મહારાષ્ટ્રમાં જે થયું તેના પછી અમિત શાહનું પહેલુ ઇન્ટરવ્યૂહ આવ્યું છે! વાંચો શું કહ્યું?

    ૨૭-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
રીપલ્બિક ભારત ન્યૂઝ ચેનલે એક રીપબ્લિક સમિટનું આયોજન કર્યું છે. તેના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા તથા આજે આ મંચ પર ભારતના ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. આમ તો આ ઇન્ટરવ્યૂહ થોડું લાંબુ છે પણ અમિત શાહે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર શું કહ્યું તેના થોડા અંશો અહીં રજૂ કર્યા છે…
 
• અજિત પવાર સાથે તમે કેમ ગયા ?
 
- અમે તેમની પાસે નથી ગયા તેમણે અમને સમર્થન આપ્યાનો પત્ર આપ્યો હતો. તે અમારી પાસે આવ્યા હતા.
 
• અજિત પવાર પર વિશ્વાસ કરવાનું કારણ? વિશ્વાસ કેમ કર્યો ?
 
- એક વાત સમજો. એનસીપીની પાર્લિયામેન્ટરી પાર્ટીએ તેમને પોતાના લીડર બનાવ્યા છે. ચૂંટણી દ્વારા તેમની પસંદગી થઈ હતી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા તેમની પાર્ટીએ તેમને જ અધિકૃત વ્યક્તિ ગણાવ્યા હતા. મહારાષ્ટ્રના ગવર્નરે પણ સરકાર બનાવવાનું આમંત્રણ તેમને આપ્યું હતું. તેઓ સરકાર બનાવવામાં અસમર્થ છે. તેવો પત્ર તેમના જ હસ્તાક્ષર સાથે ગવર્નર પાસે પહોંચ્યો હતો. અહીં સુધી કોઈ વિવાદ ન થયો. તો અમને પણ સમર્થનનો પત્ર તેમણે જ આપ્યો હતો. બંધારણીય રીતે આમાં ખોટું શું થયું છે?
 
• અજિત પવાર પરથી કેસ પાછા લેવાની વાત સામે આવી છે ?
 
- એક પણ કેસ પાછો લેવામાં આવ્યો નથી. આવું થયું હોય તો મને જણાવો હું જવાબ આપવા તૈયાર છું.
 
• ભાજપ વિચારધારા સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ કરતી નથી. અહીં કેમ ?
 
- અમે ક્યાં કોમ્પ્રોમાઈઝ કર્યું. અમારી વિચારધારા પર અમે કાયમ છીએ અને રામમંદિર પર અડગ છીએ. શિવસેના અધ્યક્ષ અયોધ્યા જવાના હતા પણ આ નવી પરિસ્થિતિમાં તેમને જવાનું ટાળી દીધું. અમે એનઆરસી, સિટિઝનશિપ બીલ પર પહેલા પણ અડગ હતા અને આજે પણ અડગ છીએ. અમે માનીએ છીએ કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ હવે કહ્યું છે. ત્યાં ભવ્ય રામમંદિર બનશે. અને માનતા હતા ૩૭૦ની કલમ હટવી જોઈએ. હટી ગઈ. અમે કોઈ વિચારાધારાને લઈ કોમ્પ્રોમાઈઝ નથી કર્યું.
 
• અજિત પવાર પાછા કેમ પડી ગયા ? વિડ્રો કેમ કર્યું ?
 
- આ પ્રશ્નનો જવાબ અજિત પવારને પૂછો. તેમને વિશ્વાસ હતો કે મને લીડર બનાવ્યો છે તો મારી પાસે સમર્થન છે. તેમણે સ્થિતિ જોઈ તેમને લાગ્યું કે ધારાસભ્યો મારું માનવાના નથી તો તેમણે રાજીનામું આપી દીધું.
• શરદ પવારે પોતાના ભત્રીજાનો ઉપયોગ કરી ભાજપને ગેરમાર્ગે તો નથી દોરી ને ?
 
- આમાં એવું ક્યાં કઈ છે. આમ પણ તેમની સરકાર બનતી જ હતી અને કોઈ ગેરમાર્ગે દોરે તો જેણે ગેરમાર્ગે દોર્યા તેને પ્રશ્નો પૂછવા જોઈએ અમને નહીં. હું માનું છું કે અજિત દાદાએ અમને સમર્થનનો પત્ર આપ્યો હતો. જેના આધાર પર શપથ લેવાઈ. તેઓ સમર્થન ન મેળવી શક્યા. તો અમે બધુ છોડી દીધું.
 
• આ ઘટના પછી ભાજપ વિરોધી ગેંગમાં ઊર્જા આવી ગઈ છે ? એકજૂઠ થઈ ગઈ છે ?
 
- ક્યારે એકજૂઠ ન હતી. ૧૯ની ચૂંટણીમાં એક ડઝન વડાપ્રધાન ફરતા હતા. આ બધા અમારી સામે જ તો ફરતા હતા. બધા જ વડાપ્રધાનની સામે જ તો ચૂંટણી લડી રહ્યા હતા.
 
• વિરોધ પક્ષ તરીકે ભાજપ વિધાનસભામાં બેસશે ? આ પીછેહટ નથી ?
 
- આ એમની જીત થોડી છે. બહુમતી કોની પાસે છે ? શિવસેનાને મુખ્યમંત્રીની ખુરશી આપી આ ગઠબંધન થયું છે. અમે ચૂંટણી હાર્યા હોત તો જરૂર અમારી પીછે હટ ગણાય. અમે વિરોધ પક્ષમાં બેસીશું. વિરોધ પક્ષની રાજનીતિ અમે કોંગ્રેસ કરતા વધારે સમય કરી છે. અમે સારા વિરોધ પક્ષ બનીશું મહારાષ્ટ્રમાં.
 
• શિવસેના પાછી ભાજપ એનડીએ સાથે જોડાઈ શકે ?
 
- આવો ક્યાસ લગાવવાનો આ સમય નથી. પહેલા તેમની સરકાર બનવા દો. નવી સરકારના ખાતાઓનું વિભાજન થવા દો
.
• ક્યાં સુધી ચાલશે મહારાષ્ટ્રની સરકાર ?
 
- હું કોઈ જ્યોતિષ નથી અને મારી પાસે કોઈની કુંડળી પણ નથી.
 

સાંભળો આખુ ઇન્ટરવ્હૂ....