આખરે રોહિત શર્માએ એજ કર્યું જેના માટે તે ઓળખાય છે. શુ કર્યુ? તો વાંચો.

    ૦૨-ઓક્ટોબર-૨૦૧૯

 
 
આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપત્તનમમાં સીરીઝની પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારતની પહેલી બેટિંગ આવી છે. આ મેચની ખાસ વાત એ છે કે આ મેચમાં ઓપનર તરીકે રોહિત શર્માને ટીમમાં જગ્યા મળી છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા થતી હતી કે રોહિત શર્માને ટેસ્ટ મેચમાં કેમ લેવાતો નથી. અંતે કેએલ રાહુલના સતત ખરાબ પ્રદર્શન પછી તેને પડતો મૂકાયો અને ટીમ ઈન્ડિયાએ તેના ઓપ્શન તરીકે રોહિત શર્માને ઓપનર તરીકે મોકો આપ્યો.
 
તમને જણાવી દઈએ કે ઓપનર તરીકે રોહિતની આ પહેલી ટેસ્ટ મેચ છે. મજાની વાત એ છે કે આ પહેલી જ મેચમાં તેણે સદી ફટકારી છે. આ લેખ લખાય રહ્યો છે ત્યારે તે ૧૫૪ બોલમાં ૧૦ ચોક્કા અને ૪ છક્કાની મદદથી ૧૧૫ રન બનાવી ચૂક્યો છે.
 
 
 
 
મેચની શરૂઆત એટલે પહેલી બોલ મયંક અગ્રવાલે રમી. આખી ઓવર રમ્યા પછી બીજી ઓવરમામ રોહિત શર્માની સ્ટ્રાઈક આવી. રોહિત શર્માએ પહેલી બોલ છોડી દીધી અને બીજા જ બોલમાં તેણે ચોક્કો અટકારી દીધો. અને હવે સદી પણ ફટકારી દીધી છે. તો રોહિત હવે કમસે કમ થોડી મોચો માટે તો ટેસ્ટ મેચમાં જગ્યા મળી ગઈ છે. એવી આશા રાખીએ કે ભારતીય ટીમને પણ ટેસ્ટ મેચ માટેનો સહેવાગ જેવો ઓપનર મળી ગયો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ મેચમાં પોતાની જગ્યા સુરક્ષિત ન્હોતો કરી શક્યો. ટેસ્ટ ટીમાં જગ્યા મળે, ન મળે તેવું તેના સાથે થતું હતું. ટીમમાં જગ્યા મળે તો પણ તેને ઓપનીંગ કરવા મળતી ન હતી. ત્રીજા સ્થાને, ચોથા સ્થાને, પાંચમાં સ્થાને, છઠ્ઠા સ્થાને રોહિતનો બેટિંગ કરવાનો વારો આવતો. વન-ડે મેચનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ટેસ્ટ ટીમમાં જગ્યા પણ મેળવી શકતો ન હતો. અંતે દક્ષિણ આફ્રિકા સામે તેને ચાંચ મળ્યો અને તેણે સદી ફટકારે સાબિત કરી દીધુ છે કે તે ટેસ્ટમાં પણ નંબર વન બેટ્સમેન બની શકે છે.