પ્રકરણ – ૩૩: કલાકાર ઊંચા સ્ટેજ પર નેપથ્યમાં બેસીને એની કઠપૂતળીઓ નચાવે તેમ કોઈ ગુલાલ અને મલ્હારને નચાવી રહ્યું હતું

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૧૮    

ગુલાલ છેક પાંચ વાગ્યા સુધી . ઝાલા સાથે બેઠી. સાડા પાંચે ઓફિસ આવી. આવીને તરત મેઈલ ઓપન કર્યું. ઇનબોક્સમાં એક નવો મેઈલબોંબ એનો ઇન્તજાર કરી રહ્યો હતો. એણે સમય જોયો. બે મિનિટ પહેલાં મેઈલ આવેલો હતો. એણે એક તરફ મેઈલ ઓપન કર્યો અને બીજી તરફ . ઝાલાને સેલ જોડયો, મેઈલના શબ્દો એના કોમ્પ્યુટર સ્ક્રીન પર ઝગમગવા લાગ્યા,

સેલની સ્ક્રીન પર ગુલાલનો નંબર જોતાં . ઝાલા સમજી ગયા કે ગુલાલે શા માટે ફોન કર્યો છે. ફોન રિસીવ કરતાં બોલ્યા, ‘યેસ, ગુલાલ ! મને મારા એક્સપર્ટે હાલ મને ખબર આપ્યા કે તારા પર યુવરાજનો મેઈલ આવ્યો છે. અમે લોકો અત્યારે એને ટ્રેસ કરી રહ્યા છીએ. ડોન્ટ વરી ! અત્યારે ફોન મૂક. હું તને પછી ફોન કરું છું.’ સેલ ડિસકનેક્ટ થઈ ગયો. મેઈલના શબ્દો ગુલાલની આંખોમાંથી હૃદયમાં ઊતરતા ગયા,

હાય ગુલાલ, કેમ છો ? મજામાં ?

કેવી ગઈ રાત? દરિયો પાસે હોય અને તરસ્યા રહેવાનું કોને કહેવાય ખબર પડીને ? પ્રેમની તડપ શું હોય છે ખબર પડીને? મારી બહેન પણ આમ તડપી તડપીને મરી હતી. મારે પણ તને એમ મારવાની છે. યાદ રાખજે, મલ્હારને અડી તો મલ્હાર ધુમાડો થઈ ગયો સમજજે... હા... હા... હા..તારો યુવરાજ....’

ગુલાલે માથું પકડી લીધું અને તરત ઇન્ટરકોમ પર અંતરાનો નંબર જોડ્યો, વખતે પણ અંતરાને બદલે એની બાજુમાં બેસતી મોનાલીએ ફોન રિસીવ કર્યો, ‘મેડમ, અંતરા તો બપોરે ત્રણ વાગે ચાલી ગઈ છે. એના ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હતા.’

.કે...’ ગુલાલે ફોન મૂકી દીધો. એનું મગજ બહેર મારી ગયું હતું. એને થયું જો વધારે વાર અહીં બેસશે તો ગૂંગળાઈને મરી જશે. ઊભી થઈ અને મલ્હારની કેબિનમાં ગઈ. મલ્હાર ત્યાં નહોતો. એની કેબિનની બહાર બેસતી રીસેપ્શનિસ્ટે ખબર આપ્યા, ‘મેડમ, સાહેબ તો બપોરના બહાર ગયા છે.’

કેટલા વાગે?’

સાડા ત્રણે...’

.કે.’ એને મળેલા બંને જવાબોમાં ગુલાલને કંઈક ખૂચ્યું પણ શું ખૂંચ્યું એની એને ખબર નહોતી.

***

કાળચક્ર કૃષ્ણની આંગળીના ટેરવે ફરતા સુદર્શનચક્રની ઝડપે ફરી રહ્યું હતું. વીજળીના ચમકાર જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા. કોઈ રાજસ્થાની કલાકાર ઊંચા સ્ટેજ પર નેપથ્યમાં બેસીને એની આંગળીઓ વડે કઠપૂતળીઓ નચાવી રહ્યો હોય એમ કોઈ નેપથ્યમાં રહીને ગુલાલ અને મલ્હારને નચાવી રહ્યું હતું. પંદર દિવસથી બંનેએ એકબીજાનો સ્પર્શ પણ નહોતો કર્યો. શરીરના આવેગોને તો કદાચ વશ થઈ પણ જવાય. પણ એકબીજા પર ઊભરાતા દરિયા જેટલા પ્રેમનું શું? મનના ભાવો ક્યાં દાટવા ? એમની રાતો સ્વાદ વગરની હતી અને દિવસો સુવાસ વગરના પણ સ્વાદ અને સુવાસ લેવા જતાં શ્વાસ ગુમાવવા પડે એમ હતા.

વિરહને સાઇડ કરીએ તો પણ ગુલાલ અને મલ્હારને બીજું પહાડ જેવડું માનસિક ટેન્શન તો હતું . યુવરાજ રોજ ગુલાલને એક મેઈલ કરતો. દિવસે દિવસે એની વિકૃતિ વધતી જતી હતી. બીભત્સ પ્રશ્ર્નો પૂછતો. એની સાયકોલોજી ગુલાલને સમજાઈ રહી હતી. ગમે તે રીતે એને તડપાવવા માંગતો હતો.

મલ્હારની હાલત પણ એવી હતી. ટાણે-કટાણે પેલી સ્ત્રી એને હોટેલના કમરામાં બોલાવી લેતી અને એણે જવું પડતું. ઇચ્છા હોય કે ના હોય કહે એમ નાચવું પડતું, કૂદવું પડતું. ના પાડે તો વળી પાછી ગુલાલને ખતમ કરી નાંખવાની ધમકી તો ખરી . મલ્હાર સાથે શું થઈ રહ્યું હતું તો ફક્ત મલ્હાર જાણતો હતો. પણ ગુલાલ પર આવતા મેઈલથી . ઝાલા અને અંતરા બંને વાકેફ હતાં. . ઝાલા અને એમની ટુકડી બ્લેક મેઈલરને પકડવા માટે એમની પૂરેપૂરી શક્તિ અને બુદ્ધિ વાપરી રહ્યાં હતા. યુવરાજ એમના માટે હવે એક વ્યકિત મટીને પડકાર બની ગયો હતો. આકાશ અને પાતાળ ફંફોસી રહ્યાં હતા. પણ એમને ક્યાં ખબર હતી કે નથી આકાશમાં કે નથી પાતાળમાં તો છે બંનેની વચ્ચેના વાતાવરણમાં, એમની સાથે સાથે, એમનો ખભેખભો મિલાવીને ઊભો છે. જરૂર છે માત્ર એને જોવાની.

જ્યારે જ્યારે ગુલાલ પર મેઈલ આવે ત્યારે ત્યારે . ઝાલાની ટુકડી એને ટ્રેસ કરતી. ચોવીસેય કલાક સાયબર તજજ્ઞોની ટુકડી ગુલાલના મેઈલ પણ નજર ખોડીને બેસી રહેતી. જેવો મેઈલ આવે તરત પાંચ મિનિટમાં ટ્રેસ થઈ જતો. અને ટૂકડી જે તે સ્થળે પહોંચી જતી. પણ ત્યાં હવાને બાથ ભરવા સિવાય એમના હાથમાં કાંઈ નહોતું રહેતું.

બ્લેકમેઇલર હવે એક નવી મોડસ ઓપરેન્ડી વાપરી રહ્યો હતો. ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હતો ડેટાકાર્ડથી. તપાસ ટુકડી એવા નિષ્કર્ષ પર આવી હતી કે બ્લેકમેઇલર ડેટાકાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે અને લેપટોપ દ્વારા ગાડીમાં બેઠાં બેઠાં મેઈલ કરી રહ્યો છે. એની પાસે એક કરતાં વધારે ડેટાકાર્ડ હતાં. એક મેઈલ કરીને ડેટાકાર્ડ ડિસ્ટ્રોય કરી નાંખતો હતો. દરેક મેઈલમાં જુદાં જુદાં ડેટાકાર્ડ વપરાતાં હતા. દરેકના માલિક જુદાં જુદાં હતા. જ્યારે જ્યારે પણ ગુલાલ પર મેઈલ આવે ત્યારે તપાસટુકડી થોડી મિનિટોમાં ડેટાકાર્ડ હોલ્ડરનું સરનામુ મેળવી લેતી. પણ તકલીફ હતી કે જે ડેટાકાર્ડ પરથી બ્લેકમેઈલર મેઈલ કરતો ડેટાકાર્ડ ધરાવનારો એક પણ માણસ જીવતો નહોતો. એક ડેટાકાર્ડનું સરનામુ અમરેલી બતાવતું તો બીજા ડેટાકાર્ડ ધારકનુ સરનામુ વાપીનુ બતાવતું. એક ડેટાકાર્ડ થરાદનું હોય તો બીજું દેવગઢ બારિયાનું રહેતું. સરનામે તપાસ પણ થતી. સરનામુંય સાચું હોય પણ તકલીફ માત્ર એક હતી કે જે માણસના નામ પર ડેટાકાર્ડ લીધેલું હોય માણસ તો બે કે ત્રણ વર્ષ પહેલાં ગુજરી ચૂક્યો હોય.

બીજી મુસીબત થતી કે ટ્રેસ કરતી વખતે ડેટાકાર્ડનું સરનામું અમરેલી બતાવે પણ ઉપયોગ થઈ રહ્યો હોય લોકેશન ગાંધીનગર બતાવે. કોઈ વાર કડી-કલોલથી મેઈલ થઈ રહ્યા છે એવું બતાવે, કોઈ વાર અમદાવાદથી, કોઈ વાર સાણંદથી, કોઈ વાર હાથીજણ હાઈવે પરથી, કોઈ વાર ચાંગોદરથી, કોઈ વાર બગોદરા હાઈવે પરથી, કોઈ વાર નિકોલ હાઈવે પરથી તો કોઈ વાર નરોડા રોડ પરથી.

. ઝાલા અને એમની ટુકડીને બ્લેકમેઇલર બરાબરનો હંફાવી રહ્યો હતો. રોજ જુદી જુદી જગ્યાએ દોડીને . ઝાલા વધારે ખિજાયા હતા પણ હાર્યા નહોતા. બ્લેકમેઇલરે ગુલાલને લક્કડખોદ જેમ કોરી ખાધી હતી. ગુલાલ જબરજસ્ત ઝડપે એની હિંમત, એનું માનસિક સંતુલન ગુમાવી રહી હતી. એને સતત મલ્હારની ચિંતા સતાવ્યા કરતી હતી અને મલ્હાર એની ચિંતામાં હતો. પણ જે હાઈવે પર ચડી ગયો હતો હાઈવેને યુ ટર્ન નહોતો.

***

તો એનો અર્થ એમ થયો કે હવે આપણે આપણી ચાલ બદલવી પડશે.’ રાતના સાડા દસ વાગે નિખિલ અને એક કાળા કોટવાળો માણસ એક કોફી શોપમાં બેઠા બેઠા ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. નિખિલે સામેવાળા માણસને એના મનની વાત કરી, ‘આમ ને આમ દિવસો વીતી જશે તો આપણે કંઈ નહીં કરી શકીએ. તમે કહો હવે શું કરવું જોઈએ?’

તમારી વાત સાચી છે. મારા મતે તો હવે આપણે....’ કાળા કોટવાળો માણસ આટલું બોલીને અટકી ગયો પછી નિખિલની એકદમ નજીક જઈ એના કાનમાં કંઈક બબડ્યો. નિખિલના ચહેરા પર એની વાત સાંભળીને રોનક આવી ગઈ, ‘વાઉ, ફાઇન આઇડિયા ! બસ કાલે આઈડિયા અમલમાં મૂકી દો !’ અને બંને જણ હાથ મિલાવી એકબીજા સામે મર્માળું સ્મિત કરીને વિદાય થયા. સ્મિતમાં થોડો ભેદ હતો, ભરમ પણ હતો અને થોડી ચાલ અને ચાલાકી પણ.

***

મલ્હાર અને . ઝાલા એક ટેબલ પર બેઠા હતા. કોઈ દિવસ હસીને વાત પણ નહોતા કરતા અને આજે . ઝાલાએ મલ્હારને મળવા બોલાવ્યો હતો વાતથી મલ્હાર તાજ્જુબ હતો. એમણે પોલીસ સ્ટેશનની બહાર કોઈ શાંત જગ્યાએ એને બોલાવ્યો હતો એટલે એને ડર પણ લાગી રહ્યો હતો કે એની પોલ ખૂલી ગઈ છે. થરથર ધ્રૂજતો એમની સામે બેઠો હતો. . ઝાલાએ વાત શરૂ કરી, ‘મલ્હાર, ઘણા સમયથી મારે તને એક વાત કરવી છે. મેં અને ગુલાલે તારાથી એક વાત છુપાવી છે. યુવરાજ હજુ જીવે છે. રોજ મેઈલ કરીને ગુલાલને બ્લેકમેઇલ કરે છે. આખરે તું એનો પતિ છે. તને વાતની ખબર હોવી જોઈએ. કાલે સવારે થવાનું થઈ જાય તો તને એમ ના લાગે કે અમે તને અંધારામાં રાખ્યો છે.’ . ઝાલાએ બહુ વિચારીને મલ્હાર આગળ વાતનો ખુલાસો કર્યો અને તમામ વિગતો કહી. મલ્હાર આશ્ર્ચર્યચકિત થઈને સાંભળી રહ્યો હતો. વધારે આશ્ર્ચર્યતો એને ત્યારે લાગ્યુ જ્યારે એને ખબર પડી કે એની જેમ ગુલાલ સામે પણ યુવરાજે એની સાથે શરીર સંબંધ બાંધવાની શરત મૂકી છે. એનું મગજ ચકરાવા લેવા લાગ્યું. એની પ્રેમિકાની શરત અને યુવરાજની શરત સરખી કઈ રીતે હોઈ શકે ? જરૂર કંઈક રાઝ છે વાતમાં. પણ . ઝાલાને કંઈ કહેવાય એમ નહોતું. માત્ર માથું ધુણાવતો રહ્યો. એની અંદર સળગી રહેલી ગુલાલની ચિંતાની આગ વધારે પ્રજ્વળી ઊઠી હતી.

***

યુવરાજ તરફથી ગુલાલને રોજ અચૂક મેઈલ મળી જતો. ક્યાં તો સવારે સાતથી આઠ વચ્ચે મેઈલ આવતો, ક્યાં તો સાંજે છથી આઠ વચ્ચે. આજે સવારે ગુલાલ ઓફિસ આવી. મેઈલ ઓપન કરીને જોયો પણ એકેય મેઈલ નહોતો. સાંજે પણ સાડા સુધી મેઈલ ના આવ્યો. અવનવા વિચારો એને કોરી રહ્યા હતા. વાગીને ચાલીસ મિનિટ થઈ રહી હતી. હજુ બેસી રહી હતી. આજે એની આંખ પણ ફરકી રહી હતી. હજુ સુધી યુવરાજનો મેઈલ નહોતો આવ્યો એટલે જરૂર કંઈક અજુગતું બનવાનું હતું એવી દહેશત એના મનમાં રોપાઈ ગઈ હતી. થાકીને કોમ્પ્યુટર શટ ડાઉન કરવા જતી હતી ત્યાં એના મેઈલ બોક્સમાં એક મેઈલ આવ્યો. એણે તરત ઓપન કર્યો અને ધડકતી છાતીએ વાંચવા લાગી, ‘ગુલાલ, કેમ છે, આજે સવારથી મારો મેઈલ ના આવ્યો એટલે ટેન્શનમાં હોઈશ. પણ હવે તું ચિંતા ના કર. તારી ચિંતા આજથી ખતમ થાય છે. યુ નો, મે ગઈકાલે રાત્રે બહુ વિચાર્યું તારા વિશે, મારી બહેનો વિશે, મલ્હાર વિશે, બધા વિશે. કલાકોના વિચાર પછી મને લાગ્યું કે તે જે ભૂલ કરી હતી એના પ્રમાણમાં મેં તને ઘણીબધી વધારે હેરાન કરી નાંખી છે. મારી એક બહેન તો ગુજરી ગઈ. અત્યારે મારી બીજી બહેન અને મારા બાપુની લાશ પણ મારી સામે પડી છે. એમણે આત્મહત્યા કરી લીધી છે અને એટલે મને વિચાર આવ્યો છે. મને લાગે છે કે હવે દુનિયામાં મારી કોઈ જરૂર નથી. હું જાઉં છું ગુલાલ. દૂર બહુ દૂર, મને માફ કરજે. અને હા, અમારી લાશને અગ્નિસંસ્કાર જરૂર આપજો. સરનામું નોંધી લે, એસ.જી. હાઈવે, સાંઈ મંદિરથી અંદર પાંચ કિલોમીટર, બંધ પડેલી ફેક્ટરીના સ્ટોર રૂમમાં. અને હા, તારો સ્વભાવ હું જાણુ છું. હું તારો દુશ્મન છું તોયે તું મને બચાવવાની કોશિશ કરીશ. પણ પ્લીઝએવું ના કરીશ, કારણ કે મેઈલ સેન્ડ કરીને તરત હું મરી રહ્યો છું. તમે મને બચાવવા પહોંચી નહીં શકો. હા... હા.. મને વિલન જેમ હસતાં નથી આવડ્યું એટલે હું રડીશ પણ નહીં. આખરે સાચા વિલન જેવું કંઈક તો કરું ને.. બસ લિ. તારો સગો, તારો વ્હાલો, તારો પ્રેમી, તારો દુશ્મન... યુવરાજ.’ મેઈલ પૂરો થતાં ગુલાલ ટેબલ પર માથું મૂકીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી...

ક્રમશ: