એક વીર યોદ્ધાની સત્યકથા – દર શનિવારે વાંચો સાધનાના આગામી અંકમાં અને અહીં વેબ પર

    ૧૯-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
‘સાધના’ના વાચકો નવું નજરાણું
 
છત્રપતિ શિવાજીને પોતાના મજબૂત ખભાઓ પર ઊંચકીને જેઓ બિહામણી રાત્રે પહાડો અને ઘનઘોર જંગલોમાં 20 કોસ સુધી દોડ્યા...
 
ત્રણ હજાર દુશ્મનોની સેના સામે જેઓ માત્ર ત્રણસો સૈનિકોને લઈને લડ્યા...
 
શિવાજીનું માથું વાઢવાની પ્રતિજ્ઞા લેનાર અફઝલખાનને જેમણે ધૂળ ચાટતો કરી દીધો...
 
સહ્યાદ્રિની ચટ્ટાનો પર જેમણે અભૂતપૂર્વ વીરતા અંકિત કરી અને જેમના બલિદાનથી ઘોડખીણ આજે પાવનખીણ તરીકે ઓળખાય છે...
 
એવા વીર યોદ્ધાની સત્યકથા તા. 23-11-2019ના અંકથી ‘સાધના’ના પાનાઓ પર
 
ઐતિહાસિક ઘટના પર આધારિત લઘુનવલ
 
વીર બાજીપ્રભુ દેશપાંડે…
લેખક : રાજ ભાસ્કર