મેક્સિકોમાં આજે પણ હયાત છે હિન્દુ ધર્મ

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮


 
 
મેક્સિકો સંયુક્ત રાજ્ય અમેરિકાની દક્ષિણી સરહદ સાથે જોડાયેલ એક દેશ છે. આના એક રાજ્ય મોરેલોસના પાટનગર કુર્નાવકામાં ગત વર્ષે એક જબરજસ્ત ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં અહીંનાં અઝ્ટેક પિરામિડમાંથી અચાનક ભગવાન સૂર્ય અને યુદ્ધનાં દેવતાનાં મંદિર બહાર આવતાં લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું. ઉલ્લેખનીય છે કે મેક્સિકો બીજું ભારત છે. અહીંના નાગરિકોનું વ્યક્તિત્વ અને દેખાવ ભારતીયો જેવા હોય છે. અહીં મા દુર્ગા, હનુમાન અને ભગવાન શંકરનાં મંદિરો પણ મળી આવ્યાં છે. સ્વ. પ્રોફેસર રઘુવીર જ્યારે અહીં સંશોધન માટે ગયા હતા તો એક ગુફામાં કેટલાક વૃધ્ધોને હવન કરતા જોઈ તેઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા હોવાનું નોંધે છે. તેઓ કહે છે કે તે લોકો હવન કરતી વખતે સ્વાહા...સ્વાહા...ને બદલે હવા હવાનું ઉચ્ચારણ કરી રહ્યા હતા.