CAB : ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારો સામે માનવજાતને રક્ષણ આપતું વિધેયક

    ૧૦-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

cab_1  H x W: 0 
 
 
# પાક.માં ઇસ્લામી આતંકથી હવે હિન્દુઓને મુક્તિ મળશે...
# CAB : ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારો સામે માનવજાતને રક્ષણ આપતું વિધેયક
 
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું જે મોડી રાત્રે ૩૧૧ સામે ૮૦ મતોથી પાસ થઈ ગયું છે ત્યારે આવો આ બીલ વિષે થોડી ચર્ચા કરીએ…
 
છેલ્લા ઘણા દાયકાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી લાખો ઘૂસણખોરો ભારતમાં ગેરકાયદે ઘૂસી ગયા છે. આ ધર્માંધ ઘૂસણખોરો ચોરી, લૂંટફાટ, બળાત્કાર જેવા અપરાધો આચરતા હોય છે. રોહિંગ્યા મુસ્લિમો તો આતંકવાદી પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. આવા લાખો ઘૂસણખોરોથી દેશને મુક્ત કરાવવા મોદી સરકારે NRC - નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો. સ્વાભાવિક રીતે જ વોટબેક લુંટાઈ જવાના ભયથી કથિત સેક્યુલર પક્ષોએ NRC સામે વિષવમન કરવાનું ચાલુ કર્યું. જેમ આ લાખો ઘૂસણખોરો ભારતમાં આતંકવાદ અને ગુન્હાખોરી આચરીને દેશવાસીઓને ત્રાસ આપે છે તે જ રીતે આ ઘૂસણખોરોના પોતાના દેશમાં પણ હિન્દુઓ ઉપર ખૂન, બળાત્કાર, લૂંટ જેવા અમાનવીય અત્યાચારો થતા રહે છે. આવા ધર્માંધ આતંકથી ત્રસ્ત સમાજને માનવતાના ધોરણે ભારતમાં જ પ્રવેશ મળે તેમ છે, પરંતુ લાખો મુસ્લિમ ઘૂસણખોરોને આવકારનારા કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ઇસ્લામી આતંકથી ત્રસ્ત હિન્દુઓ સ્વદેશમાં આવે તેનો વિરોધ કરે છે. CAB - સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ ઇસ્લામી કટ્ટરતાથી ત્રસ્ત નિર્દોષ માનવીઓને માનવતાના ધોરણે ભારતની નાગરિકતા આપે છે. સ્વાભાવિક રીતે જ, આતંકવાદીઓ તથા ઘૂસણખોરોનું સમર્થન કરતા સેક્યુલર પક્ષો તથા કથિત બુદ્ધિજીવીઓની ગેંગ CABનો વિરોધ કરે છે.
 

બિલ દ્વારા સેક્યુલર પક્ષોનો હિન્દુદ્વેષી ચહેરો ઉજાગર

 
મોદી સરકારના તલાક અને ૩૭૦મી કલમ અંગે ઐતિહાસિક નિર્ણયોની જેમ NRC- નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપના અમલનો નિર્ણય પણ દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતો. યોગાનુયોગ એ હતો કે ભારતની એકતા અને અખંડિતતા તથા સામાજિક ન્યાયની ષ્ટિથી અત્યંત આવશ્યક એવા આ નિર્ણયોનો કોંગ્રેસ તથા મોટા ભાગના વિપક્ષોએ મોટા ઉપાડે વિરોધ કર્યો હતો. આ સેક્યુલર ગેંગ હજી ટ્રિપલ તલાક, 370 અને NRCના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ મોદી સરકાર CAB - સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ દ્વારા સેક્યુલર પક્ષોનો હિન્દુદ્વેષી ચહેરો ઉજાગર કરી રહી છે.
 

cab_1  H x W: 0 
 

ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારોથી આ સમાજ માટે એક માત્ર આશાનું કિરણ

 
આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ અંગ્રેજાેની સહમતિથી ૧૯૪૭માં ભારતમાતાના ત્રણ ટુકડા થયા ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની જનસંખ્યા ૩૦% જેટલી હતી, પરંતુ પાક. અને બાંગ્લાદેશમાં ઇસ્લામી આતંક અને અસહિષ્ણુતાને કારણે આજે હિન્દુઓ માંડ ૫% જેટલા જ રહ્યા છે. હિન્દુ મા-બહેનોનાં અપહરણ, બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ પાકિસ્તાનમાં સામાન્ય બની ગઈ છે. દુર્ભાગ્યે, સ્ત્રીસશક્તિકરણની વાત કરનારી મલાલા પણ હિન્દુ મા-બહેનો ઉપર થતા ઇસ્લામી અત્યાચારો સામે હંમેશા મૌન રહે છે ! ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારોથી આ સમાજ માટે એક માત્ર આશાનું કિરણ છે મોદી સરકારનું સીએબી - CAB એટલે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ. ઘૂસણખોરો તથા રોહિંગ્યા આતંકીઓને આવકારનારા કોંગ્રેસ, સામ્યવાદી તથા તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષોએ સ્વાભાવિક રીતે જ CABનો જોરશોરથી વિરોધ કર્યો છે.
 

દેશની આંતરિક સુરક્ષા તથા એકતા, અખંડિતાને સુઢ કરશે

 
CAB વિધેયક સૌ પ્રથમ ૨૦૧૬માં સંસદમાં પ્રસ્તુત થયું હતું. તેથી આ વિધેયકને CAB ૨૦૧૬ કહેવામાં આવે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોએ સંસદનાં વિવિધ સત્રોમાં સતત ઘોંઘાટ શોરબકોર કરીને સંસદની કાર્યવાહીને ઘમરોળી હતી. આવાં અલોકતાંત્રિક કરતૂતોને કારણે આ વિધેયક લોકસભામાં પસાર થઈ શક્યું, ગૃહમંત્રી શ્રી અમિત શાહે નિર્ધાર વ્યક્ત કરતાં કહ્યું છે કે, સરકાર CAB ૨૦૧૬ ને સંસદમાંથી પારિત કરાવીને દેશભરમાં NRCનો અમલ કરાવશે એ દેશની આંતરિક સુરક્ષા તથા એકતા, અખંડિતાને સુઢ કરશે.
 

ઇસ્લામિક દેશોમાં ધર્માંધતાને કારણે અત્યાચારોનો ભોગ બનેલા માનવીઓને ભારતમાં પ્રવેશ મળી શકશે

 
સંસદમાં પસાર થયા પછી CAB-2016ને બંધારણીય રીતે કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થશે. સંપૂર્ણતઃ માનવતાની દ્રષ્ટિએ ઘડાયેલું આ વિધેયક કાયદો બનતાંની સાથે જ પાકિસ્તાન. બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન જેવા કટ્ટર ઇસ્લામિક દેશોમાં ધર્માંધતાને કારણે અત્યાચારોનો ભોગ બનેલા માનવીઓને ભારતમાં પ્રવેશ મળી શકશે. મૂળભૂત રીતે માત્ર થોડા દાયકાઓ પૂર્વે આ ત્રણેય દેશ અખંડ ભારતના જ ભૂભાગ હતા, પરંતુ કોંગ્રેસ-અંગ્રેજોની સાંઠગાંઠથી દ્વિરાષ્ટના ગતકડાને પરાયા અને લઘુમતીમાં આવી ગયા અને દાયકાઓથી ઇસ્લામિક આતંકનો ભોગ બનતા રહ્યા છે. આ ત્રણેય ઇસ્લામિક દેશોમાં હજારો હિન્દુઓની તેઓ હિન્દુ હોવાના કારણે હત્યા કરવામાં આવી છે. હજારો મા-બહેનો ઉપર અત્યાચારો થતા રહ્યા છે, અનેક હિન્દુઓનાં અપહરણ થયાં છે, હિન્દુઓની કરોડોની સંપત્તિ લૂંટી લેવામાં આવી છે. આ બધા અત્યાચારો આ મૂળ ભારતીયો ઉપર માત્ર એટલા માટે જ થઈ રહ્યા છે કારણ કે તેઓ હિન્દુ છે અને દુઃખની વાત તો એ છે દેશભરમાં અસહિષ્ણુતાના નામે પોક મૂકનારી સેક્યુલર ગેંગ અને હિન્દુદ્વેષી પક્ષો આ ત્રણેય દેશોમાં હિન્દુઓ ઉપર લગભગ ૩૧૮૦ વર્ષથી થઈ રહેલા ઇસ્લામિક અત્યાચારો માટે એક અક્ષર બોલતા નથી ! ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારથી મુક્તિ પામવા માટે આ હિન્દુઓ માટે એક માત્ર આશ્રયસ્થાન છે ભારત, પરંતુ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોને મોટા ઉપાડે આવકારનારા કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ઇસ્લામિક આતંકનો ભોગ બનેલા હિન્દુઓને તેમના મૂળ દેશમાં આવે તેનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે.
 

cab_1  H x W: 0 
 

ઘૂસણખોરો તથા શરણાર્થીઓ વચ્ચેનો ભેદ

 
આ સર્વ હિન્દુદ્વેષી પક્ષો તથા સેક્યુલર ગેંગને CAB સામે વાંધો એટલા માટે છે કે તેને કારણે આ ત્રણ દેશોમાં વસતા હિન્દુઓ લાભાન્વિત થશે ! હિન્દુદ્વેષી પક્ષો અને અગ્રણીઓ દાવો કરે છે કે તમે ધર્મના આધારે વિદેશીઓને ભારતની નાગરિકતા આપી શકો નહીં ! પરંતુ તેમનો આ દાવો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો કે રોહિંગ્યા આતંકીઓને લાગુ પાડતા નથી તે કેવી વિડબણા છે ! હિન્દુદ્વેષી પક્ષોએ ઘૂસણખોરો તથા શરણાર્થીઓ વચ્ચેનો ભેદને પણ કોમવાદી સ્વરૂપ આપી દીધું છે. તેથી ઘૂસણખોરોને ભારતની નાગરિકતા મળે તેની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોને વાંધો નથી, પરંતુ ઇસ્લામિક આતંકથી ત્રસ્ત હિન્દુઓને ભારતની નાગરિકતા મળે તેની સામે તેમનો સંપૂર્ણ વિરોધ છે તેવું ચિત્ર ઊપસી આવ્યું છે !
 

આ બધા જ સમુદાયના ધર્માંધતાથી પીડિત લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ

 
હવે વાસ્તવમાં CAB - ૨૦૧૬ એ ૧૯૫૫માં અમલમાં આવેલા સિટીઝનશિપ એક્ટમાં સુધારા કરતું વિધેયક છે અને તેમાં માત્ર હિન્દુ જ નહીં, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી આ બધા જ સમુદાયના ધર્માંધતાથી પીડિત લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. હવે સ્વાભાવિક છે કે આ બધા સમુદાયોમાં ૯૦% જેટલા લોકો હિન્દુ જ રહેવાના, બસ એટલા માટે જ કોંગ્રેસ સહિતના સર્વ હિન્દુદ્વેષી પક્ષો CAB - ૨૦૧૬ નો વિરોધ કરી રહ્યા છે. વારંવાર બંધારણની દુહાઈ દેતી આ ગેંગ એ વાત દેખીતી રીતે જ ભૂલી જાય છે કે શરણાર્થીઓ અંગેના Unhcrમાં ભારત સહભાગી નથી અને બીજું બંધારણની ૫થી ૧૧ મી કલમો ભારતની નાગરિકતા અંગે કોઈપણ કાયદો ઘડવાની સંસદને સત્તા આપે છે. આમ છતાં હિન્દુદ્વેષી પરિબળો CAB - ૨૦૧૬નો વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે CAB - ૨૦૧૬ને અટકાવવા માટે જમાતે ઉલેમાએ હિન્દ નામની કટ્ટરવાદી સંસ્થાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી પણ કરી છે.
 
NRC, ટ્રિપલ તલાક, ૩૭૦મી કલમ, શ્રીરામ જન્મભૂમિ જેવા વર્ષોથી વિલંબિત રહેલા રાષ્ટહિતના પ્રશ્નોનો બંધારણીય અને ન્યાયિક રીતે ઉકેલ લાવનારી મોદી સરકારના ગૃહમંત્રીશ્રી અમિત શાહે હવે CAB ૨૦૧૬ને કાયદાનું સ્વરૂપ આપવાનો હુંકાર કર્યો છે. તેથી હિન્દુદ્વેષી ગેંગ પણ હવે મોદી હૈ તો મુમકિન હૈ ! - ના સૂત્રથી CAB - ૨૦૧૬માં પ્રશ્ને હચમચી ગઈ છે.
 
***
 
 - પ્રશાંત પટેલ , ઉમરાવ, અધિવક્તા, સર્વોચ્ચ ન્યાયાલય
(સાભાર : ઓર્ગેનાઈઝર, ભાવાનુવાદ - જગદીશ આણેરાવ)