બોલો... ભિખારીઓનું પણ ગામ હોય...!

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૧૯


ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં માત્ર ભિખારીઓ રહે છે. અહીં કોઈ બાળક જન્મે તો તેનાં માતા-પિતાના મનમાં તેને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાના વિચારને બદલે ભિખારી બનાવવાનો વિચાર આવે છે. નગલા દરબારી નામના ગામમાં ૩૦ પરિવારમાં ૨૦૦ લોકો રહે છે. કાચાં મકાન અને મકાનના દરવાજા પણ નથી. ભરણપોષણ ચલાવવા અહીંના લોકો બિન વગાડી સાપ નચાવવાનો પૈતૃક ધંધો કરી રહ્યા છે. મજાની વાત છે કે ગામમાં સરકારી શાળા નથી. ગામલોકોએ ખુદ શાળા શરૂ કરી છે. તેમાં બાળકોને સાપને વશમાં કરવાનું શીખવવામાં આવે છે.