પ્રકરણ – ૧૯ :‘તુમ બીન જીયા જાયે કૈસે, કૈસે જીયા જાયે તુમ બીન...

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૧૮    

કોઈ કોલેજિયન ગર્લ જે રીતે એના બોયફ્રેન્ડને ચીપકીને બેઠી હોય એવી રીતે રાત અમદાવાદને ચીપકીને બેઠી હતી. રાતનો દોઢેક વાગ્યો હતો. ગુલાલ એના બેડરૂમના બેડમાં આડી પડી હતી. કાનમાં ઈયર ફોન હતા. અને મોબાઈલની સ્ક્રીન પર મલ્હારના ફોટા ઝગમગી રહ્યાં હતા. બહાર ઝરમર વરસાદ ચાલુ હતો અને એવી ઝરમર ગુલાલની આંખમાંથી પણ ટપકી રહી હતી. ઝરમર પડી ભાંગવાની નહોતી, પણ લવની યાદોની હતી. ગુલાલની એક આંખ સામે મોબાઈલ પર હસી રહેલી મલ્હારની તસવીર હતી અને બીજી આંખ સામે એની સાથે વિતાવેલા દસ દિવસનાં સંસ્મરણો. લોકલ ટ્રેનની ભીડમાં મલ્હારને ચીપકીને ઊભા રહેવાની મજા, મહાલક્ષ્મી મંદિરની પરસાળમાં પતિ-પત્ની જેમ અડખે-પડખે ઊભા રહીને એકબીજા માટે કરેલી પ્રાર્થના, જુહુના દરિયાકિનારાની ભીની રેતીમાં હાથમાં હાથ નાંખીને કલાકો સુધી મૌન બેસી રહેવું, ઊછળતાં મોજાંઓમાં ઊછળતાં ઊછળતાં ડૂબતા સૂરજ જેમ એકબીજામાં ડુબી જવું, તીખાં તમતમતાં વડાપાંઉ ખાતી વખતે બળી જતી જીભ પર મલ્હારનું પાણી બનીને છવાઈ જવું, એની મજબૂત પૌરુષી છાતીના વાળમાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં ગીત ગણગણવું અને ધરતી પરથી અજવાળું હટાવીને અંધારું એમાં સમાઈ જાય છે એવી રીતે ખબર પણ ના પડે એમ એનું મલ્હારમાં સમાઈ જવું. એકેએક દૃશ્ય એના હાર્ટને પહોળું કરી રહ્યું હતું. કોઈ દિવસ નહીં ને આજે બંગલો એને મલ્હાર વગર ખાલીખમ ખંડેર જેવો લાગી રહ્યો હતો. સ્લીપવેલની ગાદી બીછાવેલા બેડનું ખાલી પડખું એના પડખામાં પથરીના દુખાવા જેવું દર્દ કરી રહ્યું હતું. એના હોઠ ચૂપ હતા પણ મન બોલી રહ્યું હતું, મલ્હાર કયાં છે તું ? આવી જા, હવે જીવવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે. મેં તારા પર શક કર્યો મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. મને માફ કરી દે, આવી જા તું. આખી રાત કાનમાં ભરાવેલા ઈયર ફોનમાં વાગતા ગીતના શબ્દો ગણગણતી રહી અને મલ્હારનો ઇન્તજાર કરતી રહી,

તુમ બીન જીયા જાયે કૈસે, કૈસે જીયા જાયે તુમ બીન

સદીયોં સે લમ્બી હૈ રાતેં, સદીયોં સે લમ્બે હુએ દિન

જાઓ લૌટકર તુમ, યે દિલ કહે રહા હૈ...

***

ગુલાલ મલ્હારના વિચારોમાં હતી વખતે નિખિલ ગુલાલના વિચારોમાં હતો. બંગલાના આલિશાન બેડરૂમમાં ફરી એક વાર પ્રેમિકા ગુમાવ્યાનો ખરખરો કરી રહ્યો હતો. કિસ્મતનો કરામતી નિખિલ નિખિલને શતરંજના પ્યાદા જેમ રમાડી રહ્યો હતો. એક સમયે એણે ગુલાલને પ્રપોઝ કર્યું ત્યારે ગુલાલે ના પાડી. માંડ માંડ નિખિલે આધાત સહન કર્યો. ત્યારે મલ્હારને દગાબાજ બનાવી કિસ્મતના કરામતીએ નિખિલના દિલમાં ફરી વાર આશા જગાવી. આશાના છોડને કૂંપળ પણ ફૂટી. ગુલાલ એના તરફ આકર્ષાઈ પણ ખરી. પણ હજુ કૂંપળમાંથી ફૂલ બને પહેલાં કરામતીએ એની કરામત બતાવી અને ફરી એક વાર ગુલાલને મલ્હારના પ્રેમ તરફ ઘસડી ગયો. નિખિલના ચહેરા પણ કિસ્મતના કરામતીએ મારેલી થપ્પડોના સોળ હતા. મનમાં , પણ રાડો પાડી પાડીને ચિલ્લાઈ રહ્યો હતો, ‘શું! કરવા શું માગે છે તું હેં? હું કાંઈ તારો ગુલામ છું? હું કાંઈ એનો ગુલામ છું? તું કહે અને એને મુસીબત આવે એટલે મારે એને ચાહવા માંડવાનું, એને સાથ આપવાનો, હૂંફ આપવાની અને એને એની ચાહત મળી જાય એટલે મારી સામે એક નજર પણ નહીં નાંખવાની. શું માંડ્યું છે તેં ? તું ઉપર બેઠો બેઠો તમાશો કરે છે. પણ યાદ રાખજે, વધારે સતાવીશ તો હું ઉપર આવી જઈશ. સમજ પડે છે ને તને? હેં! સમજ પડે છે ને? અને એક વાત યાદ રાખજે હું ઉપર આવી ગયોને તો તારી ખેર નથી......’

નિખિલની છાતી હાંફી, એની આંખ સામે હાથમાંથી સરકી રહેલી ગુલાલ દેખાઈ. એને લાગ્યું જાણે ગુલાલ નહીં પણ જીવનનો ઉલ્લાસ જઈ રહ્યો છે. એમ ને એમ આંખો ફાડીને બેડરૂમની દીવાલોને તાકી રહ્યો.

***

સાંજના ચારેક વાગ્યા હતા. એક પોલીસ જીપ અમરેલી જિલ્લાના એક નાનકડા તાલુકાના ખખડધજ રોડ પરથી પસાર થઈ રહી હતી. અંદર . ઝાલા, . રાજપૂત, કોન્સ્ટેબલ નિમાવત અને કોન્સ્ટેબલ ભટ્ટ બેઠા હતા. . ઝાલા સાહેબે ડ્રાઇવરને સૂચના આપી, ‘મહેન્દ્ર, આગળ પેલા રાજદૂતવાળા ભાઈને પૂછ. એને ખબર હશે કે રામપુર કેટલું દૂર છે હવે.’

ડ્રાઇવરે સૂચનાનું પાલન કર્યું. એણે ગાડી રાજદૂતવાળા ભાઈની એકદમ નજીક લીધી અને ધીમી પાડી. પેલો થોડો ગભરાઈ ગયો. એણે રાજદૂત ઊભું રાખી દીધું. ગાડી પણ ઊભી રહી. ડ્રાઇવરે પૂછ્યું, ‘ભાઈ, રામપુર કેટલે દૂર આવ્યું ?’

પેલાએ હાશકારા સાથે જવાબ આપ્યો,‘રામપુર ને ! બસ ઢૂકડું છે. આગળ તૈણેક ખેતરવા પછી એક રામાપીરનું મંદિર આવશે. યાંથી ડાબી પા વળી જાજો. પછે ચારેક કિલોમીટર હાલશો એટલે રામપુર પોગી જાશો.’

ઠીક છે.’ ડ્રાઇવરે ગાડી મારી મૂકી.

થોડી વાર પછી ગાડી રામાપીરના મંદિરની ડાબી તરફ વળી અને રામપૂરના ધૂળીયા રસ્તા પર આગળ વધી. ગામના ચોરે ચાર-પાંચ ભાભાઓ બેઠા હતા. . ઝાલાએ ત્યાં ગાડી ઊભી રખાવી. ભાભાઓમાં ભય વ્યાપી ગયો. . ઝાલાએ પૂછ્યું, ‘સરપંચનું ઘર ક્યાં છે ?’

એક ભાભાએ જમણી તરફ આંગળી ચીંધતાં જવાબ આપ્યો, ‘ પેલ્લી...! સૌથી ઊંચી મેડી દેખાય સરપંચની.’

બધાની નજર એણે ચીંધેલી આંગળીની દિશા તરફ ગઈ અને સૌથી ઉંચી એક મેડી પર સ્થિર થઈ. . ઝાલા અને . રાજપૂત અંદર ગયા અને બંને કોન્સ્ટેબલો તથા ડ્રાઈવર ગાડીમાં બેસી રહ્યાં. પોલીસને આંગણે આવેલા જોઈને પહેલાં તો સરપંચના ચહેરાનો રંગ ઊડી ગયો. . ઝાલાએ એમને એમની ભાષામાં કહ્યું, ‘સરપંચ બાપા, રામ રામ! હું અમદાવાદથી આવું છું!’

આવો... આવો !’ સરપંચબાપાએ આવકાર તો આપ્યો પણ શબ્દોમાં મીઠાશના બદલે ગભરામણ વધારે હતી. . ઝાલા એમની ગભરામણ પારખી ગયા. એમણે એમને સાંત્વના આપતાં કહ્યું, ‘બાપા, ગભરાશો નહીં. અમે તો માત્ર થોડીક માહિતી લેવા આવ્યા છીએ..’ બોલતાં બોલતાં . ઝાલાની નજર સરપંચના ઘરમાં ઘૂમી રહી હતી. એક એક ચીજો સ્કેન થઈને કીકીમાં સેવ થઈ રહી હતી.

હા, ક્યોને સાહેબ! શું સેવા કરું તમારી?’ સરપંચને થોડી શાંતિ થઈ. એમણે હળવાશથી કહ્યું અને પછી અંદરના ઓરડા તરફ જોઈ બૂમ મારી, ‘બેટા, મેમાન આયા છે. જરાક પાણી લાવજો અને પછી ચા મૂકજો.’

અંદરના ઓરડામાંથી તરત એક જુવાન છોકરી બહાર આવી. આવી તો હતી ઊછળતી કૂદતી પણ પોલીસને જોઈને ધીમી પડી ગઈ. પાણી આપીને ચાલી ગઈ. . ઝાલાએ પાણી પીને વાત આગળ ચલાવી, ‘બાપા, મારે તમારા ગામના જયદેવસિંહ ઝાલાના ઘરે જવું છે.’

જયદેવસિંહ ઝાલાનું નામ સાંભળતાં સરપંચ ચોંક્યા. એક ક્ષણ પૂરતા અસ્વસ્થ થઈ ગયા પછી બોલ્યા, ‘સાહેબ, તમને કદાચ ખબર નહીં હોય. જયદીપ તો ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયો છે.’

મને, ખબર છે, બાપા! અને મને એય ખબર છે કે આત્મહત્યા કરીને ગુજરી ગયો છે.’

તોયે પૂછો છો, સાહેબ!’

હા, બાપા!’ કારણ કે એણે આત્મહત્યા કરી છે, એના આખા પરિવારે થોડી આત્મહત્યા કરી લીધી હોય ?’ . રાજપૂતે વચ્ચે ટપકું પૂર્યું સરપંચે એમની સામે જોયું અને ઢીલા અવાજે જવાબ આપ્યો, ‘સાહેબ, જે પરિવારનો એકનો એક જુવાનજોધ દીકરો મરે એણે આત્મહત્યા કરવાની જરૂર નથી હોતી. તો આપમેળે ખતમ થઈ જાય છે.’

. ઝાલાને લાગ્યું . રાજપૂત કંઈક ખોટું બોલી ગયા છે. એટલે એમણે વાત વાળી લીધી, ‘ વાત સાચી બાપા. અમે તો એમ પૂછીએ છીએ કે જયદેવસિંહનું ઘર ક્યાં ?’

આટલી વાત થઈ ત્યાં સુધીમાં સરપંચની દીકરી ચા લઈને આવી ગઈ હતી. એણે મહેમાનોને ચા આપી અને તરત પાછી વળી ગઈ. થોડીવાર સરપંચ ચૂપ થઈ ગયા હતા. દીકરી ગઈ એટલે બોલ્યા, ‘સાહેબ, જયદેવનો પરિવાર બહુ મોટો નહોતો. એના બાપનેય કોઈ ભાઈ-બહેન નહોતાં કે જયદેવનેય કોઈ ભાઈ-બહેન નહોતા. એનુ કુટુંબ કહો, પરિવાર કહો કે વંશ કહો. બધું ત્રણ જણનું . જયદેવ એના બાપ તખતસિંહ અને એની મા ગૌરીબા. જુવાનજોધ દીકરાની આત્મહત્યાએ એમને ભાંગી નાંખ્યાં હતાં. જયદેવસિંહના મૃત્યુ પછી માંડ મહિના જીવ્યો એનો બાપ અને બીજા મહિને એની મા પણ ચાલી નીકળી.’

કોઈ રોગ હતો ?’ રાજપુતે ફરી ટપકું મૂક્યું.’

આધાતથી મોટો વળી કયો રોગ હોય સાહેબ?’

સાચી વાત છે! બાપા. ઝાલાએ ફરી વાતને વાળી લીધી.’

બાપા, વાંધો ના હોય તો અમને જયદેવસિંહના ઘરે લઈ જશો ?’

હાલો...’ સરપંચ પોલીસ ટુકડીને લઈને જયદેવસિંહ ઝાલાના ભાંગી પડેલા ઘર તરફ રવાના થયા.

***

સાંજના સાડા સાત વાગે પોલીસ જીપ એકસો ને દસની ઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી. અને ઝડપે . ઝાલાના દિમાગમાં વિચારો પણ દોડી રહ્યાં હતા. માત્ર વિચારો નહીં રામપુરમાં જોયેલી એક એક ચીજોનાં દૃશ્યો પણ દોડી રહ્યાં હતા. સરપંચ માનસિંહ જાડેજાનો ચહેરો, એમનું ઘર, એમની ઓસરીમાં મૂકેલી ચીજો, દીવાલ પર લટકાવેલા ફોટા, તલવાર, જુવાન દીકરી અને માટીનો ઢગલો થઈ ગયેલું જયદેવસિંહનું ઘર.

રામપુરના વિચારો છોડી ગુલાલના વિચારો પર આવ્યા. જયદેવસિંહ તો બિચારો ગયો. એની આગળપાછળ પણ કોઈ નથી, તો પછી કોણ હશે જે ગુલાલને બ્લેકમેઈલ કરી રહ્યું હશે? નિખિલ, અંતરા, અનિકેત, નયનેશ, ઓફિસનો સ્ટાફ કે બીજું કોઈ ? અને શા માટે ?

અને જાણે પ્રશ્ર્નનો જવાબ આપવા એમનો મોબાઈલ રણકી ઊઠ્યો. વિચારતંદ્રામાંથી બહાર આવી એમણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. . દેશમુખનો નંબર સ્ક્રિન પર દેખાયો. એમણે કોલ રિસીવ કર્યો. સામેથી . દેશમુખ બોલ્યા, ‘ઝાલા સાહબ! આપ અરજન્ટ બમ્બઈ જાઈએ, ઉસ બ્લેકમેઈલર કા એક બહોત બડા સુરાગ મીલા હૈ!’

ક્રમશ: