આ ભાઈએ ભૂત જેવા દેખાવા એવું કર્યું કે...

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૮


 

સુંદર દેખાવા માટે સર્જરી કરાવે સાંભળ્યું હશે, પરંતુ બદસૂરત અને ભૂત જેવા દેખાવા માટે પોતાના નાક, કાન અને જીભ કપાવી નાખે વાત માન્યામાં આવે એવી ભલે લાગે, પરંતુ હકીકત છે. કોલંબિયાનાકાલકા સ્કલનામના વ્યક્તિને ખોપડી જેવા દેખાવાનું ઝનૂન એટલી હદે ચડ્યું કે તેણે પોતાના નાકને અડધું કપાવી નાખ્યું અને કાન પણ સંપૂર્ણપણે કાપી નખાવ્યા અને જીભને વચ્ચેથી ચીરી તેના ભાગ કરાવી દીધા. તેણે તેના લમણે પણ વિચિત્ર ટેટૂ બનાવ્યું છે અને તે લોકોને નજરમાં આવે તે માટે વિચિત્ર હેર સ્ટાઈલ કરાવી છે.