આઈસીસીએ એ વિવાદિત નિયમ બદલી નાખ્યો છે જેના દમ પર ઇગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું

    ૧૫-ઓક્ટોબર-૨૦૧૯
 

 
જે નીયમથી ઇગ્લેન્ડે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો તે નીયમને આઈસીસીએ બદલી નાખ્યો છે

વિશ્વકપ 2019ની ફાઈનલ મેચ કોણ ભૂલી શકે ? જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ સામે કમ ભાગ્યે અને આઈસીસીના એક વિવાદિત નિયમને કારણે વિજેતા બનતા સહેજમાં રહી ગઈ હતી. તેને લઈ ભારો વિવાદ થયો હતો. ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ તે નિયમને લઈ ‘આઈસીસી’ને આડે હાથે લીધી હતી. પરંતુ છેવટે આઈસીસીને એ વિવાદિત નિયમને બદલવો પડ્યો છે. સોમવારે થયેલી આઈસીસીની બોર્ડ મીટિંગમાં સુપર ઓવરના નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

હવે નવો નિયમ કેવો હશે !

 
આઈસીસીના નવા નિયમ પ્રમાણે જો કોઈ મોટી ટુર્નામેન્ટમાં નોકઆઉટ (સેમિફાઈનલ અને ફાઈનલ) દરમિયાન સુપર ઓવરમાં પણ બન્ને ટીમો બરાબરીના રન બનાવશે તો ફરીથી સુપર ઓવર કરાવામાં આવશે અને આ સુપર ઓવર ત્યાં સુધી કરાવામાં આવશે જ્યાં સુધી કોઈ ટીમ વિજેતા ન બને. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એવો નિયમ હતો કે જો સુપર ઓવરમાં પણ બન્ને ટીમો સરખા જ રન બનાવે છે તો સૌથી વધારે બાઉન્ડ્રી મારનાર ટીમે ને વિજેતા જાહેર કરી દેવામા આવશે. આ જ નિયમ પ્રમાણે વિશ્વકપ 2019ની ફાઈનલમાં ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

આઈસીસી તરફથી સત્તાવાર નિવેદન

 
વિશ્વકપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. જેમાં બન્ને ટીમોને 15-15 રન થયા હતા. તેમ છતાં નિયમોને આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ નિયમમાં પરિવર્તન બાદ આઈસીસી તરફથી કહેવામાં આવ્યું છે કે, આઈસીસી ક્રિકેટ સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ)ની સમિતિની ભલામણ બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે સુપર ઓવર ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી કોઈ ટીમ વિજેતા ન બને. ક્રિકેટ રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વન-ડે અને ટી-20 કપની તમામ મેચોમાં પણ તેને લાગુ કરવામાં આવશે.
@@INCLUDE-READNEWS-COUNT-GET-SCRIPT@@