મહિલાની જીભ પર અચાનક જ ઊગવા લાગ્યા વાળ, અને પછી

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૮


 

મોટાભાગે દવાઓની સાઇડ ઇફેક્ટના લીધે ડૉક્ટર અને મેડિકલ સાયન્સની સામે પડકારો ઊભા થતા હોય છે. આવો એક કિસ્સો અમેરિકામાં બન્યો છે જેને લઈ ડૉક્ટર હેરાન-પરેશાન થઈ ગયા છે. અજીબો ગરીબ કિસ્સો એક ૫૫ વર્ષની મહિલા સાથે થયો છે. તેની જીભ પર વાળ ઊગી ગયા. ઘટના સમયની છે જ્યારે એક અકસ્માત બાદ મહિલા સારવાર માટે સેન્ટ લુઈસ હૉસ્પિટલ પહોંચી. ત્યારબાદ ત્યાં આપવામાં આવેલી એક દવાની સાઇડ ઇફેક્ટના લીધે તેની જીભ પર વાળ ઊગી ગયા.

એક્સિડન્ટ બાદ મહિલાને બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેના પગમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ત્યારબાદ સારવાર દરમિયાન બેક્ટેરિયાથી લડવા માટે તેને ઇન્ટ્રાવીનસ મેરોપેનેમ અને ઓરલ માઇનોસાઇક્ધલાઈન નામની એન્ટીબાયોટિક દવા અપાઈ હતી. દવાના લીધે એક સપ્તાહની અંદર મહિલાની જીભ પર કાળી રૂવાટી આવવા લાગી, સાથોસાથ તેના મોંમાં પણ ખૂબ ખરાબ સ્વાદ આવવા લાગ્યો.