મહેન્દ્રસિંહ ધોની મેદાન પર ક્યારે આવશે તેની ખબર પડી ગઈ છે?!

    ૨૧-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની એ સેમી ફાઇનલ દરેક ભારતીયને યાદ રહેશે. એમા પણ રવીન્દ્ર જાડેજાની એ બેટિંગ અને મહેન્દ્રસિંહ ધોનીનું એ રન આઉટ. બસ ધોનીની આ છેલ્લી મેચ હતી. આ મેચ પછી ભારતીય ટીમ તો અનેકવાર મેદાન પર ઉતરી પણ ધોની વગર. આ પછી મીડિયામાં ચર્ચા થવા લાગી છે કે ધોની હવે ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકે છે. ધોનીની ટીમમાં વપસી હવે નહી થાય, ધોનીને ટીમમાં જગ્યા હવે નહી મળે…વગેરે… પણ ધોનીની નિવૃત્તિના કોઇ સમાચાર આવ્યા નથી. ઉલ્લેખનીય વાત એ છે કે ધોનીની જગ્યા લઈ શકે તેવો વિકેટ કીપર પણ હાલ ભારતીય ટીમ પાસે નથી. ભારતને જેમાં ફ્યુચર દેખાય છે તે ઋષભ પંત કઈ કમાલ દેખાડી શક્યો નથી. રિદ્ધિમાન સાહા પણ કઈ વધારે પ્રદર્શન કરી શક્યો નથી. આવામાં એક સંકેત મળ્યો છે કે આગામી ૬ ડિસેમ્બરથી ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે જે વન-ડે અને ટી૨૦ ટૂર્નામેન્ટ યોજાવાની છે તેમાં ધોની રમી શકે છે.
 
આજે આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. ઉલેખનીય છે કે આ ટીમ જાહેરાત થાય એ પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક ફોટો ટ્વીટર શેર કર્યો છે. આ ફોટામાં વિરાટ કોહલી એક ખેલાડીને તાલી આપતો દેખાય છે. નીચે તેણે કેપ્શનમાં લખ્યું છે કે
 
ક્રાઈમ પાર્ટનર્સ.. ક્રાઈમ : બાઉન્ડ્રી પર ફીલ્ડર્સની નાક નીચેથી ડબલ્સ રન લઈ લેનાર…પહેચાન કોન…
 
 
 
જોકે આ ફોટામાં ઓળખવા જેવું કે વધારે મગજ કસવાની જરૂર નથી. ફોટો જોઈને કોઈ પણ કહી શકે આ કોણ છે. અરે ફોટામાં દૂર બીજો એક ખેલાડી ઉભો છે તેને પણ ઓળખી શકાય છે. ફોટામાં વિરાટ સાથે બીજું કોઈ નહી પણ ખુદ મહેન્દ્રસિંહ ધોની છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આજે ભારતીય ટીમની જાહેરાત થવાની છે અને આવા સમયે વિરાટે આ ફોટો મુક્યો છે. આવું કરીને વિરાટ કોહલી કોઇ સંકેટ તો આપતો નથી ને. આ ફોટો વિરાટે ટ્વીટર મૂક્યો કે તરત તે વાઈરલ થઈ ગયો છે. લોકો વિરાટને પુછી રહ્યા છે કે
 
શું અમે માની લઈકે કે મહેન્દ્રસિંહ ધોની આગામી મેચમાં મેદાનમાં ઉતરશે?!...
 
તો શું આને અમે માની લઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં વાપસી થઈ ગઈ છે