૨૪ આંગળીવાળા આ કિશોરની બલિ ચડાવવા માગે છે તેના જ સગાઓ

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮


 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેતા શિવાનંદ નામના એક કિશોરને જન્મસમયથી બન્ને હાથ અને પગમાં - આંગળીઓ છે. તેની વિશેષતા લોકોમાં આશ્ર્ચર્યનું કારણ હતી, પરંતુ તેની ખાસિયત હવે તેના જીવનું જોખમ બની ગઈ છે. શિવાનંદના કેટલાક સંબંધીઓ તેના પિતા ફુન્નીલાલને તાંત્રિક વિધિ માટે શિવાનંદનો બલિ આપવાનું સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનો બલિ ચડાવવાથી આપણી પર ધનવર્ષા થશે. તાજેતરમાં તેના સંબંધીઓ ફુન્નીલાલની જાણકારી બહાર શિવાનંદને તાંત્રિક વિધિ માટે સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા, પરંતુ સદ્નસીબે તાંત્રિકે આજે બલિ માટે શુભ મુર્હૂત હોવાનું કહેતાં તેઓ તેને ઘરે પરત મૂકી ગયા હતા. ઘટના બાદ શિવાનંદના પરિવારજનોએ તેને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે અને તેને ઘરની બહાર પણ જવા દેતા નથી. ફુન્નીલાલે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.