એન્કર લાઇવ ન્યુઝ વાંચી રહી હતી ત્યાં તેનો નાનો દિકરો આવી ગયો અને વીડિઓ વાઈરલ થઇ ગયો

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૯

 

સોશિયલ મીડીયા પર એક વીડિઓ વાઈરલ થઈ ગયો છે. આજની દરેક વર્કિંગ વૂમન માટે આ વીડિઓ પ્રેરણાત્કમ છે. આ વીડિઓ એક અંગ્રેજી ન્યુજ ચેનલની એન્કરનો છે. તે ટીવી પર એક બ્રેકિંગ ન્યુઝ આપી રહી હતી ત્યાં જ તેનું નાનકડું બાળક તેની પાસે આવી જાય છે અને મા સાથે મસ્તી કરવા લાગે છે. આ બધુ લાઈવ થઈ જાય છે. આ બાળક પણ સ્કીન પર લાઈવ દેખાય છે…અને પછી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે.
આ વીડિઓ અમેરિકાની ન્યુઝ ચેનલ MSNBC નો છે. એક રીપોર્ટ પ્રમાણે આ ચેનલની એન્કર છે કર્ટની ક્યૂબ. આ ચેનલમાં તે નેશનલ સિક્યોરિટીની બીટ સંભાળે છે. તે પોતાના કાર્યક્રમમાં સીરિયામાં થયેલી ટર્કિશ એયરસ્ટ્રાઈક વિશે જણાવી રહી હતી. તે જ સમયે તેનો નાનકડો દિકરો ત્યાં આવી જાય છે. પણ મહત્વની વાત એ છે કે આવું થયા પછી પણ કર્ટની ન્યુઝ બોલવાનું બંધ કરી દેતી નથી. તે તેનું કામ ચાલુ જ રાખે છે. અંતે તે કહે છે કે મને માફ કરો મારા બાળકો અહીં છે. કર્ટની આટલું કહે તે પહેલા વીડિઓમાં ગ્રાફિક દેખાડી દેવામાં આવે છે. આ ગ્રાફિકની બેગ્રાઉન્ડમાં પણ તે ન્યુઝ જણાવી રહી છે.
 
 
 
આ વીડીઓ વાઈરલ ત્યારે થયો જ્યારે ખૂદ MSNBC ચેનલે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં આ વીડિઓ પોસ્ટ કર્યો અને કેપ્શન આપ્યું કે “ઘણીવાર તમે જ્યારે બ્રેકિંગ ન્યુઝ જણાવી રહ્યા હો ત્યારે અચાનક બીજા બ્રેકિંગ ન્યુઝ આવી જતા હોય છે…”
 
 
 
આ વીડીઓ સામે આવ્યા પછી નેટીજનો સોશિયલ મીડિયા પર આ ચેનલના વખાણ કરી રહ્યા છે. તેઓ લખી રહ્યા છે કે અહીં બાળકોને સાથે રાખવાની પરવાનગી છે જે ખૂબ સારી વાત છે. એક યુજર્સ લખે છે કે વર્કિંગ મોમ લાઈવ ટીવી પર મલ્ટીટાસ્ટિંગ કરી રહી છે. એક હકારાત્મક સંદેશ આપી રહી છે…એક યુજર્સ લખે છે કે આ સૌથી શ્રેષ્ઠ છે…..