ટેક્નોલોજી જીવવા માટે છે, સાહિત્ય જાગવા માટે છે, પણ સાચું જાગરણ ક્યારે ?

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |


technology and books_1&nb
 
 
માણસજાત સામે અનેક પડકારો ઊભા થયા છે. આ સદીનો બીજો દાયકો આથમવામાં છે. જગત પાછું લેખાં-જોખાં લેવા બેઠું છે. દુનિયામાં લિટ-ફેસ્ટ (લિટરેચર ફેસ્ટિવલ)નાં વાદળ બંધાવા લાગ્યાં છે, ફ્રેન્કફર્ટના પુસ્તકમેળાથી અમદાવાદના પુસ્તકમેળા સુધી સુજ્ઞોએ પ્રશ્નો ઉઠાવ્યા છે, હવે દરેક ભાષાની સર્જકપ્રતિભાઓ આંતરદર્શન અને ચર્ચા-ચિંતનની બેઠકો યોજી રહ્યા છે. સાહિત્ય એક જુદા જ પ્રકારના કેટલાક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. આઈઝેક સિંગર (લોસ એન્જલેસના રીવ્યુ ઓફ બુક્સના વિભાગમાં એક આવો પ્રશ્ન ઉઠાવે છે. સાહિત્યની જરૂર કોને છે ? આ અને આવા પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે. ત્યારે રવિવારની આ સવારે (lareviewsofbooks./org/article/who-needs-literature) આ મંથનમાં જોડવા છે.
 
એક પ્રજા તરીકે આપણી પરિશીલનની પ્રકૃતિ મોળી પડતી જાય છે. આદરણીય મોરારિબાપુ પ્રશ્ન પૂછે છે, બેસવું તો છે, પણ કોની હારે બેસીએ ? સિંગર આ લેખમાં પ્રશ્ન ઉઠાવે છે એ શાશ્વત છે. સાહિત્યનું કામ શું છે ? એકદમ નિરાશાજનક લાગે તો પણ એ પોતાની વાત કરતાં લખે છે કે મને કથા કરતાં વાસ્તવમાં વધારે રસ છે. એક નવલકથા કરતાં કેસસ્ટડી કે કોઈ વર્તમાનપત્રમાં ચર્ચાતા જીવનના વાસ્તવિક સંઘર્ષોને વાંચવામાં રસ છે, તો શું સાહિત્ય એક ઈન્ટેલેક્ચ્યુઅલ સ્પોર્ટ છે ? આ પડકાર છે.
 
જગતને અક્ષરજ્ઞાન થયું ત્યારથી અનેક પડાવો પસાર કરીને આપણે એક એવા મુકામે પહોંચ્યા છીએ જ્યાં સમયનો અભાવ એક સમસ્યા તરીકે ઊભરી છે. અક્ષરજ્ઞાન મું ત્યારે એનો રોમાંચ હતો. કમ્યુનિકેશનથી અસ્તિત્વનો અર્થ સમજાવા લાગ્યો. માણસ પોતાના વિચારોને બીજા સુધી પહોંચાડી શકે એ પથ્થર ફેંકવા કરતાં વધુ શાલીન અને સૌંદર્યસભર લાગવા માંડ્યું. એક રીત `લીડરશીપ નેતૃત્વ' જેવા વિચારે પ્રભાવ ઊભો કરવાનું એક નૂતન વર્તનવિજ્ઞાન ઊભું કર્યું. આખી ઉત્ક્રાંતિનો આલેખ કરવાનો ઉદ્દેશ નથી, પણ આજે જે પડાવે છીએ એને સમજવાની મથામણ છે. આમ જોઈએ તો ટેકનોલોજી અને સાહિત્ય એ બે માણસ જાતને અભ્યાસતા બ મોટાં તંત્રો છે.
 

technology and books_1&nb 
 
ટેકનોલોજી આમ જોઈએ તો `કોશિયા' સુધી પહોંચી ગઈ. જેને વાંચતાં નથી આવડતું અને એ સ્માર્ટફોન વાપરતાં આવડી ગયું છે. આનું કારણ ટેકનોલોજીની ઉપયોગિતા છે. એ મારા પ્રશ્નો ઉકેલે છે. મારે વાત કરવી છે, એ કરાવે છે. મારે પૈસા ચૂકવવા છે, એ ચૂકવી આપે છે. સાહિત્ય ધીમું છે. એ મારી અંદરની દુનિયા સાથે કામ પાડે છે. શકુન્તલા જાય છે ત્યારે શબ્દો માત્ર કાગળ પર નથી રહેતા, એ મારી અંદર પ્રવેશે છે. મને મારી દીકરીની વિદાય યાદ આવે છે.  રડુ છું તો એ મારી એક પાત્ર સાથે જોડાવાની, રીલેટ થવાની એક પ્રક્રિયા ચાલે છે. એ મને ઈન્ટેલેકચ્યુઅલી મારી પીડાને હળવી કરે છે, એ વિદાયની વાત કરે છે, હું આખું શ્ય અંદર ભજવું છું. એના લીધે રડ્યા છતાં મને મારી દીકરીનો મિલાપ થાય છે. આ સાહિત્યની સૂક્ષ્મ પ્રક્રિયા છે. એ વાત માનીએ કે હવે શ્યશ્રાવ્ય માધ્યમોએ `સાહિત્યને' સેકન્ડરી બનાવ્યું છે, કારણ એક ટીવી શો માટે પણ `સ્ક્રીપ્ટ' તો જોઈએ. કપિલ શર્માએ કન્ટેન્ટ પર તો આધાર રાખવો જ પડશે. એટલે સાહિત્ય તમારી આંતરસમૃદ્ધિની નિશાની છે તો એ તમારા ઓરડાની અસ્ક્યામત પણ છે, બેઠક રૂમના ટીવી કે કમ્પ્યુટર પાછળ કોક ક્યાંક સ્ટુડિયોમાં કે એની પણ પાછળ કોક લખી રહ્યું છે.
 
માહિતી, મનોરંજન અને ઊર્ધ્વગામિતાની મનુષ્યની ભૂખ અગત્યની અને અસ્તિત્વના મૂળમાં છે. એટલે બસ સ્ટેન્ડના પાટિયા પર લખેલી `બસના આવવાના સમય'ની જાહેરાત એક માહિતી હોવા છતાં એ અંદરથી `રાહત' પહોંચાડે છે. એ પેલી `ઈન્ટેલેક્ચ્યુઅલ રમત'નું ઉપરનું સ્તર હશે. પણ વધુ ઊંડા ઊતરીએ ત્યારે માહિતી ઠડા અક્ષરો ન રહેતાં મનોરંજન અને સહારો મળી રહે છે. આપણે `ભાષા'ની શક્તિને લીધે `વાહ' બોલી જઈએ છીએ. ૨૬મી ૨૬-૧૧-૨૦૧૯ની રાત્રે રમેશ પારેખની જન્મદિવસની પૂર્વરાત્રિએ રાજકોટમાં યોજાયેલા કવિસંમેલન અને રમેશનાં ગીતોના કાર્યક્રમમાં આવેલા એક હજારથી વધારે શ્રોતાઓનું રસભાવન શું હતું? રસ-નિષ્પત્તિ એ મનને વહેતું કરવાની એક અદભુત કલા છે, ભાવકના મનને રોમાંચ થાય, એ રિલેટ થાય એટલે એનું મન વહેવા લાગે છે. આટલા બધા લોકો મારી સાથે છે, એ સમર્થન બહારનું હોવા છતાં એના અંદરનાને ખળભળાવે છે, જે `વાહ....વાહ'ની અભિવ્યક્તિમાં પ્રગટે છે. એવું જ સાંજે બન્યું (૨૭-૧૧-૨૦૧૯). બકુલ ત્રિપાઠીને મિત્ર હસિત મહેતા અને રતિલાલ બોરીસાગરે યાદ કર્યા. એમના પ્રવચનથી બકુલ ત્રિપાઠીની એક નોન-ફિઝિકલ સૂક્ષ્મ હાજરી ઊભી થઈ. બધાની ભાવયિત્રી પ્રતિભાની તીવ્રતા કે ઊંડાણ પ્રમાણે બકુલભાઈ અને રમેશભાઈ પારેખની હાજરી અનુભવાઈ.
 
આ સાહિત્યની એક સિદ્ધિ છે એ શ્યશ્રાવ્ય માધ્યમો કરતાં વધુ સૂક્ષ્મસ્તરે કામ કરે છે. ભાષા તરીકે એ તમારી મનોભૂમિમાં ઊતરે છે. એ છેક અંદર પહોંચે છે, એ પ્રક્રિયા., એ કનેક્શન સાહિત્યની યથાર્થતા પ્રગટાવે છે. ટેકનોલોજી ઝડપી છે, સાહિત્ય ધીમું છે. સાહિત્યને તમારા આંતર સાથે લેવાદેવા છે. કવિતા એ આંતરસ્નાન છે, એક વાર્તા કે નવલકથા એ તમારી સામાજિકતાને ઢઢોળતો દસ્તાવેજ બની શકે. એ હકીકતોને કલાત્મક રીતે પીરસે અથવા વાસ્તવને કલ્પનાથી સજાવે ત્યારે રસનીતરતી ભાષા તમને મનોરંજન આપતાં આપતાં જગાડે છે. ટેકનોલોજી જીવવા માટે છે, સાહિત્ય જાગવા માટે છે, પણ સાચું જાગરણ તો ત્યારે પ્રગટે જ્યારે સાહિત્ય અને ટેકનોલોજી ભેગાં મળી વ્યક્તિને અંદરથી અસ્તિત્વની ઓળખ કરાવે. અસ્તિત્વનો અર્થ, હોવાપણાનું સંગીત એ જ તો યથાર્થતા છે. એક કવિનું સ્મરણપર્વ કે હાસ્યલેખકનો જન્મદિવસ આપણને આપણામાં જગાડે તો આઈઝેક સિંગરના સવાલોનો જવાબ જડે. અમે વાંચીએ છીએ કારણ કે અમારી આંખો છે, આંખોની પાછળ મન છે, મનની પાછળ `એ'ની સાથે સંવાદ કરવો છે, મારી પંક્તિ છે, `અંગ અંગ મીરાં ફૂટી' એવું કશુંક પામવા સાહિત્ય પાસે જે પ્રજા જાય છે એ પ્રજા સમૃદ્ધ છે.