નાગરિકતા (સુધારા) ધારા (CAA) અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સરકારે જાહેર કર્યા છે

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

caa nrc_1  H x  
 

નાગરિકતા (સુધારા) ધારા (CAA) અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો

 
#1 . CAA ભારતના નાગરિકોને કોઈપણ રીતે અસર કરે છે ?
 
ના, CAA ભારતના નાગરિકોને લેશમાત્ર સ્પર્શતો નથી. કેટલાક અસામાજિક તત્ત્વો CAA ના પ્રશ્ને હિંસા-તોડફોડ કરી રહ્યા છે. તેમણે જાણી લેવું જોઈએ કે આ ધારાથી ભારતના મુસ્લિમોને પણ કોઈ રીતે અસર થતી નથી.
 
#2 તો CAA ની જોગવાઈઓ કોના માટે છે ?
 
CAA ની જોગવાઈઓ માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન આ ત્રણ મુસ્લીમ દેશોમાંથી ભારતમાં આવતા લઘુમતી સમાજના શરણાર્થીઓને જ લાગુ પડે છે. આ લઘુમતીઓને તેમના ધર્મના કારણે એ ત્રણ મુસ્લિમ દેશોમાં પ્રતાડના થાય છે તેથી તેઓ જીવ બચાવવા ભારતમાં શરણાર્થી તરીકે ભારતમાં આવે છે. ૩૧ ડિસે. ૨૦૧૪ સુધી ભારતમાં આ દેશોમાંથી ઇસ્લામી કટ્ટરતાના ભોગ બનેલા હિન્દુ, જૈન, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ તથા પારસી શરણાર્થીઓને જ CAAની જોગવાઈઓ લાગુ પડે છે.
 
#3 ત્રણ મુસ્લિમ દેશોમાં ધાર્મિક કટ્ટરતાવાદથી પીડિત આ છ લઘુમતીઓને CAA કઈ રીતે સહાયક બનશે ?
 
આપણા ત્રણ મુસ્લિમ પાડોશી દેશોમાંથી ધાર્મિક આતંકના ભોગ બનેલી આ છ લઘુમતીઓના શરણાર્થીઓ પાસે પાસપોર્ટ, વિઝા જેવા દસ્તાવેજો નહીં હોય તો પણ CAAને કારણે તેમને ભારતની નાગરિકતા મળી શકશે. આ અગાઉ આવા શરણાર્થીઓને ભારતની નાગરિકતા મેળવવા લગભગ ૧૨ વર્ષો સુધી તડપવું પડતું હતું. CAA માં આ સમયગાળો ઘટાડીને મત્ર છ વર્ષનો કરવામાં આવ્યો છે.
 
#4 તો પછી આ ત્રણ મુસ્લિમ દેશોના મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકે કે નહીં ?
 
ભારતના નાગરિકતા ધારા ૧૯૫૫ અનુસાર, કોઈ પણ વિદેશીને ત્રણ પ્રકારે ભારતની નાગરિકતા મળી શકે છે. આ નિયમ આ ત્રણ દેશોના મુસ્લિમોને પણ લાગુ પડે છે. આ ધારાના નિયમોને અનુસરીને કોઈપણ વિદેશી મુસ્લિમ ભારતનો નાગરિક બની શકે છે.
 
#5 CAA ના અમલથી ઘૂસણખોરી કરીને ભારતમાં ગેરકાયદે ઘૂસેલા મુસ્લિમોને પાછા હાંકી કાઢવામાં આવશે ?
 
આવી અફવા ફેલાવીને અનિષ્ઠ તત્ત્વો ભારતમાં હિંસા કરી રહ્યા છે. વાસ્તવમાં CAA ની જોગવાઈઓ એકપણ મુસ્લિમ ઘૂસણખોરને સ્પર્શતી નથી. તેથી CAA ને કારણે એકપણ મુસ્લિમ ઘૂસણખોરને કાઢી મૂકવામાં નહીં આવે. ઘૂસણખોરોને ઓળખી કાડીને તેમને હાંકી કાઢવાની પ્રક્રિયાને CAA સાથે લેશમાત્ર સંબંધ નથી.
 
#6 પાક. બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન આ ત્રણ મુસ્લિમ દેશો સિવાય અન્ય દેશોમાં ધાર્મિક પ્રતાડનાનો ભોગ બનેલા હિન્દુઓને CAA ના આધારે ભારતની નાગરિકતા મળી શકશે ?
 
ના, આવા લોકો માટે નાગરિકતા ધારો, ૧૯૫૫ છે જ.
 
#7 CAA અંતર્ગત નાગરિકતાના નિયમો ઘડવામાં આવ્યા છે ?
 
આ નિયમો ઘડવાની પ્રક્રિયા ચાલુ છે.
 

caa nrc_1  H x  
 
#8 CAA ને કારણે ભારતના મુસ્લિમોની નાગરિકતા ઉપર પણ લાંબા ગાળે અસર થશે ?
 
આવી ભ્રાતિઓ અફવા ફેલાવીને અનિષ્ટ તત્ત્વો ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છે. CAA ને કારણે ભારતના મુસ્લિમ સહિત કોઈ પણ પંથ / ધર્મના નાગરિકને કો જ પ્રકારની અસર થતી નથી. CAA ભારતના કોઈપણ નાગરિકોની નાગરિકતા પાછી લેવા માટે નથી, પરંતુ ધાર્મિક આતંકનો ભોગ બનેલી ત્રણ દેશોની લઘુમતીઓને નાગરિકતા આપવા માટે અમલમાં આવેલો કાયદો છે. એ વાત મુસ્લિમ સહિત સૌ ભારતીયોએ જાણી લેવું જોઈએ.
 
(નોંધ : દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામે પણ આ સંદર્ભમાં મુસ્લિમોને જાગૃત કર્યા છે.) ટૂકમાં, આજે ભવિષ્યમાં ભારતના મુસ્લિમ નાગરિકને CAA ને કારણે કોઈ અસર થવાની નથી.
 
#9 CAA પછી નાગરિકતા સુચી (NRC) નો દેશભરમાં અમલ થશે ત્યારે તેની મુસ્લિમો ઉપર વિપરીત અસર થશે ?
 
CAA તથા NRC એ બંને પરસ્પર કોઈ રીતે સંકળાયેલા નથી. બંને ભિન્ન પ્રકારના કાયદા છે. વળી પં. નહેરુની કોંગ્રેસ સરકારે અમલી બનાવેલા ૧૯૫૫ના નાગરિકતા ધારામાંNRCની જોગવાઈઓનો સમાવેશ થયેલો જ છે. આમ, CAAને કારણે નાગરિકતા સુચિ (NRC) ઉપર કોઈ વિપરીત અસર થતી નથી. તેથી કરીને મુસ્લિમ સમાજે આ બંને કાયદાઓ વિશે જાણીને અફવાનો ભોગ ન બને તે જોવું જોઈએ.