જેમના "કડવે પ્રવચને" અનેક લોકોના જીવનમાં મીઠાસ ભરી દીધી હતી...

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં સમાધિમરણ થયું. તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમને ત્રણ સપ્તાહ પહેલાં કમળો થયો હતો. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તેમને આરામ ન હતો થતો. અંતે તેમણે ગઈકાલથી સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ આજે બપોરે 3 વાગ્યે દિલ્હી-મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ સુધી થશે.