લેટેસ્ટ જનરલ નોલેજ । આ અઠવાડિયામાં બનેલી ૨૦ ઘટનાઓના ૨૦ પ્રશ્નો અને જવાબ...

    ૧૨-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |
 
latest general knowledge_
 
 
૧. ગૂગલે તાજેતરમાં કઈ એક બપ્રતીક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી છે?
 
(અ) સુપર કમ્પ્યુટર
(બ) કવાન્ટમ સુપ્રીમસી
(ક) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી
(ડ) ક્યુબિટ
 
૨. વસ્ત્રાપુર વેરાઈ માતાની માંડવી હજારો વર્ષોથી કેવા પ્રકારનાં ફૂલોથી સજાવવામાં આવે છે ?
 
(અ) ગુલાબ (બ) ગલગોટા
(ક) કાગળના (ડ) પ્લાસ્ટિકના
  
૩. નિલોફર નાહા દેશની કેવી પ્રથમ મહિલા મહાનુભાવ છે ?
 
(અ) એરોસ્પેસ કમાન્ડર (બ) નેવલ પાઇલટ
(ક) ખાનગી ટ્રેન પાઇલટ (ડ) એરફોર્સ કમાન્ડર
 
૪. સર્બરી દાસ દેશની કેવી પ્રથમ મહિલા મહાનુભાવ છે ?
 
(અ) મહિલા કમાન્ડર
(બ) મિશનમંગલ પ્રોજેક્ટ
(ક) સ્પેસ વોકર
(ડ) ચીફ ઓફ ઇન્ટેલિજન્સી બ્યુરો
 
૫. વુઝન વિશ્વનું એવું, કેવું પ્રથમ ટાઉન છે ?
 
(અ) કેશલેસ (બ) પેપરલેસ
(ક) સુપરફાસ્ટ પ્રેસ (ડ) પ્લાસ્ટિક ફ્રી
 
૬. ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ કેરોસીનમુક્ત જિલ્લો જાહેર થયો ?
 
(અ) રાજકોટ (બ) ભાવનગર
(ક) સુરત (ડ) ગાંધીનગર
 
૭. વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?
 
(અ) જૈફ બેજોસ (બ) વોરેન બફેટ
(ક) બિલગેટ્સ (ડ) માર્ક ઝુકરબર્ગ
 
૮. ફિક્કીના રિપોર્ટ મુજબ ભારતમાં દરેક વ્યક્તિ વર્ષમાં સરેરાશ કેટલા કિલો પ્લાસ્ટિક વાપરે છે ?
 
(અ) ૧૧ કિ.ગ્રા. (બ) ૧૦ કિ.ગ્રા.
(ક) ૧૨ કિ.ગ્રા. (ડ) ૧૫ કિ.ગ્રા.
 
૯. મેગા ફિલ્મ મહાભારતમાં દ્રૌપદીનું મુખ્ય માત્ર કોણ ભજવનાર છે ?
 
(અ) કગના રનૌત (બ) પ્રિયંકા ચોપરા
(ક) દીપિકા પાદુકોણ (ડ) અનુષ્કા શર્મા
 
૧૦. કાર્ટિક ફિલ્મ ફેસ્ટિવલ - ૨૦૧૯માં નવાઝુદ્દીન સિદ્દીકીને વિશ્વ સિનેમામાં યોગદાન માટે કયા એવોર્ડથી નવાજવામાં આવશે ?
 
(અ) ગોલ્ડન પીકોક (બ) ગોલ્ડન ડ્રેગન
(ક) ગ્લોબલ (ડ) ગોલ્ડન ફિશ
 
૧૧. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં કયાં કારણોસર ત્રણ મહિલાઓ સુઝૈન બી. એન્થની, એલિઝાબેથ કેન્ડી સ્ટેન્ટન અને સોજોર્નર ટૂથના સ્ટેચ્યુ સૌ પ્રથમવાર મૂકવામાં આવશે ?
 
(અ) વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો
(બ) ગોલ્ડન સ્પોટ્સ વુમન
(ક) પ્રથમ ફિલ્મ અભિનેત્રીઓ
(ડ) મહિલાઓના હક માટે સમર્પિત
 
૧૨. જસ્ટિન ટ્રુડો કયા દેશના બીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે ચૂંટાયા ?
 
(અ) બ્રાઝિલ (બ) મોરક્કો
(ક) કેનેડા (ડ) મેક્સિકો
 
૧૩. દુનિયાની પ્રથમ હેરબેન્ક માથાના વાળની બેન્ક ક્યાં ખોલવામાં આવી છે ?
 
(અ) મેલબોર્ન (બ) માનચેસ્ટર
(ક) મિયામી (ડ) મનાલી
 
૧૪. વિશ્વનો ૧૬૮ વર્ષ સૌથી જૂનો વર્લ્ડ એક્સપોનો કયાં આવ્યો છે ?
 
(અ) દુબઈ (બ) સિંગાપોર
(ક) અમેરિકા (ડ) ઇટાલી
 
૧૫. ફેરીઝ વ્હીલ-લંડન આઈની કુલ ઊંચાઈ કેટલા મીટર છે ?
 
(અ) ૧૫૦ (બ) ૧૩૦
(ક) ૧૩૫ (ડ) ૧૪૭
 
૧૬. દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા તરીકે પ્રાંજલ પાટિલની કયા હોદ્દા પર તામિલનાડુમાં નિયુક્તિ થઈ ?
 
(અ) કસ્ટમ ઇન્સપેક્ટર
(બ) નાયબ કલેક્ટર
(ક) નાયબ પોલીસ કમિશનર
(ડ) નાયબ મુખ્યમંત્રી
 
૧૭. જામનગરના વિક્રમસિંહ માનસિંહ જાડેજા કયા કસબના વિશ્વખ્યાત મહાનુભાવ છે ?
 
(અ) ક્રિકેટ (બ) સ્કૂબા ડાઇવિંગ
(ક) પાઘડી - સાફા (ડ) બાંધણી - પટોળાં
 
૧૮. ટેસ્ટ ક્રિકેટજગતમાં ઘરઆંગણાની મેચોમાં સૌથી વધુ ૯૯.૮૪ રનની સરેરાશથી સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ કોણે તોડ્યો ?
 
(અ) વિરાટ કોહલી (બ) લોકેશ રાલ
(ક) ચેતેશ્વર પૂજારા (ડ) રોહિત શર્મા
 
૧૯. નાઈજીરિયાનું ઇગ્બો-ઓરા શહેર દુનિયાભરમાં કઈ વિશિષ્ટતા માટે જાણીતું છે ?
 
(અ) જોડકાં બાળકોની રાજધાની
(બ) ફૂલોની રાજધાની (ક) બપત્નીત્વ
(ડ) ખજૂરીના તેલ ઉત્પાદન માટે
 
૨૦. મહારાષ્ટના કોલ્હાપુરમાં વિઠ્ઠલ બિરદેવની યાત્રા દરમિયાન સૌથી વધુ શું ઉડાડવામાં આવે છે ?
 
(અ) ગુલાબનાં ફૂલ (બ) રંગબેરંગી
(ક) હળદર (ડ) ગુલાલ
જવાબ :
 
(૧) બ, (૨) ક, (૩) બ, (૪) અ,
(૫) ક, (૬) ડ, (૭) ક, (૮) અ, (૯) ક,
(૧૦) બ, (૧૧) ડ, (૧૨) ક, (૧૩) બ, (૧૪) અ,
(૧૫) ક, (૧૬) બ, (૧૭) ક, (૧૮) ડ, (૧૯) અ, (૨૦) ક.