મયંક અગ્રવાલની શાનદાર બેટિંગ, નોંધાવી પહેલી બેવડી સદી

    ૦૩-ઓક્ટોબર-૨૦૧૯

 
 
હાલ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં ભારતીની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. એમ કહી શકાય કે ભારત માટે આ ટેસ્ટ સીરીસની શરૂઆત સંતોષકારક થઈ છે. ઘર આંગણે રમાઈ રહેલી પહેલી જ મેચમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગનો ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિશાખાપટ્ટનમની આ પહેલી હ ટેસ્ટમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલે ૩૧૭ રનની ભાગીદારી નોંધાવી છે. આ એક રેકોર્ડ છે.
 
 
 
બીજી મહત્વની વાત એ છે કે રોહિત શર્મા ૧૭૬ રન બનાવીને આઉટ થઈ ગયો છે પણ મયંક અગ્રવાલે તેની પહેલી બેવડી સદી નોંધાવી છે. ટોસ જીતીને ભારતે પહેલી બેટિંગ લીધી અને હાલ ૫ વિકેટ પર ભારતીય ટીમે ૪૫૦ રન બનાવી લીધા છે. પૂજારા ૬ રન અને વિરાટ કોહલી ૨૦ રન બનાવઈને આઉટ થઈ ચૂક્યા છે. મયંક અગ્રવાલે ૩૭૧ બોલમાં ૨૩ ચોક્કા અને ૬ છક્કા સાથે ૨૧૫ રન બનાવ્યા છે અને એલ્ગરની એક બોલમાં આઉટ થયો છે…
 
ઉલ્લેખનીય છે કે મયંક અગ્રવાલની આ પહેલી બેવડી સદી છે. તેમણે ૨૨ ચોક્કા અને ૫ છક્કા સાથે ૨૦૯ રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મયંક અગ્રવાલ ભારતમાં પહેલી વાત ટેસ્ટ મેચ રમી રહ્યા છે. અને તેમના બેટમાંથી બેવડી સદી નીકળી છે. જણાવી દઈએ કે મયંક અગ્રવાલે તેની પહેલી ટેસ્ટ મેચ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મેલબર્નની ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમા તેણે શાનદાર ૭૬ રન બનાવ્યા હતા. અને બીજી મેચમાં પણ અ૭૭ રન બનાવ્યા હતા.