બાળકોને શાળામાં કંટાળો ન આવે તે માટે અમેરિકાની ફર્મિગટન હિલ્સની શાળાએ બાળકોને ક્રિએટિવ આઈકાર્ડ બનાવવાની આઝાદી આપી છે. ઘણાં વર્ષોથી શાળાની આ પરંપરા બની છે, જેમાં બાળકો લોકપ્રિય ફિલ્મ અને ટીવી પાત્રો જેવી વેશભૂષામાં ફોટો પડાવે છે અને તે આઈકાર્ડમાં લગાવે છે. તેમના આ ક્રિએટિવ ફોટા બાદમાં તે સોશિયલ મીડિયા પર પણ મૂકે છે.