દેશવાસીઓ દર વર્ષે એલઆઈસીમાં ૫૦૦૦ કરોડ ભરીને ભૂલી જાય છે

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૮


 

ભારતમાં લોકો મુશ્કેલીના સમયે મદદ માટે ઉપરાંત ટેક્સ બચાવવા માટે પણ એલઆઈસી પ્રીમિયમ ભરતા હોય છે. દેશમાં ઇન્સ્યોરન્સ ખરીદવાવાળા લોકોનો પર્સિસ્ટેન્સી રેશિયો ખૂબ નીચો છે. એક વર્ષની અંદર પોલિસી લેપ્સ થવાથી વીમાધારક પોતાની તમામ રકમ ગુમાવી દે છે. વર્ષ દરમિયાન દેશવાસીઓએ એક વાર પ્રીમિયમ ભર્યા બાદ તેને પૂરું નહીં કરતાં રૂ. ૫૦૦૦ કરોડ એલઆઈસી પાસે એમ છોડી દીધા છે.