શતકવીર વિરાટ કોહલીએ આજે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનો રેકોર્ડ તોડ્યો છે

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૯

 
 
ભારતમાં પુણે ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને તે ભારતીય ટીમ માટે યોગ્ય સાબિત થયો છે. હાલ લંચ સુધીમાં ભારતીય ટીમનો સ્કોર ચાર વિકેટે 477 રનનો થયો છે.
 

 ડોન બ્રેડમેન અને વિરાટ કોહલી
 
 
આ મેચમાં મયંક અગ્રવાલે ૧૦૮ રન, રોહિત શર્માએ ૧૪ રન, પૂજારા ૫૮ રન અને રહાણે ૫૯ રન બનવી આઉટ થઈ ચૂક્યા છે. કેપ્ટન વિરાટ કોહલી ૧૯૭ રને અને રવિન્દ્ર જાડેજા ૨૬ રને ક્રીસ પર છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 26મી સદી ફટકારી છે. તેણે 9મી વાર કપ્તાન તરીકે 150થી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા કપ્તાન તરીકે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને સૌથી વધુ 8 વાર 150થી વધુ રનનો સ્કોર કર્યો હતો. શતકવીર કોહલીએ અત્યાર સુધીમાં ૬૯ સદી ફટકારી છે જેમા વન-ડેમાં ૨૬ અને ટેસ્ટમાં ૪૩ સદી છે.