ પીને આવ્યો છે?’ એની મમ્મીએ ગુસ્સાથી પુછ્યું.

ના, એનાથી પણ વધારે ઊંચો અને ભારે નશો.’

હાય રામ, તેં ચરસ ગાંજો તો નથી પીધો ને? બગડીને બેહાલ થઈ ગયો છે. નાલાયક, ક્યાંથી શીખ્યો આવાં લક્ષણો ?’ નિખિલનાં મમ્મીના મોંઢામાંથી ચિંતા, ગુસ્સો અને ગાળોનો ત્રિવેણીસંગમ ખાબકી પડ્યો. નિખિલ ખડખડાટ હસતાં બોલ્યો, ‘અરે, મારી ગાંડી મમ્મી ! એવું કશું નથી. હું તારી થનારી પુત્રવધૂ અને મારી થનારી વહુને મળીને આવ્યો છું. એનો નશો છે, મારી મા!’

દીકરાનો જવાબ સાંભળી એની મમ્મી પણ બહેકવા લાગ્યાં, ઊછળવા લાગ્યાં, મહેકવા લાગ્યાં.

***

રવિવારનો દિવસ હતો. ગુલાલનાં મમ્મી એક દિવસની અંબાજીની યાત્રાએ ગયાં હતાં. ઘરમાં કોઈ નહોતું એટલે એક મીટિંગનું આયોજન થયું હતું. ગુલાલ અને નિખિલ એક સોફામાં આજુબાજુ બેઠાં હતાં. અંતરા એક ચેરમાં બેઠી હતી. બે કોમ્પ્યુટર એક્સપર્ટ જિજ્ઞેશ અને લલિત પણ આવ્યા હતા. બીજા સોફામાં બેઠા હતા અને . ઝાલા એમની ભારે કાયા લઈને સ્પેશિયલ ફેટ પર્સન માટે બનાવેલી એક ઝમ્બો સોફાચેરમાં બેઠા હતા અને બોલી રહ્યાં હતા, ‘ગુલાલ, બેટા ! અઠવાડિયું થઈ ગયું. મલ્હાર તરફથી કોઈ મેસેજ કે મેઈલ નથી આવ્યો. તું ડરની મારી કંઈ છુપાવતી હોય તો કહી દેજે.’

તમે બધા સાથે છો પછી ડર શેનો? હવે તો ઊલટાની હિંમત આવી છે.’

વેરી ગુડ! પણ મિત્રો, મને લાગે છે કે હવે ચેતી ગયો છે. દિવસે એને ખ્યાલ આવી ગયો હશે કે પોલીસ એની પાછળ છે. બહુ શાતિર દિમાગ આદમી છે. હવે તારો સંપર્ક નહીં કરે.’

તો શું આપણે એને છોડી દેવાનો?’ નિખિલે પૂછ્યું.

ના, કોઈ કાળે નહીં. અત્યારે . દેશમુખની ટીમ તપાસ ચલાવી રહી છે. પણ મારી ઇચ્છા એવી છે કે હવે સામેથી કોન્ટેક્ટ કરે ત્યાં સુધી રાહ જોવી આપણને પોસાય નહીં.’

હા, પણ એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી ને!’ ગુલાલે નિરાશાથી કહ્યું, ‘ કોન્ટેક્ટ કરે અને નેટ પર ઓનલાઇન થઈ વાત કરે ત્યારે આપણે એને ટ્રેસ કરી શકીએ. સિવાય તો આટલી મોટી દુનિયામાં આટલા નાના માણસને ક્યાં શોધવો ?’

રસ્તો છે, અને હું લઈને આવ્યો છું. આપણો કોન્ટેક્ટ ના કરે તો કાંઈ નહીં. પણ આપણે તો એનો કોન્ટેક્ટ કરી શકીએ ને ?’

હા, પણ એનાથી શું વળે ?’

ઘણું બધું. આજે આપણા કોમ્પ્યુટર એક્સપર્ટસ એક સરસ સોફટવેર લઈને આવ્યા છે. સોફટવેરમાં સ્નિફર નામનો એક પ્રોગ્રામ છે. આપણે કોઈને મેઈલ મોકલીએ એમાં પ્રોગ્રામ મોકલી દેવાનો. હિડન પ્રોગ્રામ છે. કોઈને દેખાય નહીં. બસ, સામેવાળો વ્યક્તિ મેઈલ ઓપન કરે એટલે આપોઆપ રન થઈ જાય અને એનું કામ કરી દે. હવે આપણે કામ કરવાનું છે કે કોઈ અન્ય મેઈલ આઈ.ડી. પરથી મલ્હારને એક મેઈલ મોકલવાનો છે. મેઈલ સાથે સાથે પ્રોગ્રામ પણ મલ્હારને પહોંચી જશે અને મલ્હાર મેઈલ ખોલશે એટલે ફસાયો સમજો....’

હા, પણ મેઈલ ખોલે પછી શું થાય તો કહો. પ્રોગ્રામનું કામ શું?’

ત્યાં આપણો મેઈલ ઓપન કરશે કે તરત સ્નિફર પ્રોગ્રામ ત્યાં રન થઈ જશે. અને થોડી મિનિટોમાં એના મેઈલ આઈ.ડી.નો પાસવર્ડ ઓટોમેટિકલી આપણા મેઈલ આઈ.ડી. પર મોકલી આપશે.’

વાઉ, તો જબરજસ્ત આઇડિયા છે. એના દ્વારા તો આપણે એના તમામ મેઈલ ચેક કરી શકીશું અને ક્યાં છે, એની સાથે કોના કોના કોન્ટેક્ટ છે બધું જાણી શકીશું. યુ આર ગ્રેટ સર !’ નિખિલ અને અંતરા ખુશ થઈ ગયાં. ગુલાલે યાદ કરાવ્યુ, ‘અરે તમે બંને કેમ ભૂલી ગયા ? આપણા અનિકેત અને નયનેશે મેનેજર એન. એમ. ઝિંઝુવાડિયાને પકડવા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો.’

અરે, હા! યાદ આવ્યું...’ નિખિલ અને અંતરાને આખીયે ઘટના યાદ આવી ગઈ.

થોડી વારમાં ગુલાલના લેપટોપ પર એક નવું મેઈલ આઈ.ડી. ઓપન કરવામાં આવ્યુ. અને કોમ્પ્યુટર એક્સપર્ટસે મલ્હારના મેઈલ આઈ.ડી. પર એક સુંદર વર્લ્ડ ટૂરની જાહેરાત સાથે સ્નિફર પ્રોગ્રામ પણ મોકલી આપ્યો. અને બધા રાહ જોવા લાગ્યા કે મલ્હાર ક્યારે મેઈલ જુએ અને ક્યારે સ્નિફર પ્રોગ્રામ એનો પાસવર્ડ ફોરવર્ડ કરે.

સમય પસાર થતો રહ્યો. લગભગ ત્રણ-ચાર કલાક બધાએ રાહ જોઈ પણ સ્નિફર પ્રોગ્રામ દ્વારા કોઈ પાસવર્ડ આવ્યો નહોતો. આખરે કોઈ માહિતી મળે તો તરત જાણ કરવાનું કહીને બધાં છૂટાં પડ્યાં. ગુલાલે એનું લેપટોપ આખો દિવસ ચાલુ રાખ્યુ, રાત્રે એક વાગે ઊંઘી ત્યાં સુધી ચાલુ રાખ્યું પણ કાં તો મલ્હારે મેસેજ નહોતો જોયો, કાં તો સ્નિફર પ્રોગ્રામે એનું કામ નહોતું કર્યું.

***

ગુલાલ ઓફિસમાં આવીને બેઠી. આવીને તરત એણે પેલું નવું મેઈલ આઈ.ડી. ઓપન કર્યું ત્યાં ભડકી. રાત્રે સાડા ત્રણ વાગ્યાનો એક મેસેજ હતો. સ્નિફરે એનું કામ કરી દીધું હતું. મલ્હારનો પાસવર્ડ ગુલાલના કોમ્પ્યુટર પર ઝગમગી રહ્યો હતો. એણે તરત અંતરાને અંદર બોલાવી. નિખિલને પણ ફોન કર્યો પણ હજુ આવ્યો નહોતો.

અંતરા અંદર આવી ગઈ. પણ ખુશ થઈ ગઈ. એમણે તરત . ઝાલાને સેલ જોડ્યો, ‘સર, કોન્ગ્રેચ્યુલેશન. સ્નિફર પ્રોગ્રામે એનું કામ કરી દીધું છે. અત્યારે મલ્હારનો પાસવર્ડ અમારી સામે છે.’

વેરી ગુડ, હું થોડી વારમાં જિજ્ઞેશ અને લલિતને લઈને ત્યાં આવું છું. પછી આપણે વિચારીએ કે એનો ઉપયોગ કેવી રીતે કરવો.’ સેલ કટ થઈ ગયો. અંતરા અને ગુલાલ ખુશીથી ઊછળી રહ્યાં હતાં. હવે મલ્હારનો બચ્ચો છટકવાનો નહોતો. પાસવર્ડ એના માટે ફાંસીનો ગાળિયો બનવાનો હતો.

ગુલાલથી રહેવાતું નહોતું. એણે અંતરાને કહ્યું, ‘અંતરા, પાસવર્ડ નાંખીને ચેક તો કરીએ કે મલ્હારનો બચ્ચો શું ગુલ ખિલાવે છે?’

પણ ઇન્સ્પેક્ટર સાહેબને પુછ્યા વગર ?’

હા, એમાં શું થઈ ગયું ? મારાથી રહેવાતું નથી. ચાલને જોઈ લઈએ.’

રહેવાતું તો મારાથી પણ નથી. .કે. ઓપન બાસ્ટર્ડસ્ મેઈલ.’

ગુલાલની આંગળીઓ કી-બોર્ડ પર ઘૂમવા લાગી. એણે જી.મેઈલ અકાઉન્ટ બોક્સ ખોલ્યું. એમાં મલ્હારનું મેઈલ આઈ.ડી. નાંખ્યુ અને પછી એનો પાસવર્ડ નાંખીને એમાં લોગ-ઈન થઈ.

બીજી ક્ષણે મલ્હારનું મેઈલ અકાઉન્ટ ખૂલી ગયું. એણે તરત ઈનબોક્સ પર ક્લિક કરી. ઈનબોક્સના મોટા ભાગના મેસેજિસ ગુલાલના હતા. એણે એક મેસેજ પર કિલક કરી. મેઈલ ઓપન થયો અને વાંચવા લાગી, ‘ડિયર મલ્હાર, મુંબઈથી આવ્યા પછી મેં મમ્મીને તારી સાથે લગ્ન કરવાની વાત કરી. પણ મમ્મીએ સાફ ના પાડી દીધી. કોઈ કાળે તારી સાથે મારાં લગ્ન નહીં થવા દે. એણે મારી સગાઈ પણ નક્કી કરી દીધી છે. પણ હું સગાઈ નહીં કરું. હું સંપૂર્ણપણે તને સમર્પિત થઈ ચૂકી છું. આવતી કાલે રાત્રે આઠ વાગે હું મુંબઈ આવી રહી છું. આપણે પહેલીવાર મળ્યાં હતાં ત્યાં ગેટ વે ઓફ ઇન્ડિયા પર હું તારી રાહ જોઈશ. તું નહીં આવે તો દરિયામાં પડીને મરી જઈશ. આવીશ ને મલ્હાર?’

ગુલાલ અને અંતરા બંનેની નજર મેઈલના શબ્દો પર ફરી રહી હતી. મેસેજ વાંચીને ગુલાલના ગળામાંથી ચીસ નીકળી ગઈ. જોરથી બોલી, ‘ઓહ માય ગોડ! મેસેજ તો મેં મલ્હારને મોકલ્યો નથી. અને મેઈલ આઈ.ડી. તો મારું છે.’

હા, એનો મતલબ એમ થયો કે બધું મલ્હાર નથી કરી રહ્યો પણ ત્રીજો કોઈ વ્યક્તિ કરી રહ્યો છે. પણ તમારો પાસવર્ડ હેક કરીને. ઓહ માય ગોડ....’

એક ઝાટકે આખીયે રમતે એકસો ને એંસીની ડિગ્રીએ ટર્ન લઈ લીધો હતો. ગુલાલ અને અંતરા આશ્ચર્ય સાથે કોમ્પ્યુટરની શતરંજ પર ફેંકાયેલા એક નવી રમતના નવા પાસાને તાકી રહ્યા હતા.

ક્રમશ: