મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ જિનપિંગને પંચ રથ-અર્જુન તપસ્યા સ્થળની મુલાકાત કરાવી

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૯

જમ્મુ-કાશ્મીરની ખાંટી મીઠી પ્રતિક્રિયાઓ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે. શુક્રવારે લગભગ ૨ વાગે શી જિનપિંગનું વિમાન ચેન્નઈના એરપોર્ટ પર આવી પહોંચ્યુમ હતું. આ પછી તેઓ મહાબલીપુરમ પહોંચ્યા હ્તા. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચેની ઇન્ફોર્મલ સમિટ આ વખતે તમિલનાડુના મહાબલીપુરમ (મામ્મલાપુરમ)માં યોજાઇ છે.


 
 
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. જિનપિંગની આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ. ચીનના રાષ્ટ્રપતિ હજી ૪૮ કલાક ભારતમાં રહેવાના છે…
 

 
 
મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ જિનપિંગને પંચ રથ-અર્જુન તપસ્યા સ્થળની મુલાકાત કરાવી હતી. અહીં તેમણે પંચ રથ, અર્જુન તપસ્થા સ્થળ અને શોર મંદિરની મુલાકત કરાવી. આ સાથે વડાપ્રધાને જિનપિંગને આ સ્થળો વિષે માહિતી પણ આપી. તેનું મહત્વ પણ સમજાવ્યું.
 

 
 
પંચ રથને એક ચટ્ટાને કોરતીને બનાવવામાં આવ્યો છે. આ અખંડ મંદિર છે. આ મંદિરનું પાંચ પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જૂન, નકુલ, સહદેવ અને તેમની પત્ની દ્રોપદી ઉપરાંત મહાભારત સાથે ઐતિહાસિક જોડાણ છે. પંચ રથની વચ્ચે એક વિશાળ હાથી અને વાધની પ્રતિમા પણ મૂકવામાં આવી છે…