ભારતીય રેલવેએ મુંબઇથી અમદાવાદ માટે ‘હેરિટેઝ વિક’ ખાસ પેકેજ લોન્ચ કર્યું

    ૧૮-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

19 થી 25 નવેમ્બર, 2019 દરમિયાન ઉજવાઇ રહેલા ‘વર્લ્ડ હેરિટેઝ વિક 2019’ દરમિયાન ભારતીય રેલવેના પ્રવાસન વિભાગે ‘હેરિટેઝ વિક’ સ્પેશિયલ ટુર પેકેજ લોન્ચ કર્યું હતું, જેની શરૂઆત મુંબઇથી થઇ રહી છે. આઇઆરસીટીસીની મુંબઇ ઝોનલ ઓફિસ દ્વારા તેનું સંચાલન થઇ રહ્યું છે. 22 થી 25 નવેમ્બર, 2019 સુધીના આ ખાસ પેકેજની વિશેષતા એ છે કે તે ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસતને દર્શાવે છે.
 

 
આ ટૂર પેકેજમાં યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ ‘રાણી કી વાવ’ અને સુપ્રસિદ્ધ ‘મોઢેરા સુર્ય મંદિર’ને આવરી લેવામાં આવશે. આ પેકેજમાં અમદાવદ શહેરના હેરિટેજ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. બીજા દિવસે એટલે કે 23 નવેમ્બર, 2019ના રોજ ગ્રૂપને સુપ્રસિદ્ધ યુનેસ્કો હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવગઢ પુરાતત્વ ઉદ્યાન લઇ જવામાં આવશે. આ સિવાય આ પેકેજની બીજી આકર્ષક વસ્તુ એ પણ છે કે ગ્રૂપને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે પણ લઇ જવામાં આવશે. આ પેકેજની વધુ માહિતી આઇઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com પર ઉપલ્બધ છે. વધુ માહિતી માટે મુસાફરો આ નંબર પર સંપર્ક કરી શકે છે. 8287931654/ 022-22644378 / 22632485.