ભારત-સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં રોહિત-મયંકની જોડીએ કર્યો સૌથી મોટો રેકોર્ડ, દ્રવિડ-સહેવાગ પણ રહી ગયા પાછળ

    ૦૩-ઓક્ટોબર-૨૦૧૯

 
 
હાલ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં ભારતીની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. એમ કહી શકાય કે ભારત માટે આ ટેસ્ટ સીરીસની શરૂઆત સંતોષકારક થઈ છે. ઘર આંગણે રમાઈ રહેલી પહેલી જ મેચમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગનો ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
 
વિશાખાપટ્ટનમની આ પહેલી હ ટેસ્ટમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલે ૩૧૭ રનની ભાગીદારી નોંધાવી છે. આ એક રેકોર્ડ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં થયેલી ભાગીદારીમાં આ સૌથી મોટી ભાગીદારી છે અને આ એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ દ્રવિડ અને સહેવાગને નામ હતો. તેમણે ૨૬૮ રનની ભાગીદારી નોંધાવી હતી. જે તેમણે ૨૦૦૮માં ચેન્નઈ ટેસ્ટ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે નોંધાવી હતી.
 
આ પછી ૨૦૦૯માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં વીવીએસ લક્ષ્મણ અને એમએસ ધોનીની વચ્ચે સાતમી વિકેટ માટે ૨૫૯ રનની ભાગીદારી થઈ હતી. આ જ રીતે વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંદુલકર વચ્ચે પણ ૨૪૯ રનની ભાગીદારી થઇ હતી…
  
હવે દક્ષિણ આફ્રિકા સામે સૌથી મોટી ભાગીદારી નોંધાવાનો રેકોર્ડ ૨૬૮ રન નો છે અને તે રોહિત શર્મા અને મયંક અગ્રવાલના નામે નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની ઓપનર તરીકે આ પહેલી ટેસ્ટ મેચ છે અને તેણે ૧૭૬ રન નોંધાવ્યા છે…