નાગરિકતા સંશોધન બિલ : ૨૦૧૯ - ૧૯૪૭માં જન્મેલી સમસ્યાનો ૨૦૧૯માં ઉપચાર

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

cab_1  H x W: 0
 
 
વિપક્ષોની લાખ રાડારાડ છતાં પણ છેવટે નાગરિકતા સંશોધન બિલ પહેલાં લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં નિર્વિઘ્ન રીતે પસાર થઈ ચૂક્યું છે. મહામહિમ રાષ્ટપતિની મંજૂરી બાદ હવે આ વિધેયક કાયદો બની ચૂક્યું છે. જોકે પોતાની મતબેંકની લાલચમાં અંધ બનેલા વિપક્ષોએ હવે આ વિધેયકને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે ત્યારે વિપક્ષોને સુપ્રીમ કોર્ટ તરફથી કેવો પ્રતિભાવ મળે છે એ આવનાર સમય જ કહેશે. ત્યારે એક નજર  નાગરિકતા સંશોધન વિધેયક અને તેના થકી કોને કેવો ફાયદો થશે તેના પર...
 

શું છે નાગરિકતા સંપાદન વિધેયક ૨૦૧૯ ?

 
છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં સિટીઝન એમેન્ડમેન્ટ બિલ (સીએબી) એટલે કે નાગરિકતા સંશોધન કાનૂન અંગે ઘમસાણ મચ્યું છે. સૌ પ્રથમ આ વિધેયક અંગે સમજીએ કેટલાક સવાલોના જવાબ મારફતે.
 
# પ્રથમ સવાલ આ વિધેયકને એમેન્ડમેન્ટ બિલ એટલે કે સંશોધન વિધેયક કેમ કહેવામાં આવે છે ?
 
- કારણ કે આ મુદ્દે તો કાયદો પહેલાંથી જ છે. વર્તમાન સરકારે તો માત્ર સંશોધન કર્યું છે. સૌ પ્રથમ વાર ૧૯૫૫માં આ વિધેયક બનાવવામાં આવ્યું હતું. ત્યારથી માંડી આજ સુધી તેમાં આઠ વખત સંશોધન થઈ ચૂક્યું છે.
 
# તો આ નાગરિકતા સંશોધન વિધેયક આખરે શું છે ?
 
- આ વિધેયકમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિતના ભારતના પડોશી દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. એટલે કે જે લોકો ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા હતા તેમને ભારતની નાગરિકતા મળી જશે.
 
# હવે આ બિનમુસ્લિમ શરણાર્થીઓમાં કોણ કોણ આવે છે ?
 
આ શરણાર્થીઓમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો આવી જશે.
 
# શું આનો ફાયદો માત્ર શરણાર્થીઓને જ થશે ?
 
શરણાર્થીઓને તો થશે જ. સાથે સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીય મૂળના લોકોને પણ તેનો ફાયદો થશે. વિશેષ કરીને જે લઘુમતીઓ ધાર્મિક અત્યાચારનો ભોગ બની છે. તેમને આનો ફાયદો થશે.
 

caa nrc_1  H x  
 

`સીએબી'ને લઈને વિપક્ષોની જેહાદી ભૂમિકા

 
નાગરિક્તા સંશોધન વિધેયકને લઈને વિપક્ષો રીતસરની જેહાદી ભૂમિકામાં આવી ગયા છે. સંસદથી માંડી સડક સુધી અને સુપ્રીમ કોર્ટ સુધી રીતસરનું આ લોકોએ રમખાણ મચાવ્યું છે. તેઓ આ વિધેયકને ઘોર મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે, પરંતુ શું આ વિધેયક ખરેખર મુસ્લિમ વિરોધી છે ? આ બિલને ભારતીય બંધારણનું અપમાન, મુસ્લિમો સાથે અન્યાય ગણાવનાર જેહાદી માનસિકતાવળી કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો પહેલાં એ સવાલનો જવાબ આપે કે, શું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશો ધાર્મિક રીતે અસહિષ્ણુ બર્બર દેશો નથી ? આ દેશોમાં ચોખ્ખું ઇસ્લામ આધારિત બંધારણ અસ્તિત્વમાં છે. ઇસ્લામના આધારે અહીં ગેર-મુસ્લિમો સાથે થતા ભેદભાવ અને અત્યાચાર જગજાહેર છે. ધર્મના નામે પાકિસ્તાન બન્યું હતું તો ભાષાના નામે બાંગ્લાદેશ. ભારત વિભાજન પહેલાં પાકિસ્તાનમાં ૨૦ ટકા આબાદી ગેરમુસ્લિમ વિશેષ કરીને હિન્દુઓની હતી, પરંતુ આજે પાકિસ્તાનની અંદર હિન્દુઓ ૨ ટકા પણ નથી બચ્યા. મોટાભાગના હિન્દુઓનું કાં તો ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે કે મારી મારી ભારત ભગાડી દેવામાં આવ્યા છે. બાકી જે બચ્યા છે તેઓ હાલ નર્ક જેવું જીવન જીવવા મજબૂર છે. તેઓ પણ વહેલામાં વહેલી તકે પાકિસ્તાન છોડવા માગે છે.
 
એક સમયે અફઘાનિસ્તાનમાં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. અફઘાનિસ્તાનમાં ઠેર ઠેર બુદ્ધની પ્રતિમા આની ચાડી ખાય છે. ઇસ્લામના આક્રમણ બાદ અહીંથી બૌદ્ધ ધર્મ લગભગ લુપ્ત થઈ ચૂક્યો છે. અહીંના મોટાભાગના બૌદ્ધોની કાં તો હત્યા થઈ છે કે પછી નિરાશ્રિત કરવામાં આવ્યા છે.
 
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ દ્વારા પાકિસ્તાનમાં લઘુમતિઓની સ્થિતિને લઈ એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકાર દ્વવારા ભેદભાવપૂર્ણ કાનૂનથી ધાર્મિક લઘુમતીઓ પર મલા કરીને અંતિમવાદી માનસિકતાને મજબૂત બનાવી છે.
 
સંયુક્ત રાષ્ટના આર્થિક અને સામાજિક પરિષદના એક આયોગે ડિસેમ્બરમાં પાકિસ્તાન - ધાર્મિક સ્વતંત્રતાના હેઠળ મલા શીર્ષક સાથે ૪૭ પેજનો એક રિપોર્ટ પ્રગટ કર્યો છે. સંયુક્ત રાષ્ટ આયોગે જણાવ્યું છે કે ઇસ્લામી રાષ્ટમાં ખ્રિસ્તી અને હિન્દુ સમુદાય વિશેષ રીતે કમજોર છે, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ સતત અત્યાચારનો ભોગ બનતી રહે છે. પ્રતિ વર્ષ અસંખ્ય યુવતીઓના અપહરણ કરવામાં આવે છે અને તેમને મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવા મજબૂર કરવામાં આવે છે. પીડિત યુવતીઓ અને તેમના પરિવારોને અપહરણકર્તાઓ દ્વારા અપાતી ગંભીર ધમકીઓના કારણે પરિવારમાં પરત ફરવાની કોઈ આશા રહેતી નથી. રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે, પોલીસ સ્ટાફની અછતના કારણે આ અપહરણ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. ન્યાયિક પ્રક્રિયા કમજોર અને ધાર્મિક લઘુમતી પીડિતો પ્રત્યે પોલીસ અને ન્યાયપાલિકા બંને ભેદભાવ રાખે છે. સંયુક્ત રાષ્ટ આયોગે પ્રમુખ ઉદાહરણોનો હવાલો આપ્યો છે કે દેશમાં લઘુમતીઓ છે અને તેમને દ્વિતીય શ્રેણીના નાગરિકો તરીકે ચિત્રિત કરવામાં આવે છે.
 
બાંગ્લાદેશ પણ જ્યારે આઝાદ થયું એમ કહો કે ભારતની મદદથી આઝાદ થયું ત્યારે ત્યાંની કુલ જનસંખ્યામાં ૧/૩ જેટલા હિન્દુઓ હતા. પરંતુ ભારતની મદદનો બદલો તેઓએ કેવી રીતે વાળ્યો ? આજે ત્યાં માત્ર ૪ ટકા જ હિન્દુઓ બચ્યા છે. અફઘાનિસ્તાનમાં તો હવે હિન્દુ-શીખો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ બચ્યા છે.
 

નાગરિક સંશોધન વિધેયક મુદ્દે વિપક્ષો જનતાને ગેરમાર્ગે દોરે છે

 
આ વિધેયકને લઈ વિપક્ષો સંસદથી માંડી સડક સુધી જેહાદી વિરોધ કરીને વિશેષ કરીને જે પૂર્વોત્તર રાજ્યોમાં લોકોમાં ભ્રમ ફેલાવી દેશનાં કાયદા વ્યવસ્થા સામે પડકાર ઊભો કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, શીખ અને ઈસાઈને જનસાંખ્યિક આક્રમણ તરીકે જોવા જ ન જોઈએ, કારણ કે તે ઘૂસણખોરો નથી, પીડિત છે અને જે તે દેશમાં તેઓનું જીવવું દુષ્કર બન્યું છે, માટે ભારતમાં આવ્યા છે. પાકિસ્તાનથી અનેક હજાર હિન્દુઓ પ્રતાડિત થઈને ભારત આવ્યા છે. તેઓને આજ દિન સુધી ન તો નાગરિક અધિકાર મા છે કે ન તો બંધારણીય રક્ષણ મું છે.
 
વિપક્ષોની ડબલ ઢોલકી અને બેશરમી જુઓ. એક તરફ જ્યારે થોડા સમય પહેલાં જ એનઆરસી અંતર્ગત આસામ રાજ્યમાં જ્યારે ૧૯ લાખ લોકો બિન ભારતીય ઠર્યા ત્યારે આ લોકોને અન્યાય થયો છે નું કહી કાગારોળ મચાવી હતી, પરંતુ જેવું જાહેર થયું કે આ ૧૯ લાખમાં તો મોટાભાગના એટલે કે ૧૨ લાખ લોકો તો હિન્દુઓ છે કે તરત જ તેમનો વિરોધ સેક્યુલર કોફિનમાં છુપાઈ ગયો હતો. હવે જ્યારે સરકારના નાગરિકતા સંશોધન વિધેયક બાદ એ ૧૨ લાખ હિન્દુઓને ભારતની નાગરિકતા મળવાના સંજોગો ઊજળા બન્યા છે ત્યારે એકાએક આ સેક્યુલર લોબી કબર તોડી આસામની સડકો પર રમખાણ મચાવવા ઊતરી પડી છે. આ લોબી વિશેષ કરીને AIUDF એટલે કે ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વડા બદરુદ્દીન અજમલ જેવા હળાહળ ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકો આસામીયા જનતાને ઉશ્કેરી રહ્યા છે કે આ વિધેયક પાસ થઈ જવાથી હવે ૧૨ લાખ હિન્દુઓ પણ આસામના નાગરિક બની જશે. પરિણામે મૂળ આસામના લોકો માટે રોજગારીમાં ભાગ પડશે અને સાર્વજનિક સંસાધનો અને તેમના બંધારણીય લાભોમાં પણ ભાગ પાડશે. તેમની આ કાગારોળમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ સહિતના કથિત સેક્યુલરવાદીઓ આ કોરસનો બની ભાગ ભજવી રહ્યા છે. પરંતુ આ એ જ લોકો છે જેઓ રોહિંગ્યા ઘૂસણખોરોને બોલાવી બોલાવી આસામમાં વસાવી રહ્યા છે. આ લોકો આસામમાં ઘૂસી આવેલા કરોડો બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો વિરુદ્ધ ક્યારેય પણ રેલીઓ કાઢવાની વાત તો દૂર. પશ્ચિમ બંગાળના મહોતરમા મમતા બેનર્જી તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાથ અડાડ્યો તો હાથ તૂટી જશેની ખુલ્લી ધમકી આપે છે. આ એ જ પક્ષો છે જેમની રહેમ નજર હેઠળ લાખો મુસ્લિમ ઘૂસણખોરોએ આધારકાર્ડથી માંડી મતદાનપત્રક અને રાશનકાર્ડ પણ બનાવી લીધાં છે. કથિત સમાનતાની વાતો કરતા આ પક્ષોએ ક્યારેય પણ પોતાના બંધારણીય અધિકારો માટે વર્ષોથી ટળવળતા જમ્મુ-કાશ્મીરના શરણાર્થી હિન્દુઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો નથી.
 

cab_1  H x W: 0 

પૂર્વોત્તરને સળગાવવાની કોશિશ

 
નાગરિકતા સંશોધનને લઈ પૂર્વોત્તરના લોકોમાં વિપક્ષો અને સેક્યુલર મીડિયા દ્વારા ગુનાઈત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પરિણામે આ રાજ્યોમાં ભારે હિંસા થઈ રહી છે. આ રાજ્યોના લોકોની કેટલીક જૂની માગણીઓ અને પ્રશ્નો છે તે અંગે પણ આ વિધેયકમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આસામ સહિત સમગ્ર પૂર્વોત્તરમાં લાગુ સંરક્ષણને આગળ વધારતાં શિડ્યુલ ૬માં આ સાતેય રાજ્યોને નોટિફાઈડ કરવામાં આવ્યાં છે. જનજાતિય વિસ્તારોમાં આ કાયદો લાગુ પડશે નહીં. આ જ રીતે બંગાળની પૂર્વ સીમા નિયમન કાનૂન ૧૯૭૩ અંતર્ગત ઈનર લાઈન પરમિટના વિસ્તારો એટલે કે મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મોટાભાગનું નાગાલેન્ડ અને મણિપુરમાં પણ આ કાયદો લાગુ નહીં પડે.
 
બિલનો વિરોધ કરનારા નેતાઓ બિલને મુસ્લિમ વિરોધી શબ્દ વાપરી રહ્યા છે. પરંતુ એક રીતે જોઈએ તો આ વિધેયકને ભારતીય નાગરિકો સાથે કોઈ જ લેવા દેવા નથી. આ બિલ તો ભારતના પડોશી દેશોમાં ઇસ્લામના નામે સતાવાઈ રહેલી ધાર્મિક લઘુમતીઓ માટે છે, તો પછી ભારતીય મુસ્લિમો વિરુદ્ધ કઈ રીતે થઈ ગયું ?
 

શું ખરેખર આ વિધેયક ધારા ૧૪નું ઉલ્લંઘન છે ?

 
વિપક્ષનો આરોપ છે કે, આ વિધેયક બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન છે. સૌપ્રથમ એ જાણીએ કે આ કલમ ૧૪ શું છે ? બંધારણની કલમ દેશના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. મતલબ કે ભારતના તમામ નાગરિક કાયદાની ષ્ટિએ સમાન છે અને કોઈપણ નાગરિક સાથે જાતિ-ધર્મ-જન્મસ્થાન આધારે ભેદભાવ કરી શકાય નહીં.
 
પરંતુ વિપક્ષનો આ આરોપ કેટલો નિરાધાર છે. તે આ વિધેયકને સમજતાં ખબર પડી જાય છે અને આ વિધેયક ધાર્મિક રીતે પ્રતાડિત તમામ લઘુમતીઓ માટે છે, નહીં કે માત્ર હિન્દુઓ માટે. કલમ ૧૪નું ઉલ્લંઘન ત્યારે થાત જ્યારે સરકારે માત્ર હિન્દુઓ માટે જ આ કાયદો ઘડ્યો હોત. જો હાલનું નાગરિકતા સંશોધન વિધેયક કલમ ૧૪નું ઉલ્લંઘન છે તો પછી ૧૯૭૧માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશથી ભાગી આવેલા લાખો શરણાર્થીઓને કયા આધારે ભારતની નાગરિકતા આપી હતી ? આ જ આધારે યુગાન્ડાથી પ્રતાડિત થઈ ભારત ભાગી આવેલા હિન્દુઓને પણ નાગરિકતા અપાઈ જ છે.
 

cab_1  H x W: 0 
 

મનમોહનસિંહ પણ નાગરિકતા કાનૂનની તરફેણ કરી ચૂક્યા છે

 
નાગરિકતા સંશોધન વિધેયક પર કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ કરી રહી છે અને નાગરિકોમાં નર્યો ભ્રમ ફેલાવી રહી છે અને મુસ્લિમોમાં ડર ફેલાવવાનું કામ કરી રહી છે. જ્યારે કે હકીકતમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૅા. મનમોહનસિંહ ૨૦૦૩માં જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા ત્યારે તેઓએ બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવાની તરફેણ કરી હતી. તેઓએ શું કહ્યું હતું ? હું શરણાર્થીઓની ટ્રીટમેન્ટ અંગે કઈક કહેવા માગું છું. દેશમાં વિભાજન બાદ બાંગ્લાદેશ જેવા દેશોમાં લઘુમતીઓને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે માટે આપણી નૈતિક ફરજ બને છે કે જે લોકો પરિસ્થિતિઓનો ભોગ બન્યા છે. તેવા કમભાગી લોકો જો આપણા દેશમાં શરણ માગે છે તો તેમને નાગરિકતા આપવાનો આપણો ષ્ટિકોણ ઉદાર હોવો જોઈએ.
 
આશ્ચર્યજનક રીતે ૨૦૦૩માં જે કોંગ્રેસના રાજ્યસભાના તત્કાલીન નેતા વિપક્ષ મનમોહનસિંહ મુસ્લિમ દેશોના લઘુમતીઓને ભારતમાં નાગરિકતા આપવા ઉદાર બનવાનું કહ્યું હતું, તે જ પક્ષના લોકો આજે આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે. આનાથી દોગલી રાજનીતિ બીજી કઈ હોઈ શકે ?

વિપક્ષનો સવાલ માત્ર બિન-મુસ્લિમોને જ નાગરિકતા કેમ ?

 
દરેક બાબતને હિન્દુ-મુસ્લિમ દૃષ્ટિકોણને મારીમચડી ઠોકી બેસાડવામાં માહેર આપણા દેશનાં કથિત સેક્યુલરવાદી વિપક્ષોને બિલ સામે સૌથી મોટો વાંધો એ છે કે, આમાં માત્ર બિનમુસ્લિમોની જ વાત છે. મુસ્લિમોને આ અન્યાય કેમ ? પરંતુ આ કથિત અને અફઘાનિસ્તાન ત્રણેય ઇસ્લામિક દેશો છે અને ત્યાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લઘુમતીમાં છે અને ત્યાં એ લોકોનું ધાર્મિક ઉત્પીડન તેની તમામ હદો વટાવી ચૂક્યું છે. ધર્મપરિવર્તન મહિલાઓ સાથે બળાત્કાર ત્યાં સામાન્ય છે. તેવામાં માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં લઘુમતીઓ પોતાના ધર્મ-સંસ્કૃતિ અને માન-મર્યાદાની રક્ષા કરી શકે છે અને સરકારે માત્ર ત્યાંના લઘુમતીઓને ભારતની નાગરિકતાના આપવાનું વિધેયક બનાવ્યું છે. એનો મતલબ એ નથી કે ત્યાંના મુસ્લિમો માટે ભારતના દ્વાર બંધ કરી દીધા છે. જો ત્યાંના મુસ્લિમ ભારતની નાગરિકતા ઇચ્છે છે તો ભારતની પ્રક્રિયા મુજબ અરજી કરી શકે છે. તેમને પણ નાગરિકતા મળી જશે અને ૫૦૦થી વધુ મુસ્લિમોને આ પ્રક્રિયા અંતર્ગત નાગરિકતા અપાઈ જ છે.
 
હિન્દુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરતાં વિપક્ષો કહે છે કે, મ્યામારમાં રોહિંગ્યા મુસ્લિમો પર પણ ધાર્મિક અત્યાચારો થયા છે. તે જ રીતે શિયા, અહમદિયા અને બલોચ પર પણ અત્યાચાર થાય છે. તો પછી તેઓને આ વિધેયકમાં કેમ સામેલ કરવામાં આવ્યા નથી ? આ અંગે સરકારે જે તર્ક આપ્યો છે તે વિપક્ષની બોલતી બંધ કરી દેવા પૂરતો છે. સરકારનો તર્ક છે કે વિપક્ષ શરણાર્થીઓ અને ઘૂસણખોરોમાં અંતર સમજે. રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં ઘૂસણખોરી કરી છે. તેઓ શરણાર્થી નથી. ચોરીછૂપીથી ઘૂસી આવ્યા છે અને રહી વાત શિયા, અહમદિયા અને બલૂચ લોકોની તો તેમના પર ધાર્મિક અત્યાચારો નથી થઈ રહ્યા. તેઓ ત્યાંની સત્તા અને રાજકારણના ભોગ બન્યા છે. તેમની પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે રાજનૈતિક છે.
સરકારના તર્કમાં દમ છે. કારણ કે વિપક્ષની માગણી માની પાકિસ્તાનના રોહિંગ્યા, શિયા, અહમદિયા અને બલૂચ લોકોને નાગરિકતા આપવા માડે તો કાલે ઊઠીને મધ્ય પૂર્વેના ઇરાક, સિરિયા સહિતના ઇસ્લામિક દેશોના શિયા, કુર્દ સહિતના લોકો પણ કોઈને કોઈ અત્યાચારના ભોગ બની ભારતમાં શરણ માગે તો શું ભારતે પોતાને વિશ્વ આખાની શરણસ્થલી બનાવી દેવી ?

આ માટે વર્તમાન સરકારને સાધુવાદ આપવા રહ્યા

 
આમ સમગ્ર ષ્ટિએ જોઈએ તો સરકારનું આ કદમ ખરેખર વખાણવા લાયક છે. અત્યાર સુધી થતું એમ હતું કે પાકિસ્તાન સહિત પડોશી દેશોમાંથી ધાર્મિક અત્યાચારોથી ત્રાસી હિન્દુ સહિતના લઘુમતીઓ ભારતમાં મોટી આશાઓ સાથે આવતા. તેમાં પણ હિન્દુઓ ભારતને પોતાની જન્મભૂમિ માની રહી આવતા. પરંતુ તેઓને પોતાની જ માતૃભૂમિ પર ઘૂસણખોરો ગણી તિરસ્કૃત કરવામાં આવતા. નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક અત્યાચારોથી ત્રાસી કોઈ વ્યક્તિ કાનૂની દસ્તાવેજ વગર ભારતમાં આવે છે. તો તેમને ઘૂસણખોરો માનવામાં આવતા અને આવા લોકોને કાં તો જેલમાં સડવું પડતું કે વર્તમાન સરકારે ૨૦૧૫ અને ૨૦૧૬માં ૧૯૪૬ અને ૧૯૨૦ના એ કાયદાઓમાં સંશોધન કરી આ કાયદો બન્યા બાદ હવે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશને છૂટ આપી દેવામાં આવી છે એટલે કે આ ધર્મો પાળનાર લોકો જો ભારતમાં કાનૂની દસ્તાવેજ વગર પણ શરણાર્થી બનીને રહેતા હોય તો ન તો તેમને જેલ થઈ શકશે કે ન તો તેમને તેમના દેશમાં પરત જવું પડશે અને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં ભારત આવેલા તમામ આવા બદકિસ્મત લોકોને ભારતની નાગરિકતા મળી જશે.
 
ખરેખર તો આ કામ વિભાજન બાદ તરત જ પંડિત નહેરુ દ્વારા થવું જોઈતું હતું, પરંતુ આઝાદીના સાત-સાત દાયકાઓની અસહ્ય પીડા વેઠ્યા બાદ છેક આજે હિન્દુ સહિતના બિનમુસ્લિમ પીડિતોને ધાર્મિક કટ્ટરવાદના દોઝખમાંથી આઝાદી મળી છે. અફસોસ એ વાતનો છે કે આ જ નહેરુના વંશજો આજે પુનઃ એક વખત હિન્દુ વિરોધના ઇતિહાસને દોહરાવી રહ્યા છે. પરંતુ આજે દેશ પાસે સક્ષમ નેતૃત્ત્વ છે, જે તમામ વિપક્ષી અવરોધોને અવગણીને રાષ્ટહિતની રક્ષા માટે કટિબદ્ધ છે.
 

અનેક રાજ્ય સરકારોએ નાગરિક્તા બિલ લાગુ ન કરવાનું કહ્યું છે, હવે પછી શું ?

 
નાગરિક્તા સંશોધક વિધેયક લોકસભા રાજ્યસભા અને રાષ્ટપતિ દ્વારા પાસ થયા બાદ પણ પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબ સહિત અનેક રાજ્ય સરકારો દ્વારા આ વિધેયકને પોતાના રાજ્યમાં લાગુ નહી કરવામાં આવેનું કહ્યું છે. ત્યારે શું દેશનું બંધારણ રાજ્ય સરકારોને આની અનુમતિ આપે છે ? જે કાનુનને લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થઈ રાષ્ટપતિ દ્વારા મંજૂરી મળી ચૂકી છે તેને કોઈ રાજ્ય કેવી રીતે ના કહી શકે ? એક નજર આ પરિસ્થિતિ સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો અને વિક્લ્પો પર.
 
બંધારણીય રીતે જોઈએ તો આ સરકાર આવો કોઈ પણ કાયદો લાવી શકે છે. કેન્દ્ર સરકારને એ બંધારણીય અધિકાર મળેલો છે. બંધારણીય કલમ ૧૧ મુજબ ભારતની સંસદને એ પૂરો અધિકાર છે કે તે નાગરિકતાને લઈ કોઈપણ કાયદો બનાવી શકે છે. બંધારણ નિર્માતાઓએ સંસદને પૂરો અધિકાર આપ્યો છે. તે ઇચ્છે તો તેવા લોકોને પણ નાગરિકતા આપી શકે છે, જે બંધારણના અમલ વખતે ભારતના નાગરિક ન હોય, ભારતની સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે કોઈ ખાસ વર્ગને ફાયદો પહોંચાડવા માટે જો કોઈ કાયદો બને છે તો તે કલમ ૧૪ એટલે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન નથી. વિશેષ કરીને ત્યારે જ્યારે જ્યારે આવા કોઈ કાનૂનનો આધાર યોગ્ય-ન્યાયિક હોય અને આનું વિવરણ "Parisons Agrotech Private Limited" વિરુદ્ધ "Union of India" કેસમાં આવેલ ચુકાદામાં નોંધાયેલું છે.
 
વર્તમાન કેસમાં કાનૂનનો આધાર ભારતમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા કરોડો શરણાર્થીઓની પરેશાની અને તેમના પર થયેલા ધાર્મિક અત્યાચારો બન્ને છે. ત્યારે સુપ્રીમ કોર્ટને આ કાનૂન પર સ્ટે લાવવું આસાન નહીં હોય.
 
બંધારણ જ કહે છે કે, નાગરિકતા કાનૂન લાગુ કરવો દરેક રાજ્ય માટે જરૂરી છે. કારણ કે તે બંધારણની ૭મી અનુસૂચિ અંતર્ગત સુચિબદ્ધ થયેલો છે, જેને કેન્દ્રીય કાનૂનોની સૂચિ પણ કહેવાય છે અને નાગરિકતાનો વિષય કેન્દ્રીય કાનૂનોની આ સૂચિમાં આવી જાય છે. આ લખાય છે. ત્યાં સુધી દેશના બિન ભાજપી ૬ રાજ્યો આ કાનૂનને લાગુ કરવાની ના પાડી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારો આ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારી એક રીતે સંધિય માળખાને જ પડકારી રહ્યા છે.