તુર્કીમાં ફસાયા છે અમેરિકાના 50 પરમાણુ બોમ્બ, અમેરિકા સહિત વિશ્વમાં અફરા-તફરી…

    ૧૬-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
તુર્કીમા આ પરમાણુ બોમ્બનો ઉપયોગ તુર્ક લડવૈયા વિરુદ્ધ કરી શકે છે ના અહેવાલથી અમેરિકામાં અફરા-તફરી…
 
ડોલાન્ડ ટ્રમ્પે પરિસ્થિતિને ઇમરજન્સી સમાન ગણાવી…
 
તુર્કી દ્વારા સિરિયન કુર્દ લડવૈયાઓ પરના હુમલો અંગે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે આ અહેવાલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અહેવાલો મુજબ તુર્કીમાં અમેરિકાના લગભગ 50 જેટલા પરમાણુ બોમ્બ ભરાઈ પડેલા છે. અમેરિકાએ બેલ્ઝીયમ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ અને તુર્કીમાં 180થી વધુ પરમાણુ હથિયાર ગોઠવી રાખ્યા છે અને હાલ તુર્કીમાં ફસાયેલ અમેરિકાના 50 જેટલા પરમાણુ હથિયાર તુર્કીની એદોર્ગન સરકાર પોતાના કબજામાં લઈ તેનો ઉપયોગ સિરિયન કુર્દ લડવૈયાઓ વિરુદ્ધ કરવાના ડરથી અમેરિકા પણ હાંફળુ બન્યું છે.
 
આ પ્રકારની આશંકાઓ વચ્ચે અમેરિકાએ તુર્કી પર દબાણ લાવવાના હેતુસર અનેક કડક પગલા લેવાના પણ શરૂ કરી દીધા છે. ટ્રમ્પે તુર્કી સાથે 100 અરબ ડોલરની ડીલ ખતમ કરી ઈશારામાં જ ધમકી આપી દીધી છે કે જો અમારા પરમાણુ હથિયારોને હાથ પણ લગાડ્યો તો તુર્કીને બરબાદ કરતા અમને કોઈનીય શરમ નડવાની નથી. અમેરિકા તુર્કીના રક્ષા, ગૃહ અને ઊર્જા મંત્રીને સેક્સન લિસ્ટમાં નાખી દીધા છે. વાત કેટલી ગંભીર છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રમ્પે અમેરિકી સભાને તુર્કી સંઘર્ષને લઈ લખેલ પત્રમાં તુર્કી સંકટને ઇમરજન્સી ગણાવ્યું છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને સ્પષ્ટ ચેતવણી
 
ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને સીધી ચેતવણી આપી છે કે તુર્કીની કુર્દો વિરુદ્ધની કાર્યવાહી માનવીય સંકટ ઊભું કરી રહી છે અને યુદ્ધ અપરાધ જેવા હાલાત પેદા કરી રહ્યું છે. જો તુર્કી આ ખતરનાક અને વિનાશકારી માર્ગેથી તત્કાળ પાછુ નહીં વળે તો તેની અર્થવ્યવસ્થાને અમેરિકા બર્બાદ કરી નાખશે.
 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈકપેસ અને વિદેશમંત્રી થોમ્પિયો એ પણ તુર્કીને કુર્દો વિરુદ્ધની કાર્યવાહી તત્કાળ બંધ કરો નહીં તો અમેરિકાનો કોપ સહવા તૈયાર રહોની સ્પષ્ટ ચેતવણી આપી છે.
 
ઉલ્લેખનીય છે કે તુર્કી જે કુર્દ સૈનિકોને નિશાન બનાવી હુમલા કરી રખ્યું છે. તેમની અહીંથી આઈએસનો ખાત્મા માં મહત્વની ભૂમિકા રહી હતી અને આઈએસ વિરુદ્ધના અમેરિકન અભિયાનમાં છેલ્લા ૫ વર્ષથી અમેરિકાની સાથે હતો. જેનો બદલો તુર્કીસ્તાન તેમના પર હુમલો કરીને લઈ રહ્યું છે.