પાંડુરાજા : કામક્રીડામાં રત મૃગયુગલનો અજાણતાં વધ કર્યો, શાપ મળ્યો. અંતે માદ્રી સાથે સાહચર્ય કેળવવા જતાં મૃત્યુને ભેટ્યા તે પાંડુરાજા

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 
 

પાંડવોના પિતા પાંડુ હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્ય તથા અંબાલિકાના પુત્ર હતા પણ તેમના સાચા પિતા વેદ વ્યાસ હતા. પાંડુનાં માતા અંબાલિકા કાશીના રાજવીનાં સૌથી નાનાં પુત્રી હતાં...

હસ્તિનાપુરના સિંહાસનને વફાદાર ભીષ્મે કાશીના રાજવીની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરમાંથી અપહરણ કર્યાં હતાં. પૈકી અંબાને શલ્વ સાથે પ્રેમ હોવાથી તેને ભીષ્મે શલ્વ પાસે મોકલી દીધી જ્યારે અંબિકા અને અંબાલિકાને રાજમાતા સત્યવતીને સોંપી દીધી. સત્યવતીએ બંનેનાં લગ્ન હસ્તિનાપુરના રાજવી વિચિત્રવીર્ય સાથે કરાવ્યાં હતા. જો કે વિચિત્રવીર્યને ક્ષય રોગ થતાં તેમનું મૃત્યુ થયું. વિચિત્રવીર્ય ગુજરી ગયા ત્યારે નિ:સંતાન હતા તેથી હસ્તિનાપુરના સિંહાસન પર કોણ બેસે સવાલ ઊઠ્યો.

સત્યવતીએ ભીષ્મને અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિકા સાથે સંબંધ બાંધીને હસ્તિનાપુર રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે વિનવ્યા. જો કે ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા અને તેમણે ઇન્કાર કરી દેતાં સત્યવતીએ પોતાના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને બોલાવ્યા. સત્યવતીએ વ્યાસને અંબિકા તથા અંબાલિકાથી સાથે સંબંધ બાંધીને સંતાનોત્પત્તિની આજ્ઞા આપી.

સત્યવતીએ સૌથી પહેલાં અંબિકાને મોકલી. જો કે ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર ‚પથી ડરીને અંબિકાએ આંખો મીંચી દેતાં તેની કૂખે અંધ ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. અંબાલિકાએ આંખો ખુલ્લી રાખી પણ ઋષિ વેદવ્યાસનું તેજ તથા ભયંકર ‚પના કારણે તેનો ચહેરો ફિક્કો પડી ગયો. કારણે તેની કૂખે જન્મેલો બાળક પાંડુરોગી હતો. કારણે તે પાંડુ કહેવાયો. સત્યવતીએ પછી એક દાસીને મોકલી. તે ડર્યા વિના ગઈ તેથી તેની કૂખે સાવ સામાન્ય બાળક વિદુરનો જન્મ થયો.

ભીષ્મે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને તાલીમ આપી. ભીષ્મે પાંડુને મહાન ધનુર્ધર બનાવ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હતો તેથી પાંડુને હસ્તિનાપુરની ગાદી મળી. ધૃતરાષ્ટ્રને તેના કારણે અફસોસ રહ્યો ને તેમાં મહાભારતના બી રોપાયાં. પાંડુએ દસર્નસ, કાશી, અંગ, વંગ, કલિંગ, મગધ વિગેરે રાજ્યો જીત્યાં હતાં. સમયના રાજાઓમાં તે શ્રેષ્ઠ સાબિત થયો હતો.

પાંડુનાં લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી અને વૃશિણીના રાજા કુંતી ભોજની પુત્રી કુંતી સાથે થયાં હતાં. પાંડુ બંને પત્ની સાથે સુખી જીવન જીવતા હતા. એક વાર તે જંગલમાં શિકાર કરવા ગયા હતા. એક હરણને જોઈને તેમણે અજાણતાં એક ઋષિ પર બાણ ચલાવી દીધું. ઋષિ વખતે હરણના વેશમાં તેમની પત્ની સાથે કામક્રીડા કરી રહ્યા હતા. ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો કે. જ્યારે પાંડુ પોતાની પત્ની પાસે સંભોગ માટે જશે ત્યારે તેનું મૃત્યુ થશે. શ્રાપના આઘાતથી પાંડુ દુ:ખી થઈ ગયા. તેમને રાજપાટમાંથી રસ ઊડી ગયો. પાંડુ રાજા પોતાનું રાજ્ય છોડી પોતાની પત્ની માદ્રી અને કુંતી સાથે જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી સોંપી દીધી. ભીષ્મના બાહુબળ અને વિદુરના શાણપણની મદદથી ધૃતરાષ્ટ્ર રાજ કરતા હતા.

પાંડુ રાજાએ કુંતીને પોતાના શ્રાપ વિશે કહ્યું અને તેને પોતાના ઉત્તરાધિકારી મેળવવા વિનંતી કરી. કુંતીએ દુર્વાસા દ્વારા મેળવેલા વરદાનનો ઉપયોગ કરી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એમ ત્રણ પુત્રો મેળવ્યા. પૈકી યુધિષ્ઠિર યમ દેવ દ્વારા, ભીમ વાયુ દેવ દ્વારા અને અર્જુન ઇંદ્ર દેવ દ્વારા પેદા થયા હતા. કુંતીએ પોતાના વરદાનનો મંત્ર માદ્રીને પણ પ્રયોગ કરવા આપ્યો. માદ્રીએ દેવોના જોડિયા વૈદ્ય એવા અશ્ર્વિનીકુમારો દ્વારા નકુળ અને સહદેવને જન્મ આપ્યો. રીતે પાંડુના પાંચ પુત્રો પાંડવોનો જન્મ થયો. પાંડુના પુત્રો હસ્તિનાપુરમાં ભીષ્મની નિશ્રામાં તાલીમ મેળવતા હતા. પાંડુ પોતાની પત્ની સાથે સંયમ રાખીને જીવતા હતા. રીતે ૧૫ વર્ષ પસાર થયાં.

એક વાર કુંતી બહાર હતાં ત્યારે પાંડુ માદ્રી તરફ ખૂબ આકર્ષિત થઈ ગયા. ઋષિએ આપેલા શ્રાપને ભૂલી ગયા. માદ્રી પણ કામાંધ થઈ ગઈ ને તેણે પાંડુને રોક્યા નહીં. પાંડુ માદ્રી પાસે ગયા ને કામક્રીડા માટે માદ્રીને સ્પર્શ કર્યો સાથે ઋષિના શ્રાપને લીધે તેમનું મૃત્યુ થયું.

માદ્રીને પાંડુના મૃત્યુ પછી પશ્ર્ચાત્તાપ થયો. પોતે વાસનામાં ના તણાઈ હોત તો પાંડુ જીવતા હોત એવો તેણે વિલાપ કર્યો. પશ્ર્ચાત્તાપના કારણે તે પોતાના બંને પુત્રો કુંતીને સોંપીને સતી થઈ ગઈ...

 

- જય પંડિત