આમના પર બોલિવૂડના ૧૦૦ કરોડ ચાઉ કરી જવાનો આરોપ લાગ્યો છે, શું થશે હવે?

    ૨૧-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
બોલિવૂડ પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સનું નામ તો તમે સાંભળ્યું જ હશે! સાંભળ્યું હોય તો આ પણ સાંભળી લો કે તેની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે. આવું એટલા માટે કે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા હડપ કરવાના આરોપમાં ફરિયાદ કરી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતા તરફથી કરવામાં આવ્યો છે. ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્સ સોસાયટીએ (IPRS) આ કેસ દાખલ કર્યો છે.
 

વાત શું છે?

 
ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્સ સોસાયટીએ (IPRS) . આ એક સંસ્થા છે જે ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્માતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેણે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, યશરાજ ફિલ્મ્સે આર્ટિસ્ટ પાસેથી જબરજસ્તી કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યા હતાં અને તેમની રોયલ્ટી જબરજસ્તી લઈ લીધી છે. વાસ્તવમાં યશરાજ બેનરને રોયલ્ટી સાથે કોઈ જ લેવા-દેવા નથી. આ ફરિયાદમાં યશરાજ ફિલ્મના ચેરમેન આદિત્ય ચોપડા તથા તેમના નાનાભાઈ ઉદય ચોપડનું નામ પણ છે.
 
મીડિયા એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે યશરાજ ફિલ્મની વિરુધ્ધ આ ફરિયાદ થઈ છે. જેમા એવો દાવો કરવામાં આવ્યો છે કે ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્સ સોસાયટી (IPRS) ને કલાકારો તથા નિર્માતાઓ તરફથી રોયલ્ટી ભેગી કરવાનો વિશેષ અધિકાર છે. પરંતુ યશરાજ ફિલ્મ્સએ આ રોયલ્ટી ગેરકાયદેસર રીતે ભેગી કરી છે. આ અહેવાલ મુજબ યશરાજ ફિલ્મ્સે અને તેમના ડાયરેક્ટર્સે કથિત રીતે ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ્સ સોસાયટી (IPRS)ના સભ્યની મ્યુઝિક રોયલ્ટી ભેગી કરી લગભગ ૧૦૦ કરોડ રૂપિયા હડપ કરી લીધા છે…