પ્રકરણ – ૨૭ : મલ્હારની હાલત ખૂબ ખરાબ હતી. ભુખ, અત્યંત માર અને ગોંધાઈ રહેવાને કારણે એ મરવા જેવો થઈ ગયો હતો.

    ૧૦-સપ્ટેમ્બર-૨૦૧૮    

ના...જાને કોઈ.... કૈસી હૈ યે જિંદગાની, હમારી અધૂરી કહાની...’ ટી.વી પર ચાલી રહેલા સોંગને માણતી ગુલાલ એના ડ્રોઇંગરૂમમાં બેઠી હતી ત્યાં એનાં મમ્મી અંદર દાખલ થયાં. ગુલાલની નજર ટી.વી.ના પરદા પરથી હટીને મમ્મીના શરીર પર પડી. એને વિચાર આવ્યો. મલ્હાર સાથે એનાં મેરેજ નથી થયાં, એક રાતથી વધારે એની સાથે રહી પણ નથી. છતાં એના વિયોગમાં એનાથી એક ક્ષણ પણ પસાર નથી થતી તો સ્ત્રી તો સાત-સાત વર્ષથી એકલી છે. એણે પુરુષ વગરની જિંદગી કેવી રીતે કાઢી હશે ? એણે મમ્મીના અડતાલીસ વર્ષે પણ બેય કાંઠે વહેતા બદન પર નજર કરી. સફેદ સાડલામાં જાણે બેય કાંઠે વહેતી નદી વીંટાઈને પડી હતી. પણ પુરુષની હૂંફ વગર સ્ત્રીએ જિંદગી જીવી બતાવી હતી. આજ સુધી એને મમ્મીનો વિચાર તો આવ્યો નહોતો પણ આજે જ્યારે પણ એક પ્રેમી પુરુષનો અભાવ મહેસૂસ કરી રહી હતી ત્યારે એને મમ્મીનો વિચાર આવી રહ્યો હતો, દયા આવી રહી હતી. એણે દયામણી નજરે મમ્મી સામે જોયું. એમણે એમનું સંતોષી મીઠું સ્મિત વહેવડાવ્યું. એની પાસે આવ્યાં. પૂજાની થાળીમાંથી શ્રીફળનો ટુકડો આપ્યો અને બોલ્યા, ‘બેટા, ઝાલા સાહેબનો ફોન આવ્યો?’

ના, મોમ! કોઈ કોન્ટેક્ટ નથી. શી ખબર શું થઈ રહ્યું છે.’ ગુલાલ ઢીલી થઈ ગઈ. કૌશલ્યાબહેને એના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘ચિંતા ના કર બેટા! ભગવાન સૌ સારા વાના કરશે. તને સતાવનાર પેલો નરાધમ પણ મળી જશે અને મલ્હાર પણ મળી જશે.’

ભગવાન શું સારાં વાનાં કરવાનો હતો ? એને આપણી ચિંતા હોત તો આપણા જેવાં સીધાસાદા લોકો સાથે આવાં ખરાબ વાનાં કરત નહીં ને...’ ગુલાલ હવે એનો ગુસ્સો ભગવાન પર ઠાલવી રહી હતી.

એવું ના બોલાય બેટા, પાપ લાગે.’

ત્યાં ઘરમાં નિખિલ અને અંતરા દાખલ થયાં, સોફામાં બેસતાં અંતરાએ કહ્યું, ‘ગુલાલ, કેમ બે દિવસથી ઓફિસ નથી આવતી અને સેલ પણ રિસિવ નથી કરતી ? તબિયત તો સારી છે ને ?’

હા ! બસ એમ .’ ગુલાલે ટૂંકો જવાબ આપ્યો.

ગુલાલ તું અમારાથી કંઈક છુપાવી રહી છે. હમણાં હમણાંથી પેલા કેસની વાત પણ નથી કરતી. ઝાલા સાહેબ પણ અમને કશું કહેતા નથી. વાત શું છે તમને લોકોને ક્યાંક અમારા પર તો શક નથી ને ?’ નિખિલે ગુલાલ સામે જોતા કહ્યું. ગુલાલ નીચું જોઈ ગઈ. અંતરાએ નિખિલની વાતમાં સૂર પુરાવતાં કહ્યું, ‘ગુલાલ, અમારી સામે જોઈને જવાબ આપ! તું તો અમને બંનેને તારા બેસ્ટ ફ્રેન્ડ ગણે છે ! તો પછી કેમ આમ ? તું કહે કે ના કહે અમને ખબર છે કે તને અમારા પર પણ શક છે.’

નો... નો... એવું કાંઈ નથી !’ ગુલાલે મોટે અવાજે કહ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, ‘મને તમારા પર બિલકુલ શક નથી. પણ યુ નો ! ઝાલા સાહેબને તમારા પર શક છે. એમણે મને તમને કંઈ કહેવાની ના પાડી છે. બટ, આઈ એમ સોરી ફ્રેન્ડઝ ! હું તમને બધું કહું છું. એટલે હું ઓફિસ નથી આવી શકતી. આઈ. એમ સોરી, વેરી સોરી !’ ગુલાલે સોફાના તકિયામાં મોં છુપાવી લીધું. અંતરા અને નિખિલ ઊભા થયાં અને એને ભેટી પડ્યા. ગુલાલે એકે-એક વાત એમને કરી દીધી. એનું બોલવાનું ચાલુ હતું ત્યાં એનો મોબાઈલ રણક્યો, ‘ગુલાલ ! ગુડ ન્યુઝ છે. આફટર ઓલ વી હેવ એસ્કેપ્ડ ધી ક્રિમિનલ. ગુનેગાર પકડાઈ ગયો છે!’ . ઝાલા ઉત્સાહથી બોલ્યા પણ સામેથી ઉમળકો ના દેખાયો. ક્રિમિનલ પકડાઈ જાય ગુલાલ માટે માત્ર ન્યૂઝ હતા અને મલ્હાર સહી સલામત મળી જાય ગુડ ન્યૂઝ. એણે ઢીલા આવજે પૂછ્યું, ‘સરસ, અને મલ્હાર ?’ પ્રશ્ર્નમાં ભારોભાર પ્રેમ અને ચિંતા દેખાતા હતા.

હવે સામેથી ગુડ ન્યૂઝ આવ્યા, ‘અને મલ્હાર પણ થોડા કલાકોમાં મળી જશે. જીવે છે. માણસે એને મુંબઈમાં ક્યાંક ગોંધી રાખ્યો છે. પણ જીવે છે નક્કી છે. ગુલાલ ! હું અત્યારે મલ્હારને લેવા માટે મુંબઈ જાઉં છું. પછી ત્યાંથી તારા ગુનેગારને અને તારા પ્રેમીને બંનેને લઈને તારી પાસે આવીશ.’

મોબાઈલમાંથી . ઝાલાનો અવાજ આવી રહ્યો હતો પણ ગુલાલ કંઈ જવાબ નહોતી આપી શકતી. ખુશીના માર્યા એની વાચા હણાઈ ગઈ હતી. અંતરા અને નિખિલ એની બાજુમાં હતા. બંનેના હાથ એના ખભે હતા. થોડી આગળ ઝૂકી અને અંતરાને વળગી પડી, ‘અંતરા, મલ્હાર મળી ગયો !’ એના વાક્ય સાથે નિખિલનો એના ખભે મૂકેલો હાથ લપસી ગયો. નિખિલ ફરી હાથ ત્યાં ના મૂકી શક્યો. દૂર હટી ગયો. જગ્યા પરથી પણ અને એની જિંદગીમાંથી પણ. અંતરા પણ રડી રહી હતી, એનાં મમ્મી કૌશલ્યાબહેન પણ રડી રહ્યાં હતાં અને કોરું તો કોરું પણ નિખિલ પણ રડી રહ્યો હતો. સૌને પોતપોતાનાં કારણો હતાં.

મોબાઇલ હજુ ચાલુ હતો. સ્પીકરમાંથી . ઝાલાનો હેલ્લો હેલ્લોનો અવાજ આવી રહ્યો હતો. અંતરાએ ગુલાલને ભીના અવાજે કહ્યું, ‘વાત કર ! ફોન હજુ ચાલુ છે !’

ગુલાલે વાત કરી, ‘સોરી, સર! પણ મારે પણ મુંબઈ આવવું છે. તમે મલ્હારને અહીં લઈ આવો ત્યાં સુધી હું રાહ નહીં જોઈ શકું.’

.કે. અમે અત્યારે અમરેલી છીએ. કાલે સવારે ચાર વાગ્યે મુંબઈ પહોંચીશું. ગેટ વે ઓફ ઇન્ડિયા મળીએ. ફોન કટ થઈ ગયો. ગુલાલે એની મમ્મી સામે જોયું. એમણે હંમેશ મુજબ સાડલાના છેડા વડે આંખો લૂંછતા કહ્યું, ‘મેં નહોતું કહ્યું કે ભગવાન સૌ સારા વાનાં કરશે!’

***

સવારના ચાર વાગ્યે . ઝાલા, કોન્સ્ટેબલ રાઠોડ, . દેશમુખ અને એમની ટીમ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે ઊભાં હતાં. હાથકડી પહેરેલો યુવરાજ પણ ત્યાં હતો. થોડી વારમાં એક બ્લેક હોન્ડા સીટી કાર ત્યાં આવીને ઊભી રહી ગઈ. એમાંથી ગુલાલ, નિખિલ અને અંતરા ઊતર્યાં. નિખિલની ઇચ્છા નહોતી છતાં ગુલાલને ખરાબ ના લાગે એટલે પણ સાથે આવ્યો હતો. ત્રિપુટી . સાહેબની નજીક આવી. ગુલાલની નજર હાથકડી પહેરેલા યુવરાજ તરફ ગઈ. એની આંખમાંથી ઝેર વરસ્યું, હૈયામાં અચાનક ક્રોધ ફાટી નીકળ્યો. એણે એની નજીક જઈ બે-ચાર સણસણતા તમાચા ચોડી દીધા, અને એનો કોલર પકડી લીધો, ‘યુ રાસ્કલ, બાસ્ટર્ડ ... મેં તારું શું બગાડ્યું હતું કે તેં...’

અંતરા એને દૂર લઈ ગઈ. . ઝાલાસાહેબ બોલ્યા, ‘ગુલાલ શાંત થા. એને સજા પણ થશે અને એણે શા માટે આવું કર્યું પણ ખબર પડશે. પણ પહેલાં મલ્હારને છોડાવવો જરૂરી છે. લેટ્સ ગો!’

લગભગ કલાક પછી ત્રણ ગાડીઓ એક અવાવરુ વિસ્તારના ઊબડખાબડ રસ્તે દોડી રહી હતી. થોડી વારમાં એક જૂના ભેંકાર ખંડેર પાસે જઈને ગાડી ઊભી રહી. શિયાળાનો દિવસ હતો. અંધારું ખાસ્સું હતું. પોલીસ ટુકડી ચારે બાજુ બંદૂક લઈને ગોઠવાઈ ગઈ. કદાચ યુવરાજની કોઈ ગેંગ હોય અને હુમલો કરે તો ? હિસાબે તકેદારી ખુબ રાખવામાં આવી હતી. ગુલાલ, નિખિલ અને અંતરાને પણ પ્રોટેક્શન સાથે અંદર લઈ જવાયાં. પાંચ-સાત લોકો મોટી બેટરીઝ સાથે આગળ ચાલી રહ્યા હતા. ગુલાલની છાતી જોર જોરથી ઘડકી રહી હતી. એનો મલ્હાર કેટલાય દિવસથી ભેંકાર, બિહામણા ખંડેરમાં રહેતો હતો! વિચાર આવતાં ધ્રૂજી રહી હતી.

અચાનક આટલી બધી લાઇટ્સ અને બૂટનો અવાજ આવતાં અંદર બંધાઈને પડેલો મલ્હાર થથરી ગયો. થોડીવારે આખી ટુકડી ખંડેરની અંદર મલ્હાર પાસે જઈ પહોંચી. એના ચહેરા પર બેટરીનો પ્રકાશ પડ્યો. અંધારાથી ટેવાયેલી આંખો ઘણા સમયે આટલું અજવાળું જોઈ રહી હતી. સામે કોણ હતું એને કળાતું નહોતું. એણે બુમ મારી, ‘કોણ.... કોણ છે અહીં ?’

હું છું મલ્હાર હું, તારી ગુલાલ!’ બોલતા ગુલાલ દોડીને એને ભેટી પડી. જાણે કોઈ ડેમ ફાટી પડે અને પૃથ્વી પર પાણી પાણી વેરાઈ જાય એમ ગુલાલ મલ્હાર પર વેરાઈ ગઈ. એને ભીનાં ચુંબનોના વરસાદમાં ભીંજવી દીધો.

મલ્હાર, લોકોએ તારી શું હાલત કરી દીધી છે! મલ્હાર, મલ્હાર, મલ્હાર. શું થઈ ગયું ! હે ભગવાન.’

મલ્હારના બંને હાથ બંધાયેલા હતા. પણ એની આંખો, એના હોઠ, એના રૂંવાડા ખુલ્લાં હતાં. બધાના મિશ્રણથી ગુલાલને ભેટી પડ્યો.

મલ્હારની હાલત ખૂબ ખરાબ હતી. ભૂખ, અત્યંત માર અને ગોંધાઈ રહેવાને કારણે મરવા જેવો થઈ ગયો હતો. એની દાઢી વધી ગઈ હતી, ચહેરો વિલાઈ ગયો હતો. એનું વજન પાંસઠ કિલોમાંથી માત્ર પિસ્તાલીસ કિલો થઈ ગયું હતું. સાવ સુકાઈ ગયો હતો. બરાબર બોલી પણ નહોતો શકતો. ગુલાલે એના હોઠ પર હાથ મૂકી દીધો, ‘હમણાં કંઈ ના બોલીશ !’

ત્યાંથી છોડાવી એને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને સારવાર શરૂ થઈ. ટ્રાવેલ કરી શકે તેટલો સ્વસ્થ થયો. પછી એને રજા આપવામાં આવી.

***

યુવરાજનો ફ્રેન્ડ મનુ પણ પકડાઈ ગયો હતો. આખો કેસ હવે અમદાવાદમાં ચાલવાનો હતો. . ઝાલા અને કો. રાઠોડ બંનેને લઈને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. નિખિલ અને અંતરા પ્લેનમાં નીકળ્યાં અને મલ્હાર અને ગુલાલ એની ગાડીમાં. બેક સીટમાં મલ્હારના જખમને પંપાળતી ગુલાલ હજુ બેઠી હતી. અત્યારે કંઈ પૂછવાનો કે કહેવાનો સમય નહોતો. માત્ર ભીના થવાનો, સ્પર્શવાનો અને પંપાળીને દિલને ઓલ ઈઝ વેલ કહેવાનો સમય હતો. ગાડીના મ્યૂઝિક પ્લેયર પર સોંગ વાગી રહ્યું હતું, મલ્હાર અને ગુલાલ એમાં વહી રહ્યાં હતાં,

તેરે લિયે હમ ભી જીયે... હોઠોં કો સીયે

દિલમેં મગર જલતે રહે ચાહત કે દિયે... તેરે લીયે

કિતને સિતમ હમ પર સનમ લોગોંને કિયે

દિલમેં મગર જલતે રહે ચાહત કે દિયે... તેરે લિયે...’

***

મોમ, આય એમ વેરી હેપ્પી. મલ્હાર સહીસલામત છે. મને બ્લેકમેઈલ કરનાર યુવરાજ અને એનો ફ્રેન્ડ મનુ પકડાઈ ચૂક્યા છે. મલ્હાર અત્યારે મારી સાથે છે. હું એને લઈને ઘેર આવી રહી છું.’ ગુલાલે ફોન કરીને એની મમ્મીને ગુડ ન્યૂઝ આપ્યા. મમ્મી દીકરીના અવાજમાં રહેલો ઉમળકો પારખી ગયાં. એના જીવનસાથીને લઈને આવી રહી હતી, ‘બેટા, તું ખૂશ છે એટલે બસ! પણ બેટા, સીધી ઘેર ના આવતી. તને ખબર છે જે દિવસથી મેં તારા પ્રોબ્લેમ વિશે સાંભળ્યું હતું તે દિવસથી આજ સુધી હું રોજ એક ટાણું કરું છું. મેં બાધા રાખી હતી કે હતી કે જ્યારે ભગવાન તને મુશ્કેલીમાંથી ઉગારી લેશે અને મલ્હાર પહેલી વાર આપણા ઘરે આવશે ત્યારે તમને બંનેને સજોડે ગાયત્રી મંદિર લઈ જઈશ. માતાજીના દર્શન કરાવ્યા પછી ઘરે લાવીશ અને બાધા છોડીશ. માટે બેટા, મલ્હારને સીધો ઘેર ના લાવીશ. ગાડી બહાર ઉભી રાખજે આપણે પહેલા મંદિરે જઈશું. બસ, હવે મને શાંતી થઈ. ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી ખરી.વેલકમ બેટા... વેલકમ બોથ ઓફ યુ.’

ફોન કટ થઈ ગયો. ગુલાલે ફરી પાછું મલ્હારની છાતી પર માથું ઢાળી દીધું. અમદાવાદ આવીને એની મમ્મી સાથે મંદિર પણ જઈ આવી. મંદીરેથી પાછા આવ્યાં પછી કૌશલ્યાબહેને એમને દરવાજામાં ઊભા રાખી દીધાં, અંદર જઈને પૂજાની થાળી લઈ આવ્યા. બંનેના કપાળે ચાંદલો કર્યો. આરતી ઉતારી અને પછી અંદર આવકાર્યાં, ‘આવો, ઘરમાં અને નવા જીવનમાં સ્વાગત છે તમારું.’

ગુલાલ અંદર પ્રવેશતાં બોલી, ‘મલ્હાર, આશ્ર્ચર્ય ના પામતો. મારી મોમ આવી છે. આધુનિક પણ ખરી અને જુનવાણી પણ ખરી. એજ્યુકેટેડ છે પણ બહુ શ્રદ્ધાળુ છે. વધારે તો એને મારી ચિંતા થાય છે એટલે આવું બધું કરે છે.’

કૌશલ્યાબહેને મરક મરક હસતાં સફેદ સાડીનો છેડો માથે ઓઢતાં કહ્યું, ‘તમે બેસો, હું કંઈક બનાવી લાવું.’

પણ મમ્મી, નોકરો છે. તું શું કામ ચિંતા કરે છે. બેસ, અમારી સાથે.’

ના, બેટા! આજે તો મારી સૌથી મોટી ચિંતા, સૌથી મોટું વિઘ્ન દૂર થયું છે. મારી દીકરી તારું હાસ્ય કેટલા દિવસે પાછું ફર્યું છે તને નહીં ખબર હોય પણ મને ખબર છે. મને કરવા દે હું જે કરું છુ ..’ બોલતાં બોલતાં અંદર ચાલ્યાં ગયાં. આજે એમની ચાલમાં એક નવો જુસ્સો અને જોમ આવી ગયાં હતાં. ગુલાલ એમને તાકી રહી. થોડી વારમાં ગુલાલના ફોનની રીંગ વાગી. એણે ફોન રિસીવ કર્યો. સામે . ઝાલા હતા. ‘યેસ, સર!’ ગુલાલે ઉત્સાહથી કહ્યું.

બેટા, પહોંચી ગયાં શાંતિથી ?’

હા, સર! આરામથી પહોંચી ગયાં. અને મારે તમને એક વાત કહેવીતી!’

બોલને બેટા !’

મારે તમને સ્પેશિયલ થેંક્સ કહેવું છે સર. થેંક યુ વેરી મચ, તમે મારા ખરાબ સમયમાં મારા પિતા જેટલી હૂંફ આપીને મારી હેલ્પ કરી છે. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકું. થેંક યુ વેરી મચ.’

પિતાતુલ્ય પણ ગણે છે અને પાછી આભાર પણ માને છે ? દીકરીએ કદી બાપનો આભાર ના માનવાનો હોય. ચાલ છોડ વાત, પણ કાલે તું અને મલ્હાર શાંતિથી પોલીસ સ્ટેશને આવી જજો. થોડીક કાનૂની કાર્યવાહી કરવાની છે. અને પેલા યુવરાજની જુબાની પણ લેવાની છે. તું હાજર રહે એવું હું ઇચ્છું છું.’

યુવરાજનું નામ સાંભળતાં ગુલાલનો અવાજ ફરી ગયો, ઝેર ઓકતી હોય એમ બોલી,‘ચોક્કસ આવીશ સર, મારે પણ જાણવું છે કે માણસે શું કામ મારી જિંદગીમાં આટલો મોટો ભૂકંપ સર્જ્યો? શા માટે મારી સાથે આવું કર્યું !’

. કે. બાય !’ . ઝાલાએ ફોન કટ કરી દીધો. પણ ગુલાલના મનમાં ઘુમરાતો પ્રશ્ર્ન કટ ના થયો. વિચારતી રહી - ‘યુવરાજે એની સાથે આવું શા માટે કર્યું ?’ પણ એમ વિચારવાથી જવાબ મળે એમ નહોતો. એના માટે આવતી કાલ સુધી રાહ જોવી ફરજીયાત હતી...!

ક્રમશ: