સુપ્રિમ કોર્ટના આ નિર્યણને જય-પરાજયની દ્રષ્ટિથી ન જોવો જોઇએ – મોહનજી ભાગવત

09 Nov 2019 16:12:03

 
 
રામજન્મભૂમિ સંદર્ભે આજે સુપ્રિમ કોર્ટના ચૂંકાદા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક મોહનજી ભાગવતે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમા તેમણે જણાવ્યું હતું કે…
 
શ્રી રામજન્મભૂમિના સંબંધમાં ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ દેશની જનભાવના, આસ્થા તથા શ્રદ્ધાને ન્યાય આપનારા આ નિર્યણનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વાગત કરે છે. દાયકાઓ સુધી ચાલેલી આ ન્યાયિક પ્રક્રિયા પછી આ વિધિસમ્મત અંતિમ નિર્યણ થયો છે. આ લાંબી પ્રક્રિયામાં શ્રી રામજન્મભૂમિ સંબંધિત બધીજ બાજુઓ પર જીણવટ-પૂર્વક વિચાર થયો છે. બધા પક્ષો દ્વારા પોત-પોતાના દ્રષ્ટિકોણથી મૂકવામાં આવેલા તર્કોનું મૂલ્યાકંન થયુ. ધૈર્યપૂર્વક આ દીર્ધ મંથનને આગળ ચલાવી સત્ય તથા ન્યાયને ઉજાગર કરનારા બધાજ ન્યાયમૂર્તિ તથા બધા જ પક્ષોના અધિવક્તાઓનો અમે શતશઃ ધન્યવાદ અને અભિનંદન પાઠવીએ છીએ. આ લાંબા પ્રયાસમાં અનેક પ્રકારના યોગદાન આપનારા બધા જ સહયોગિઓ તથા બલિદાનિઓનું અમે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ.
 
નિર્ણય સ્વીકાર કરવાની મનઃસ્થિતિ, ભાઈચારા સાથે પૂર્ણ સુવ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારી તથા સમાજના સ્તર પર થયેલા બધા જ પ્રયત્નોનું પણ અમે સ્વાગત અને અભિનંદન કરીએ છીએ. અત્યંત સંયમપૂર્વક ન્યાયની પ્રતીક્ષા કરનારી ભારતીય જનતા પણ અભિનંદનને પાત્ર છે.
 
આ નિર્યણને જય-પરાજયની દ્રષ્ટિથી ન જોવો જોઈએ. સત્ય અને ન્યાયના મંથનથી બહાર આવેલ આ નિષ્કર્ષને ભારત વર્ષના સંપૂર્ણ સમાજની એકાત્મતા તથા બંધુતાનું પરિપોષણ કરનારા નિર્યણના રૂપે જોવો તથા તેને ઉપયોગમાં લેવો જોઇએ. સંપૂર્ણ દેશવાસિઓથી અનુરોધ છે કે વિધિ તથા બંધારણની મર્યાદામાં રહીને સંયમિત તથા સાત્વિક રીતે પોતાનો આનંદ વ્યક્ત કરે.
 
આ વિવાદના સમાપનની દિશામાં ઉચ્ચ ન્યાયાલયના નિર્યણના અનુરૂપ પરસ્પર વિવાદ ને સમાપ્ત કરનારી પહેલ સરકાર તરફથી ઝડપથી થશે, એવો અમને વિશ્વાસ છે.
 
ભૂતકાળની બધી જ વાતોને ભૂલીને આપણે સૌ શ્રી રામજન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ માટે એકજૂથ થઈને પોતના કર્તવ્યોનું પાલન કરીએ.
 
 
સાંભળો.....
 
 
 
 
Powered By Sangraha 9.0